Shocking: રસ્તા વચ્ચે પહોંચી 50 એર હોસ્ટેસીઝ, અચાનક કપડા ઉતારવા માંડી!

પોતાનો ગુસ્સો સરકાર સામે પ્રદર્શિત કરવા તેમણે રસ્તા વચ્ચે પોતાનો યુનિફોર્મ જ ઉતારી દીધો. (Image- Twitter)

ઇટલી (Italy)ની રાજધાની રોમના ટાઉન હૉલ (Rome’s Town Hall)માં એક વિચિત્ર (Weird Thing) વસ્તુ જોવા મળી. અહીં 50 એર હોસ્ટેસીઝનું ગ્રુપ (50 air hostesses stripped off) પહોંચ્યું, ભેગું થયું અને ધીમે ધીમે પોતાના કપડા ઉતારવાનું (Air Hostesses stripped off uniforms) શરૂ કરી દીધું.

  • Share this:
    તમે અત્યાર સુધી એર હોસ્ટેસીઝને વ્યવસ્થિત ડ્રેસમાં તમને યાત્રાના નિયમ-કાયદા કહેતા જોઈ હશે. પરંતુ ઇટલી (Italy)ના રોમ (Rome)માં લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા. કેમ કે તેમણે એર હોસ્ટેસીઝને ખુલ્લેઆમ પોતાના કપડા ઉતારતા જોઈ. કુલ 50 એર હોસ્ટેસીઝ (50 air hostesses stripped off) નું ગ્રુપ અહીં આવ્યંં અને તેમણે શાંતિથી એક એક કરીને કપડા ઉતારીને નીચે મૂકવાનું (Air Hostesses stripped off uniforms શરૂ કર્યું.

    આ એર હોસ્ટેસીઝ ઇટલીની નવી રાષ્ટ્રીય એરલાઈન્સ કંપનીમાં કામ કરે છે. તેમણે કંપનીનો વિરોધ કરવા માટે આ વિચિત્ર તરકીબ અજમાવી છે. તેમનો વિરોધ ITA Airwaysમાં મૂકાયેલા વેતન પર કાપને લઈને હતો. પોતાનો ગુસ્સો સરકાર સામે પ્રદર્શિત કરવા તેમણે રસ્તા વચ્ચે પોતાનો યુનિફોર્મ જ (50 air hostesses stripped off) ઉતારી દીધો.

    અન્યાય વિરુદ્ધ અનોખું પ્રદર્શન
    આ એર હોસ્ટેસીઝનું કહેવું છે કે, ITA Airways તેમની મહેનત અને લગનના બળે સફળતા મેળવી રહી છે, પરંતુ કંપની તેમની સાથે અન્યાય કરી રહી છે. તાજેતરમાં જ એરલાઈન્સે એક ફ્લાઇટ અટેન્ડેન્ટને આ જ અઠવાડિયે નોકરીમાંથી કાઢી મૂકતા તેના વિરુદ્ધ પ્રદર્શનનો નિર્ણય એર હોસ્ટેસીઝે લીધો. પોતાનો ગુસ્સો નોંધવવા તમામ એર હોસ્ટેસીઝ યુનિફોર્મ પહેરીને રસ્તા વચ્ચે ઊભી રહી ગઈ અને પછી ડ્રેસ ઉતારીને માત્ર અન્ડરગાર્મેન્ટ્સમાં પ્રદર્શન શરૂ કરી દીધું. આ તમામ એર હોસ્ટેસીઝ Alitalia Airlinesમાં કામ કરતી હતી, જેને હવે નવી એરલાઈન્સ ITA Airwaysમાં હાયર કરવામાં આવી છે, પરંતુ તેમના મહેનતાણામાં કાપ મૂકવામાં આવ્યો છે અને કેટલીક એર હોસ્ટેસીઝનું પ્રમોશન પણ અટકાવી દેવામાં આવ્યું છે.

    શાંતિપૂર્વક કર્યું પ્રદર્શન
    એર હોસ્ટેસીઝએ ચુપચાપ પોતાના યુનિફોર્મ ઉતારીને ‘અમે બધા Alitalia છીએ’નો નારો લગાવ્યો. Alitaliaના કર્મચારીઓને આ નવી એરલાઈન્સ ભરતી કર્યા બાદ ખરાબ વર્તણૂક થઈ રહી છે તેવો આ એર હોસ્ટેસીઝનો આરોપ છે. પહેલા એરલાઈન્સ હેઠલ 110 એરપ્લેન સંચાલિત થતા હતા, જેમાં 10 હજાર લોકોની ટીમ કામ કરતી હતી અને હવે નવી ITA Airways હેઠળ માત્ર 52 એરક્રાફ્ટ ચાલી રહ્યા છે જેમાં માત્ર 2800 લોકોની જરૂરિયાત છે. આવામાં કેટલાય લોકોની નોકરી ચાલી ગઈ છે, તો અમુક લોકો ઓછુ મહેનતાણું લઈને કામ કરી રહ્યા છે.
    Published by:Nirali Dave
    First published: