Home /News /eye-catcher /OMG: ઈટાલીના દર્દીને કોરોના, મંકીપોક્સ અને HIVનો એક સાથે ચેપ લાગ્યો!

OMG: ઈટાલીના દર્દીને કોરોના, મંકીપોક્સ અને HIVનો એક સાથે ચેપ લાગ્યો!

પ્રતિકાત્મક તસવીર

આ તમામ લક્ષણો જોવા મળતા તેણે કોરોનાનો રિપોર્ટ કરાવતા કોરોનાના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ તે વ્યક્તિને ડાબા હાથ પર અને શરીરના અન્ય ભાગ પર છાલા પડવા લાગ્યા હતા

    Italy: ઈટાલીમાં અમન નામના વ્યક્તિનો મંકીપોક્સ, HIV અને કોરોનાનો રિપોર્ટ (HIV, Covid 19, Monkeypox Report Positive) એકસાથે પોઝિટીવ આવ્યો હતો. BNO ન્યૂઝના રિપોર્ટ અનુસાર આ વ્યક્તિ સ્પેનમાં પાંચ દિવસની ટુર બાદ જૂન 2022માં પરત આવ્યો હતો. આ 36 વર્ષીય વ્યક્તિમાં તાવ, ગળામાં ખરાશ જેવા લક્ષણો જોવા મળ્યા હતા.

    આ તમામ લક્ષણો જોવા મળતા તેણે કોરોનાનો રિપોર્ટ કરાવતા કોરોનાના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ તે વ્યક્તિને ડાબા હાથ પર અને શરીરના અન્ય ભાગ પર છાલા પડવા લાગ્યા હતા, આ છાલાને કારણે ખૂબ જ દુ:ખાવો થતો હતો.

    તબિયત બગાડતાં આ વ્યક્તિને ઈટાલીના કેટાનિયામાં સેન માર્કો યુનિવર્સિટી હોસ્પિટલમાં ઈમરજન્સી ડિપાર્ટમેન્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં આ વ્યક્તિનો મંકીપોક્સ અને HIVનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

    HIV ટેસ્ટ પરથી જાણવા મળ્યું કે, તે વ્યક્તિમાં વાયરલ લોડ વધુ છે અને ટૂંક સમય પહેલા જ તે આ વાયરસથી સંક્રમિત થયો છે. સ્પેનની ટ્રીપ દરમિયાન તેણે પુરુષો સાથે અસુરક્ષિત યૌન સંબંધ બાંધ્યો હતો. તેણે જણાવ્યું કે, સપ્ટેમ્બર 2021માં તેનો HIV ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો.

    એક સપ્તાહની સારવાર બાદ આ વ્યક્તિનો કોરોના અને મંકીપોક્સનો રિપોર્ટ નેગેટીવ આવતા તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

    કેટાનિયા યુનિવર્સિટીના રિસર્ચર્સે જણાવ્યું કે, આ મામલા પરથી જાણવા મળે છે કે, મંકીપોક્સ અને કોરોનાના કેસ કેવી રીતે ઓવરલેપ થઈ શકે છે. જેના પરથી પુષ્ટી થાય છે કે, એકથી વધુ ઈન્ફેક્શન થયા હોય તો એનામ્નેસ્ટીક કલેક્શન અને સેક્સ્યુઅલ હેબિટ્સ વિશે જાણકારી હોવી જરૂરી છે.

    મંકીપોક્સ અને HIV સાથે થયો હોય તેવો આ પહેલો કેસ સામે આવ્યો હતો.


    અગાઉ ગેરાન નાગરિકને મંકીપોક્સ અને HIVનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આ 40 વર્ષીય વ્યક્તિના નાક પરની સ્કિન સનબર્ન થઈ ગઈ હતી. HIVને કારણે આ નાકનો તે ભાગ સડવા લાગ્યો હતો અને પરૂ ભરાવા લાગ્યું હતું. તેને શરીરના અન્ય ભાગ પર પણ આ પ્રકારના છાલા પડવા લાગ્યા હતા. આ વ્યક્તિની ઓળખાણ જાહેર કરવામાં આવી નથી, તેને એક સપ્તાહ માટે ટેકોવિરિમટ દવા આપવામાં આવી હતી. આ દવા મંકીપોક્સના ઈલાજ માટે આપવામાં આવે છે.
    First published:

    Tags: Coronavirus, Monkeypox, એચઆઇવી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन