આ સુંદર ગામમાં વસવા માટે મળી રહ્યા છે 38.60 લાખ રૂપિયા, 1500 લોકો કરી ચૂક્યા છે અરજી

આ ગામમાં રહેવા માટે લોકોને પ્રતિ મહિને 6.94 લાખ રૂપિયા મળશે, આ ઓફર પહેલા ત્રણ વર્ષ માટે હશે

આ ગામમાં રહેવા માટે લોકોને પ્રતિ મહિને 6.94 લાખ રૂપિયા મળશે, આ ઓફર પહેલા ત્રણ વર્ષ માટે હશે

 • Share this:
  નવી દિલ્હીઃ પહાટ અનેકવાર લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. રજાઓમાં હિલ સ્ટેશન (Hill Station) પર ઘણી ભીડ જોવા મળે છે. પરંતુ વિચારો કે જો કોઈ સુંદર પહાડી પર આવેલા ગામમાં રહેવા માટે આપને ત્યાંના પ્રશાસન તમને સામેથી રૂપિયા આપે છે તો તમે શું કરશો. તેનો જવાબ હોઈ શકે છે- તાત્કાલિક જઈશું. જી હા, આવી જ એક તક હવે ઈટલી (Italy)નું આ ગામ લોકોને આપી રહ્યું છે. આ ગામમાં વસવા માટે લોકોેન 40 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 38.60 લાખ રૂપિયા આપવાનો પ્રસ્તાવ છે.

  આ તક ઈટલીના સૈંટો સ્ટેફૈનો ડિ સેસાનિયો (Santo Stefano di Sisanio) નામના ઈટલીનું સુંદર ગામ સમગ્ર દુનિયાના લોકોને આપી રહ્યું છે. આ એક પહાડ પર વસેલું ગામ છે. અહીંથી નયનરમ્ય નજારા જોવા મળે છે. પરંતુ અહીંની વસ્તી ખૂબ જ ઓછી થઈ ગઈ છે. તેના કારણે ગામની અર્થવ્યવસ્થા ખોટમાં ચાલી રહી છે. તેને ફરીથી બેઠી કરવા માટે પ્રશાસને આવું પગલું ભર્યું છે.

  આ પણ વાંચો, LPG રાંધણ ગેસ સિલેન્ડરના ભાવ જાહેર, ફટાફટ જાણો શું છે નવેમ્બરના નવા Rates

  સૈંટો સ્ટેફૈનો ડિ સેસાનિયો (Santo Stefano di Sisanio) ગામ અબ્રૂજો ક્ષેત્રમાં આવેલું છે. આ ગામની વસ્તી 115 લોકોની છે. તેમાંથી 13 લોકોની ઉંમર 20 વર્ષથી ઓછી છે. બીજી તરફ 41 લોકોની ઉંમર 65 વર્ષથી વધુ છે. સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે આ ક્ષેત્રમાં સતત વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ તક આપવામાં આવી રહી છે.

  આ પણ વાંચો, ફેસ્ટિવ સીઝનમાં HDFC Bankએ ગ્રાહકોને આપી મોટી ગિફ્ટ! મળશે કેશબેક સહિત અનેક ઓફર્સ

  સ્થાનિક પ્રશાસન અનુસાર આ ગામમાં રહેવા માટે લોકોને પ્રતિ મહિને 6.94 લાખ રૂપિયા મળશે. આ પહેલા ત્રણ વર્ષ માટે હશે. અહીં લોકોને ઓછામાં ઓછા પાંચ વર્ષ રહેવું પડશે. તેની સાથે જ અરજી કરનારા વ્યક્તિઓની ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

  આ પણ વાંચો, 4 વર્ષની બાળકીએ ગાયું વંદે માતરમ, PM મોદીએ વીડિયો શૅર કરી કહ્યું- ગર્વ છે

  અહીં રહેવા માટે અત્યાર સુધી 1500 લોકો અરજી કરી ચૂક્યા છે. જોકે સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે તે મુજબ 10 લોકોને રહેવાની મંજૂરી મળશે. એટલે કે લગભગ 5 જોડા અહીં રહી શકશે.
  Published by:Mrunal Bhojak
  First published: