પૃથ્વી પર આવ્યા એલિયન? આયર્લેન્ડના ચાર પાયલટે UFO જોયાનો કર્યો દાવો

News18 Gujarati
Updated: November 14, 2018, 11:18 AM IST
પૃથ્વી પર આવ્યા એલિયન? આયર્લેન્ડના ચાર પાયલટે UFO જોયાનો કર્યો દાવો
પ્રતિકાત્મક તસવીર

પોતાની ધરતી પર એલિયન ફરી રહ્યા હોવાનું જાણીને આયર્લેન્ડના લોકો ખૂબ જ ઉત્સાહિત.

  • Share this:
આયર્લેન્ડમાં ચાર પાયલટે આકશમાં UFO (અનઆઇડેન્ટિફાઇટ ફ્લાઇંગ ઓબ્જેક્ટ) જોયાનો દાવો કર્યો છે. પાયલટ્સે એર ટ્રાફિક કંટ્રોલને જણાવ્યું કે, તેમણે આકાશમાં ખૂબ જ ઝડપથી ઉડતી અને ખૂબ પ્રકાશિત હોય તેવી કોઈ વસ્તુ જોઈ હતી.

સીએનએનએ જણાવ્યું કે, કોઈ પણ પાયલટ આકાશમાં ઉડી રહેલી આ વસ્તુને ઓળખી શક્યો ન હતો. સીએનએનના જણાવ્યા પ્રમાણે પાયલટ્સે કહ્યુ કે, "આ વસ્તુ અમારી ડાબુ બાજુએથી આવી હતી અને અચાનક ઉત્તર ધ્રુવ તરફ જતી રહી હતી. અમે એક ખૂબ જ પ્રકાશિત વસ્તુ જોઈ હતી જે વીજળીને ઝડપે ગાયબ થઈ ગઈ હતી. અમે ચોંકી ગયા હતા."

એક પાયલટે સીએનએનને જણાવ્યું કે, યુએફઓની ઝડપ મેક 2.5 એરક્રાફ્ટ જેટલી હતી. કોમર્શિયલ જેટલાઇનર્સ આશરે 430 માઇલ પ્રતિ કલાક અથવા 0.64 મેકની ઝડપથી ઉડે છે. યુએસ એરફોર્સનું મુખ્ય ફાઇટર એફ-18 મેક 2.5ની ઝડપે ઉડી શકે છે.

એક તરફ પાયલટ્સની આવી વાત પછી આ વાત એક કોયડો બની છે ત્યારે બીજી તરફ આયર્લેન્ડના લોકો ખૂબ જ ઉત્સાહિત છે. તેઓ એ વાતને લઈને રોમાંચિત છે કે તેમની જમીન પર એલિયન યાત્રા કરી રહ્યા છે.

જોકે, પાયલટ્સમાંથી એકએ એવું પણ અનુમાન લગાવ્યું છે કે આ પદાર્થ આકાશમાંથી નીચે પડેલી કોઈ ઉલ્કા પણ હોઈ શકે છે. એક વિમાન નિષ્ણાતે પણ આયર્લેન્ડના મીડિયા સાથે વાતચીત કરતા આ પદાર્શ ઉલ્કાપિંડ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

આયર્લેન્ડ એવિએશન ઓથોરિટીના એક પ્રવક્તાએ સીએનએન સાથે વાત કરતા કહ્યુ કે, અમે નવમી નવેમ્બરના રોજ બનેલી ઘટના અંગે નોંધ કરી છે. આ ઘટના અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે.
First published: November 14, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading