Home /News /eye-catcher /એક એવો જાસૂસ જે દુશ્મન દેશનો રક્ષામંત્રી બનવાનો હતો પણ પોલ ખુલતા થયા આવા હાલ

એક એવો જાસૂસ જે દુશ્મન દેશનો રક્ષામંત્રી બનવાનો હતો પણ પોલ ખુલતા થયા આવા હાલ

એલી કોહેન

એલી કોહેન એક સમયે સીરિયા ઉપ રક્ષા મંત્રી બનવાના હતા પણ તેમની પોલ ખુલી ગઇ

દુનિયાભરમાં અનેક જાસૂસી સંસ્થાઓ આવેલી છે અને અનેક જાણીતા જાસૂસો પણ છે. પણ એલી કોહેન જેવા જાણીતા જાસૂસ જોડે જેવું થયું તેવું થવાની સંભાવના ભાગ્યેજ કોઇની સાથે થઇ હશે. એલી કોહેન એક તેવા એજન્ટ હતા જેના કારણે ઇઝરાયલ ગોલન હાઇટ જીતવામાં સફળ થયા હતા. એટલું જ નહીં એલી કોહેન એક સમયે સીરિયા ઉપ રક્ષા મંત્રી બનવાના હતા પણ તેમની પોલી ખુલી જતા તેમને ફાંસીની સજા આપવામાં આવી. એલીયાહૂ (એલી) કોહેન (Eli Cohen)નો જન્મ મિસ્રમાં થયો હતો અને તે એક યહૂદી પરિવારથી આવતા હતા.

એલી કોહેન જ્યારે વયસ્ક હતા ત્યારે તે મિસ્રની અંદર અન્ય યહૂદીઓને ગુપ્ત રીતે સહાયતા કરવાનું કામ કરતા હતા. જ્યારે વર્ષ 1948માં ઇઝરાયલ બન્યો તો બીજા અનેક યહૂદી પરિવારની જેમ તે પણ ઇઝરાયલમાં જઇને રહેવા લાગ્યા. એલી કોહેન જો કે અહીં જ રોકાઇ ગયો અને તેમણે અહીં ઇલેક્ટ્રોનિક્સનું ભણતર પુરું કર્યું. એલી કોહેન અરબી, અંગ્રેજી અને ફ્રાંસીસી ભાષામાં પોતાની સારી પકડ હતી જેના કારમે ઇઝરાયલી જાસૂસી વિભાગ તેમને કામ આપ્યું. એલી કોહેને શરૂઆતમાં મિસ્રમાં ઇઝરાયલી ગુપ્તચર વિભાગ માટે કામ કર્યું પણ વર્ષ 1954માં મિસ્રમાં તેમનું આ રાજ ખુલી ગયું.

એલી કોહેન 1956થી સ્વેજ સંકટ પછી ઇઝરાયલ આવ્યા હતા. તે ઇઝરાયલની સૈન્ય ગુપ્તચર જાણકારીમાં સ્વેચ્છાથી જવાનું ઇચ્છતા હતા પણ તેમને લેવામાં ન આવ્યા. જો કે વર્ષ 1960માં જ્યારે સીરિયાની સાથે એક ઇઝરાયલના સંબંધો ઝડપથી બગડ્યા અને સીમા પર તણાવ વધ્યો તો ઇઝરાયલી ગુપ્તચરે તેમને દાખલ કર્યા અને 6 મહિના માટે ટ્રેન પણ કર્યા. તે પછી તેમને કામિન અમીન તાબેતનું નવું નામ આપવામાં આવ્યું. સીરિયાઇ પ્રવાસી સમુદાયની વચ્ચે તેમને એક પૈસાદાર વેપારી તરીકે મોકલવામાં આવ્યા. જ્યાં તેમણે સીરિયાના અનેક પ્રભાવશાળી સદસ્યોથી મિત્રતા કરી અને તે પછી તે 1962માં દમિશ્કમાં જઇને વસી ગયા. દમિશ્કમાં કોહેન એક હાઇ પ્રોફાઇલ જીવન જીવવા લાગ્યા.

વધુ વાંચો : કોરોનાને લઇને આવી ચિંતાજનક ખબર, ઠીક થયેલા વ્યક્તિઓમાં ન મળ્યા એન્ટીબૉડી

તેમના ઘરે જે પાર્ટી થતી ત્યાં તે સીરિયાઇ મોટા સેના અધિકારીઓ હાજર રહેતા. જેમાં તે આ બધી જાણકારી મેળવતા. અને અનેક માધ્યમો દ્વારા ઇઝરાયલની ગુપ્તચર એજન્સીને આ જાણકારી આપતા. એલી કોહેન એટલો પગ પેસારો કરી લીધો હતો કે તે એ સમયમાં રાષ્ટ્રપતિ અમીન અલ હફ્ઝના સારા મિત્ર બની ગયા અને તેવું પણ કહેવાય છે કે તેમની મદદથી જ અમીન અલ હફ્ઝ રાષ્ટ્રપતિ બન્યા હતા.

જો કે વર્ષ 1964માં કોહેનની પત્ની જ્યારે ત્રીજા બાળકને જન્મ આપવાની હતી ત્યારે તે ઇઝરાયલ ગયા હતા. અને તે સન્યાસ લઇને ઇઝરાયલમાં જ રહેવાનું પણ વિચારતા હતા. જો કે તેમને કોઇ કારણ સાથે છેલ્લી વાર સીરિયા મોકલવામાં આવ્યા. પણ સીરિયા એજન્સીને તેમની ટ્રાંસમીટર દ્વારા મોકલવામાં આવતી સૂચનાઓની જાણકારી મળી ગઇ.

અને તેમને રંગે હાથ પકડવામાં આવ્યા. અને અનેક યાતનાઓ આપી છેવટે ફાંસીની સજા આપવામાં આવી. જો કે ઇઝરાયલે તેની ફાંસીના સજા ટાળવાનો પ્રયાસ કર્યો પણ દબાણ પણ બનાવ્યું પણ તે સફળ ના થઇ શક્યું.
First published:

Tags: Defence minister, Israeli, Spy, સીરિયા