દુનિયાનો પ્રથમ કિસ્સો : મહિલાના પેઢા અને દાંત વચ્ચેથી નીકળે છે વાળ, જાણો શું છે બીમારી?

News18 Gujarati
Updated: February 6, 2020, 2:40 PM IST
દુનિયાનો પ્રથમ કિસ્સો : મહિલાના પેઢા અને દાંત વચ્ચેથી નીકળે છે વાળ, જાણો શું છે બીમારી?
દાંત અને પેઢામાંથી વાળ આવવાની સમસ્યાથી મહિલા પરેશાન.

ઇટાલીની 25 વર્ષીય મહિલા પ્રથમ વખત 2009ના વર્ષમાં આ સમસ્યાથી પરેશાન થઈને ડૉક્ટર પાસે ગઈ હતી. ડૉક્ટરોનું માનવું છે કે મહિલાને આ સમસ્યા પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમને કારણે થઈ છે.

  • Share this:
લંડન : ઇટાલીની એક મહિલાના મોઢાની અંદર પેઢામાંથી નેણની જેમાં વાળ ઉગવાનો મામલો સામે આવ્યો છે. આ દુનિયાના છઠ્ઠો મામલો છે. ડૉક્ટરો પણ ભાગ્યેજ જોવા મળતી બીમારીથી પરેશાન છે. ડૉક્ટરોનું માનવું છે કે મહિલાને આ સમસ્યા પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS)ને કારણે થઈ છે. હોમોન્સ ટ્રીટમેન્ટના માધ્યમથી અણગમતા વાળોને વધતા રોકી શકાય છે.

મહિલામાં ટેસ્ટોસ્ટેરૉનનું સ્તર ખૂબ વધારે

મેડિકલ તપાસમાં માલુમ પડ્યું છે કે મહિલામાં ટેસ્ટોસ્ટેરૉન (Testosterone)નું પ્રમાણે ખૂબ વધારે છે. આ PCOSના લક્ષણો છે. આનાથી અણગમતા વાળની સમસ્યા થવા લાગે છો. હોર્મોનલ ટ્રીટમેન્ટથી અણગમતા વાળને વધતા રોકી શકાય હતા. ઇટાલીની આ મહિલાએ છ વર્ષ પછી PCOSની દવા લેવાનું બંધ કર્યું હતું. જે બાદમાં તેની સમસ્યા વધી હતી. ડૉક્ટરોએ તેના પેઢાના ટિશ્યૂની પણ તપાસ કરી હતી, પરંતુ તેનાથી સમસ્યાનું કારણ શોધવામાં મદદ મળી ન હતી. મહિલાએ ઇટાલીની કેમ્પેનિયા યુનિવર્સિટીમાં પોતાની સારવાર કરાવી હતી. સૌપ્રથમ વખત 15 વર્ષની ઉંમરમાં 2009ના વર્ષમાં તે આ સમસ્યાથી પરેશાન થઈને ડૉક્ટરો પાસે ગઈ હતી.

મેડિકલ તપાસમાં ઓવરી પર અનેક ગાંઠ મળી

મહિલાના મોઢાની અંદર, દાઢી પર અને ગળા પર પણ ખૂબ વાળ છે. મેડિકલ તપાસમાં ટેસ્ટોસ્ટરૉનનું સ્તર વધારે હોવા ઉપરાંત ઓવરી પર ગાંઠ જોવા મળી હતી. જે બાદમાં PCOS અંગે તપાસ કરવામાં આવી હતી. અણગમતા વાળા ઉપરાંત મહિલાનું વજન પણ વધવા લાગ્યું હતું. આ સમસ્યાને કારણે નપુંસકતાની સમસ્યા પણ થઈ શકે છે. બર્થ કંટ્રોલ પિલ્સ આના લક્ષણોને ઓછા કરવામાં મદદ કરી શકે છે. છ વર્ષ સુધી ઇટાલીની મહિલાએ આ જ ગોળીઓથી પોતાની સમસ્યા પર કાબૂ મેળવ્યો હતો.

આ સમસ્યાથી પરેશાન દુનિયાની પ્રથમ મહિલા

ઇટાલીની આ મહિલાએ કોઈ કારણે PCOSની દવા લેવાનું બંધ કરી દીધું છે. જે બાદમાં અણગમતા વાળની સમસ્યા ગંભીર રીતે વધી ગઈ હતી. આ વખતે મેડિકલ ટીમે મોઢામાંથી વાળ હટાવવાની સાથે સાથે અમુક ટિશ્યૂ પણ દૂર કર્યા હતા. મોઢાની અંદર વાળનું હોવું ભાગ્યે જ જોવા મળે છે. આ દુનિયાની પ્રથમ એવી મહિલા છે જેને મોઢાના પેઢામાંથી વાળ ઉગી રહ્યાની સમસ્યા છે.

દુનિયાના પાંચ પુરુષો આ સમસ્યાથી પરેશાન

દુનિયાના પાંચ અન્ય પુરુષો પણ આ સમ્યાથી પરેશાન છે. મેડિકલ તપાસમાં પુરુષોમાં PCOS જોવા મળ્યો ન હતો. આનાથી આ સમસ્યાની ગંભીરતા વધી ગઈ હતી. એક વર્ષની અંદર ઇટાલીની આ મહિલાની સ્થિત ખૂબ ગંભીર થઈ ગઈ હતી. તેના ઉપર અને નીચેના પેઢા અને દાંતોની વચ્ચેથી વાળ નીકળવા લાગ્યા હતા. હજી સુધી એ માલુમ નથી પડ્યું કે મહિલાની ટ્રીટમેન્ટ કરવમાં આવી છે કે તેની સ્થિતિ સારી થઈ ગઈ છે. પૉલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ હોર્મોનલ ડિસઑર્ડર છે. જેનાથી ઓવરીનો આકાર વધી જાય છે અને બહારની કિનારી પર નાની નાની ગાંઠો થઈ જાય છે.
First published: February 6, 2020, 2:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading