ખૂબ જ ઓછા રૂપિયામાં દરિયાની મુસાફરી, જિંદગીભર યાદ રહી જશે આ અનુભવ

irctc tour package

તમારા પ્રવાસને જિંદગીભર યાદગાર બનાવવા IRCTC લાવ્યું છે ધમાકેદાર પેકેજ. જી હા અમે લક્ઝરી ક્રૂઝ ઘ્વારા દરિયાની મુસાફરીની વાત કરી રહ્યા છીયે.

  • Share this:
કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન લોકો ઘરે રહીને કંટાળી ગયા છે. હવે ધીમે ધીમે બધું અનલોક તરફ આગળ વધી રહ્યું છે. શું તમે પણ ઘરે રહીને કંટાળી ગયા છો? શું તમે પણ બહાર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો તમારા પ્રવાસને જિંદગીભર યાદગાર બનાવવા IRCTC લાવ્યું છે ધમાકેદાર પેકેજ. જી હા અમે લક્ઝરી ક્રૂઝ ઘ્વારા દરિયાની મુસાફરીની વાત કરી રહ્યા છીયે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ભારતનું પ્રથમ સ્વદેશી ક્રૂઝ લાઇનર (Cordelia Cruises) લોન્ચ કરવા જઈ રહ્યું છે. IRCTC એ એક નિવેદનમાં કહ્યું છે કે તેણે આ ક્રુઝ લાઇનર સેવા માટે કોર્ડેલિયા ક્રુઝ સાથે કરાર કર્યો છે.

કોર્ડેલિયા ક્રુઝનું સંચાલન M/s Waterways Leisure Tourism Pvt. Ltd કરે છે. આ કરાર હેઠળ કોર્ડેલિયા ક્રૂઝ ભારતમાં આ પ્રથમ સ્વદેશી લક્ઝરી ક્રૂઝ લાઇનને પ્રમોટ અને માર્કેટિંગ કરશે.

પેકેજ વિગત

ક્રુઝ સફરની વાત કરીએ તો, તેનો સમયગાળો 5 રાત અને 6 દિવસનો છે. તેના ઉપડવાની તારીખ 20 સપ્ટેમ્બર છે. તેના પેકેજની પ્રારંભિકની કિંમત 23,467 રૂપિયા છે. મુંબઈથી આ ક્રૂઝમાં બેસીને તમે દક્ષિણ ભારતમાં બે પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકો છો.

- તેમાંથી પ્રથમ પ્રવાસ સ્થળ કેરળ ડિલાઇટ છે. જેનો સમયગાળો 2 રાત અને 3 દિવસનો છે. તેની પ્રસ્થાન તારીખ 20 સપ્ટેમ્બર છે. આ પેકેજ 19,898 રૂપિયાથી શરૂ થાય છે.

- અન્ય રૂટની વાત કરીએ તો, Sundowner થી Goa રૂટનો સમયગાળો 2 રાત અને 3 દિવસનો છે. તેની ઉપડવાની તારીખ 25 સપ્ટેમ્બર છે. આ પેકેજની શરૂઆત 23,467 રૂપિયાથી થાય છે.

- લક્ષદ્વીપ જનારી ક્રૂઝનો સમયગાળો 5 રાત અને 6 દિવસનો છે. મુસાફરીની તારીખ 27 સપ્ટેમ્બર છે. આ પેકેજની શરૂઆત 49,745 રૂપિયાથી થાય છે.

કેરળ માટેનું ખાસ પેકેજ

18 ઓક્ટોબરથી IRCTC કેરળ માટે ખાસ પેકેજ શરૂ કરી રહ્યું છે. આ IRCTC ના પેકેજનું નામ કેરળ ડિલાઇટ ક્રૂઝ ટૂર છે. આ ટૂર પેકેજ 5 રાત અને 6 દિવસ માટે છે. એટલે કે, તમને 6 દિવસ સુધી દરિયાની વચ્ચે રહેવાની તક મળશે. આ પ્રવાસ હેઠળ તમને કોચીન કિલ્લો, કેરળ બીચ, મુન્નાર વગેરે જેવા સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. આ સિવાય તમે કોર્ડેલિયા ક્રૂઝ (Cordelia Cruise) પર મનોરંજનના તમામ સાધનોનો પણ આનંદ માણી શકશો.

IRCTC દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જો તમે પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હોવ તો તે ખુબ જ સસ્તું પડશે. આ પેકેજ હેઠળ જો બે વ્યક્તિ સાથે જાય તો વ્યક્તિ દીઠ 53,010 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે ત્રણ વ્યક્તિ સાથે હોય તો 50,700 રૂપિયા વ્યક્તિ દીઠ ખર્ચવા પડશે.

આ રીતે કરો બુકિંગ

- સૌ પ્રથમ તમે www.irctctourism.com વેબસાઈટની મુલાકાત લો.
- આ પછી હોમ પેજ પર 'ક્રૂઝ' પર ક્લિક કરો.
- સ્થાન, ઉપડવાની તારીખ અને ઉપડવાનો સમય પસંદ કરો.
- અહીં તમે મુસાફરી અને ભાડા સાથે ક્રુઝની વિગતો જોવા મળશે.
- શેડ્યૂલ જોવા માટે Itinerary Details પર ક્લિક કરો.

તમામ કોરોના પ્રોટોકોલનું ધ્યાન રાખવામાં આવ્યું છે

ઉલ્લેખનીય છે કે, કોવિડ -19 ના પ્રોટોકોલ મુજબ ક્રુઝ લાઈનના તમામ ક્રૂ મેમ્બર્સનું સંપૂર્ણ રસીકારણ કરવામાં આવ્યું છે. ક્રૂઝના મેમ્બર્સની દરરોજ આરોગ્ય તપાસ થાય છે અને દર કલાકે ક્રુઝ પર ઉપલબ્ધ અન્ય સુવિધાઓમાં વપરાતી વસ્તુઓને સેનિટાઇઝ કરવામાં આવે છે. ક્રૂઝ પર એર ફિલ્ટરેશનની પણ વ્યવસ્થા છે.
First published: