Home /News /eye-catcher /OMG: આ રેલવે સ્ટેશનોના એવા નામ છે કે બોલતા પણ શરમ આવે, બીજે ક્યાંય નહીં ભારતમાં છે આ સ્ટેશન

OMG: આ રેલવે સ્ટેશનોના એવા નામ છે કે બોલતા પણ શરમ આવે, બીજે ક્યાંય નહીં ભારતમાં છે આ સ્ટેશન

names of railways stations

માણસ હોય કે, જાનવર કે પછી જગ્યા. તમામના નામ ઘણુ વિચારીને રાખવામા આવે છે કેમ કે નામથી જ ઓળખાણ થાય છે. તેમ છતાં પણ અમુક નામ એવા હોય છે, જેને બોલતા શરમ આવે.

રેલ્વે હિન્દુસ્તાનની લાઈફલાઈન કહેવાય છે, તે ખોટુ નથી. અડધાથી વધારે વસ્તી ક્યાંય પણ આવવા જવા માટે રેલવે પર નિર્ભર છે. એટલે કે, ટ્રેન વિના ઘણા લોકોનું કામ થઈ શકતુ નથી, કારણ કે આમ પણ ભારત દુનિયાનો ચોથા નંબરનો સૌથી મોટ રેલ નેટવર્ક ધરાવતો દેશ છે. રેલ યાત્રા દરમિયાન આપે મોટા ભાગે પીળા રંગના બોર્ડ પર કાળા અક્ષરમાં લખેલ ઘણા સ્ટેશનોના નામ વાંચ્યા હશે. તેમાંથી એવા કેટલાય નામો હોય છે, જે ઈતિહાસમાં નોંધાયેલ છે, તો ઘણા નામ એવા પણ છે, અજીબોગરીબ, અમુક મજેદાર અને અમુક શરમજનક નામ લાગે છે, તે બોલતા પણ શરમ આવે.

આ પણ વાંચો: મોટા સમાચાર: કાયદામંત્રી કિરેન રિજિજૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી, પદ પરથી હટાવાની માગ

માણસ હોય કે, જાનવર કે પછી જગ્યા. તમામના નામ ઘણુ વિચારીને રાખવામા આવે છે કેમ કે નામથી જ ઓળખાણ થાય છે. તેમ છતાં પણ અમુક નામ એવા હોય છે, જેને બોલતા શરમ આવે. જરુર પડે તો, પણ લોકો મોઢેથી બોલવા નથી માગતા. ભારતમાં એવા કેટલાય અજીબોગરીબ રેલ્વે સ્ટેશનના નામ છે, જેને સાંભળીને હસવું આવી જાય.

કુત્તા રેલવે સ્ટેશન


આ નામ વિશે આમ તો ઉત્તર ભારતના લોકો ભાગ્યા જ જાણતા હશે, કેમ કે કુત્તા નામનું રેલવે સ્ટેશન કર્ણાટક રાજ્યના નાના એવા ગામ ગુટ્ટા નજીક આવેલું છે. જે કુર્ગ વિસ્તારના કિનારે વસેલું છે, અહીંની પ્રાકૃતિક સુંદરતા આપને રોમાંચિત કરી દેશે.

હલકટ્ટા રેલવે સ્ટેશન


આ પણ કર્ણાટકમાં આવેલું છે. જે વાડી શહેરના સેવાલાલ નગર નજીક આવેલું છે. અહીંથી દરરોજ કેટલીય ટ્રેનો પસાર થાય છે. પોતાની પ્રાકૃતિક સુંદરતા અને ગાઢ જંગલોને કારણે અહીં લોકો ખૂબ આવે છે.

ફફુંદ રેલવે સ્ટેશન


ફફુંદ રેલ્વે સ્ટેશન ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં આવેલ છે. અહીં ભારતનું ટોપ ક્લાસનું સ્ટેશન છે, જેનો કોડ PHD છે. આ સ્ટેશનનું નિર્માણ બ્રિટિશ શાસનકાળમાં થયું હતું. જે પ્રયાગરાજ રેલવે ડિવિજનના કાનપુર-દિલ્હી ખંડના મુખ્ય રેલવે સ્ટેશનમાંનું એક છે.

ટિટવાલા રેલવે સ્ટેશન


મુંબઈના સેન્ટ્રલ લાઈનનું આ સ્ટેશન જે કલ્યાણ અને કસાનાની વચ્ચે આવેલ છે. આ રેલ્વે સ્ટેશન આઝાદી પહેલા બનેલું છે. જે અંબિવલી રેલ્વે સ્ટેશન અને ખડાવલી રેલવે સ્ટેશનની વચ્ચે છે.

કામાગાટા મારુ બઝ બઝ રેલવે સ્ટેશન


આ સ્ટેશન ભારતીય રેલવેના ઈસ્ટર્ન રેલવે ક્ષેત્રમાં સિયાલદહ રેલવે ડિવિઝન અંતર્ગત આવે છે. બઝ બઝ શાખા લાઈન પર કલકત્તા ઉપનગરીય રેલવે સ્ટેશન છે.

પનૌતી રેલવે સ્ટેશન


હવે આ નામમાં લોકોને હસવાનું કારણ બતાવાની જરુર નથી. ન્યૂ રેલવે સ્ટેશનના કારણે અહીંના લોકોને પણ લોકો પનૌતી કહીને બોલાવે છે. પણ બિચાર કઈ કરી શકતા નથી. પનૌતી યૂપીના ચિત્રકૂટ જિલ્લામાં આવેલ એક નાનુ એવુ ગામ છે, જેની વસ્તી ખૂબ જ ઓછી છે.
First published:

Tags: Indian railways