ઇઝરાયલના પુરાતત્વવિદોએ શોધ્યું 1000 વર્ષ જૂનું મરઘીનું ઇંડુ, માનવ મળથી ઘેરાયેલ હાલતમાં મળી આવ્યું

Israel News : ઈઝરાયેલાના યવને શહેરમાંથી મળી આવેલા ઈંડાની ફાઇલ તસવીર

Israel News : આ ઈંડુ લગભગ 6 સેમી લાંબુ છે અને ઉપરના ભાગમાં અમુક તિરાડો છે. જ્યારે તેને સેસ્પિટમાંથી કાઢવામાં આવ્યું ત્યારે ઇંડાની છાલનો એક પણ ટુકડો ગાયબ ન હતો.

 • Share this:
  પૃથ્વી (Earth) પર આજે પણ અનેક એવા રહસ્યો (Secret) છે, જેનાથી આપણે અજાણ છીએ. વૈજ્ઞાનિકો અને પુરાતત્વવિદો (Archaeologist) રોજ એવી કોઇ શોધ સામે લાવે છે, જેને જાણી પૃથ્વી વધુ રહસ્યમય બની જાય છે. તેવી જ એક શોધ હાલમાં ઇઝરાયલમાં (Israel) પુરાતત્વવિદોએ કરી છે. ઇઝરાયલના પુરાતત્વવિદોએ યવને શહેરમાંથી હાલમાં જ કરાયેલ ઉત્ખનન (Excavation)દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું (Chicken Egg) ઇંડુ શોધી કાઢ્યું છે. ડેલી મેલના (Daily Mail) એક અહેવાલ અનુસાર, ઇંડાની શોધ બિજાન્ટિન યુગના ઔદ્યોગિક પરિસરમાંથી થઇ છે. આ ઇંડાની શોધ વિશે સૌથી આકર્ષક વાત એ છે કે, તે એક પ્રાચીન સિસ્પેટમાં માનવ મળથી ઘેરાયેલ હાલતમાં મળી આવ્યું હતું.

  આ ઇંડાની શોધ વિશે જાણકારી આપતા ઇઝરાયલ એન્ટિક્વિટીઝ ઓથોરીટિએ ખુલાસો કર્યો કે, ઇસ્લામિક કાળની એક હાડકાની ઢીંગલીઓનો સંગ્રહ, જેને કોપ્ટિક ઢીંગલી તરીકે ઓળખવામાં આવે છે. તે પણ સેસ્પિટમાં મળી આવી હતી. આ શોધ પર પોતાની પ્રતિક્રિયા આપતા આઇએએની સાથે જોડાયેલ એક પુરાતત્વવિદ અલ્લા નાગોર્સ્કિએ કહ્યું કે, આજે ઇંડાઓ સુપરમાર્કેટમાં લાંબા સમય સુધી નથી રહી શકતા. આ એક આશ્ચર્યજનક વાત છે કે આ ઇંડું 1000 વર્ષ જૂનું છે.

  આ પણ વાંચો : ગોંડલ : અજયસિંહ જાડેજાની હત્યાના આરોપીઓ ઝડપાયા, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

  આ પણ વાંચો : જૂનાગઢ : પૂર્વ મેયરના પુત્રની હત્યા BJPની નગરસેવિકાના પતિએ કરાવી, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

  આ ઈંડુ લગભગ 6 સેમી લાંબુ છે અને ઉપરના ભાગમાં અમુક તિરાડો છે. જ્યારે તેને સેસ્પિટમાંથી કાઢવામાં આવ્યું ત્યારે ઇંડાની છાલનો એક પણ ટુકડો ગાયબ ન હતો. જોકે સમયની સાથે ઇંડાની હાલત ખૂબ નાજુક છે અને જ્યારે તેને સંશોધન માટે લેબમાં લઇ જવામાં આવ્યું ત્યારે તે તૂટી ગયું હતું.

  આ વિશે વાત કરતા મરઘી પાલનના આઇએએના એક વિશેષક લી પૈરી ગેલે જણાવ્યું કે, ઇંડું અંદરથી ખાલી થઇ ગયું હતું. જ્યારે તેને ખોલ્યું તો તેમાં યોલ્ક ન હતું. સંશોધકો હવે ઈંડાનો ડીએનએ કાઢવાની આશા રાખી બેઠા છે, જેથી આ પ્રાચીન વસ્તુ વિશે વધુ શોધ કરી શકે. આ ઈંડુ સેસ્પિટમાં કઇ રીતે આવ્યું, તે શોધકર્તાઓ માટે આજે પણ એક રહસ્ય છે. તેઓ માને છે કે આ પ્રશ્નનો ઉત્તર તેઓ ક્યારેય નહીં શોધી શકે.

  આ પણ વાંચો : અમદાવાદ : ફિલ્મી સ્ટાઇલે દારૂની હેરાફેરી કરતી હતી યુવતીઓ, બીયરનાં 214 ટીન સાથે ઝડપાઈ

  આ પણ વાંચો : સુરત : રત્નકલાકારને મહારાષ્ટ્રની કન્યા સાથેના લગ્ન મોંઘા પડ્યા, એક મહિનામાં જ 4.50 લાખ લૂંટી થઈ ગઈ રફૂચક્કર

  ખોદકામ દરમિયાન ઈંડાની સાથે મળેલી 3 હાડકાઓની ઢીંગલીઓ પણ 1000 વર્ષ જૂની હોઇ શકે છે. આ કોપ્ટિક ઢીંગલીઓ પહેલી વખત પેલેસ્ટાઇન અને ઇજિપ્તમાં દેખાઇ હતી. મહત્વનું છે કે, યવનેમાં એક નવી આવાસીય પરિયોજન બનાવવા માટે ઘણા સમયથી ખોદકામ ચાલી રહ્યું છે.
  First published: