અહી છે દુનિયાનું તે મ્યૂૂઝિયમ જ્યા તમે જોઇ શકો છો પ્રાચીનથી પણ પ્રાચીન વસ્તુઓ

 • Share this:
  અનેક વખત બાળકોને શાળામાંથી અથવા તેમના પરિવારમાંથી મ્યૂઝિયમ જોવા લઇ જતા હોય છે. આવુ કરવા પાછળનો હેતુ એક જ હોય છે કે બાળકોને વીતી ગયેલા કાળ વિશે ખબર પડે. આજે અમે તમને આવુ જ એક આશ્રયજનક કરનાર મ્યૂઝિયમ બતાવીશુ, જેમાં ખૂબ જ વિચિત્ર વસ્તુઓને સંગ્રહિત રાખવામાં આવે છે. ઇઝરાલના મ્યૂઝિયમમાં સંગ્રહ કરાયેલી કેટલીક આશ્ચર્યજનક વસ્તુઓ ...


  ઇઝરાયલની સ્ટિનહાર્ટ મ્યૂઝિયમ ઓફ નેશનલ હિસ્ટરીને દર વર્ષે 'તેલ અવીવ યુનિવર્સિટી' ના સ્ટુડન્ટના પૂર્વાવલોકન માટે ખોલવામાં આવે છે. જ્યાં જઇને યુનિવર્સિટીના લોકો ઇઝરાયલના રાષ્ટ્રીય પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહને જુએ છે અને તેમને જાણવાનો પ્રયત્ન કરે છે.


  જીવ અને વનસ્પતિઓ આ મ્યૂઝિયમમાં 5.5 મિલિયન કરતાં વધારે જીવ અને વનસ્પતિઓને સંગ્રહ કરીને મૂકવામાં આવ્યા છે. આ મ્યુઝિયમમાં ઈઝરાઈલ અને મધ્ય પૂર્વની વિવિધતાની કહાનીઓ વિશે જણાવવામાં આવ્યુ છે.


  વિવિધ પ્રજાતિઓના પક્ષીઓ આ મ્યૂઝિયમમાં એવી પ્રજાતિઓનો સંગ્રહ છે જે મધ્ય પૂર્વમાં લૂપ્ત થઇ ગઇ છે, જેમાં 1916 નું છેલ્લું રીછ, 1911નો એશિયાઇ ચીત્તો, તનિનિમ નદી અને હિંસક પક્ષીમાં અંતિમ મગરનો સમાવેશ થાય છે.


  ધ ગ્રેટ બર્ડ માઇગ્રેશન ઇઝરાયેલના માધ્યમથી આફ્રિકા, યુરોપ અને એશિયા વચ્ચે 500 મિલિયન પક્ષીઓ મુસાફરી કરે છે. "ધ ગ્રેટ બર્ડ માઇગ્રેશન" પ્રદર્શનમાં 65 પ્રજાતિઓને પ્રવેશના પ્રદર્શનના રૂપમાં લટકાવવામાં આવ્યા છે.


  અર્ન્સ્ટ જોહાન શ્મિટ્ઝ આ મ્યૂઝિયમમાં વિવિધતાની દૂલર્ભ વસ્તુઓનો સમાવેશ થાય છે , જે જર્મન પુજારી અને પ્રાણીવિજ્ઞાની અર્ન્સ્ટ જહોન શ્મિડ્ઝ દ્વારા એકઠી કરવામાં આવી છે, જેઓએ ઇઝરાયેલમાં વિવિધતા ઉપર અધ્યયન કર્યુ અને 100 વર્ષથી આ ક્ષેત્રમાં પર્યાવરણને દસ્તાવેજ કર્યું છે.
  Published by:Bhoomi Koyani
  First published: