Home /News /eye-catcher /

શું પયગમ્બર મોહમ્મદની વંશજ છે બ્રિટનની મહારાણી એલિઝાબેથ-II?

શું પયગમ્બર મોહમ્મદની વંશજ છે બ્રિટનની મહારાણી એલિઝાબેથ-II?

મહારાણી એલિઝાબેથ-2ની બ્લડલાઇન 14મી સદીનાં અર્લ ઓફ કેંબ્રિજની છે. આ બ્લડલાઇન મધઅયકાલીન  મુસ્લિમ સ્પેનથી લઇ પેગંબરની દીકરી ફાતિમા સુધી જાય છે

મહારાણી એલિઝાબેથ-2ની બ્લડલાઇન 14મી સદીનાં અર્લ ઓફ કેંબ્રિજની છે. આ બ્લડલાઇન મધઅયકાલીન  મુસ્લિમ સ્પેનથી લઇ પેગંબરની દીકરી ફાતિમા સુધી જાય છે

    લંડન:શું બ્રિટનની મહારાણી એલિઝાબેથ-II ઇસ્લામ ધ્મનાં સંસ્થાપક પયગમ્બર મોહમ્મદ સાહેબની વંશજ છે? ઇતિહાસકારોએ 43 પેઢીની સ્ટડી કર્યા બાદ આ દાવો કર્યો છે. આ પહેલા શાહી પરિવાર પર સ્ટડી કરનારી અધિકૃત સંસ્થા 'બકર્સ પીરગે'એ વર્ષ 1986માં આ પ્રકારનો દાવો કર્યો હતો. 'બકર્સ પીરગે'એ પણ ક્વિન એલિઝાબેથ-2ને પયગમ્બર સાહેબનાં વંશજ કહ્યાં હતાં.

    મોરક્કોનાં ન્યૂઝપેપરમાં આવેલી રિપોર્ટમાં ઇતિહાસકારોએ દાવો કર્યો છે કે, આ ઉપરાંત પ્રખ્યાત ન્યૂઝ પેપર 'ડેઇલી મેલ' અને 'બ્રિટિશ ડેઇલી'એ પણ આ રિપોર્ટ પબ્લિશ કરી છે. ઇતિહાસકારોનાં જણાવ્યા મુજબ, રિસર્ચ અને સ્ટડીઝનાં પરિણામોથી લાગે છે કે મહારાણી એલિઝાબેથ-2ની બ્લડલાઇન 14મી સદીનાં અર્લ ઓફ કેંબ્રિજની છે. આ બ્લડલાઇન મધઅયકાલીન મુસ્લિમ સ્પેનથી લઇ પયગમ્બરની દીકરી ફાતિમા સુધા જાય છે.

    ઇજિપ્તનાં ગ્રેન્ડ મુફ્તીએ કરી હતી પુષ્ટિ
    તમામ વિવાદની વચ્ચે ઇતિહાસકારે આ દાવાનું સમર્થન કર્યુ છે તેમનું માનવું છે કે વંશાવલી (genealogical) રેકોર્ડમાં આ વાતનો ઉલ્લેખ થયો છે. ઇજિપ્તની ગ્રેન્ડ મુફ્તી રહેલા અલી ગોમાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.

    મોરક્કોનાં અખબરામાં પ્રકાશિત પેગંબર મોહમ્મદનું ફેમિલી ટ્રી




    શાહી પરિવારની સુરક્ષા વધારવા માટે માર્ગરેટ થેચરે લખ્યો લેટર
    શાહી પરિવાર પર સ્ટડી કરનારી અધિકારીક સંસ્થા 'બર્ક્સ પીરગે'નાં પબ્લિશિંગ ડિરેક્ટરે 1986માં આ મામલે બ્રિટનની તત્કાલીન પ્રધાનમંત્રી માર્ગરેટ થેચરને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે શાહી પરિવારની સુરક્ષા વધારવાની ગુજારીશ કરી હતી.

    ચિઠ્ઠીમાં લખ્યુ હતું કે,'શાહી પરિવારનાં સંબંધ પયગમ્બર મોહમ્મદથી છે. આ કારણે શાહી પરિવારનાં સભ્યોની સુરક્ષા મુસ્લિમ આતંકવાદીઓથી હમેશા માટે ન થઇ શકે. પણ હાલમાં તેમની સુરક્ષા વધારવાની જરૂર છે.'

    શું છે એલિઝાબેથ અને મુસ્લિમ શહઝાદી ઝાયદાનું કનેક્શન?
    'બર્ક્સ પીરગે'નાં અભ્યાસનાં આધારે ક્વીન એલિઝાબેથ-2 મુસ્લિમ શહઝાદી ઝાયદાની વંશજ છે. જેમણે 11મી સદીમાં તેમનું ઘર છોડી દીધુ હતું અને બાદમાં ઇસાઇ ધર્મ અપનાવી લીધો હતો. ઝાયદા સેવિલેનાં રાજા અલ-મુતામિદ ઇબ્ન અબ્બાદની ચોથી પત્ની હતી. તેમનાં દીકરાનું નામ સૈંશો હતું. જેમણે 11મી સદીમાં અર્લ ઓફ કેમ્બ્રિજ પરિવારમાં લગ્ન કર્યા હતાં.

    જોકે, ઇતિહાસાકર ઝાયદા અંગે એકમત નથી. કેટલાંક ઇતિહાસકારનો દાવો છે કે તે પેંગબરનાં વંશજ અને હમેશાં નશામાં રહેનારા ખલીફની દીકરી હતી. તો કેટાલંક ઇતિહાકારોનું કહેવું છે કે, ઝાયદાએ ખલીફનાં પરિવારમાં લગ્ન કર્યા હતાં.

    બ્રિટિશ મહારાણીની બલ્ડ લાઇનમાં મોહમ્મદનું લોહી દોડે છે. આવા દાવા સામે આવ્યા બાદ શાહી પરિવારનાં જાણકારો પાસેથી પ્રતિક્રિયા મળી છે. તો અત્યાર સુધીમાં બકિંઘમ પેલેસ તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી.
    Published by:Margi Pandya
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन