પત્ની પ્રસૂતિ પીડાથી પીડાઇ રહી હતીને પતિએ કરી આવી વિચિત્ર માંગણી

 • Share this:
  માતા બનવું એ દરેક સ્ત્રીના જિંદગીની સૌથી મોટી ખુશી હોય છે, પરંતુ તેની સાથે બાળકને જન્મ આપવો ખૂબ જ મુશ્કેલ છે. બાળકને જન્મ આપ્યા બાદ માતાનો બીજો જન્મથાય છે, કારણકે બાળકને જન્મ આપવાની પ્રક્રિયા ખૂબ પીડાદાયક હોય છે.

  આવા કિસ્સામાં, લેબર પેન થવા પર મહિલાને જેટલુ સારું અને સ્વચ્છ વાતાવરણ મળશે. એટલુ તેના અને તેમના બાળક માટે વધુ સારું રહેશે, પરંતુ ઘણા લોકો આ વસ્તુને બિલકુલ સમજી સકતા નથી.

  ત્યા તેમની ઇચ્છાઓના કારણે ગર્ભવતી મહિલાને તે બધુ જ કરવા દબાણ કરે છે જે તે કરવા નથી માંગતી. ચાલો આપણે જાણીએ આવુ એક વિચિત્ર દબાણ ગર્ભવતી સ્ત્રીને કરવામાં આવ્યુ હતુ.

  ઇસાબેલા લાગુના નામની એક મહિલા ગર્ભવતી છે અને તે જોડિયા બાળકોની માતા બનવાની છે. આવા કિસ્સામાં, ઇસાબેલાનો પતિ ઇચ્છે છે કે ઇસાબેલાની ડિલીવરી દરમિયાન, ડિલીવરી રૂમમાં તેમના માતા-પિતાએ તેમની સાથે રહે.

  પરંતુ ઇસાબેલાની ઇચ્છા ન હતી કે તેની ડિલીવરી દરમિયાન તેમના સાસુ-સસરા ડિલીવરી રૂમમાં રહે. ઇસાબેલાનો હસબન્ડ તેને દબાણ કરી રહ્યો હતો કે ડિલીવરી રુમમાં તેમના માતા-પિતાને લઇને જાય. આવા કિસ્સામાં, ઇસાબેલાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને પૂછ્યુ કે તેને શું કરવું જોઈએ.
  Published by:Bhoomi Koyani
  First published: