ચાલુ કારમાંથી પડ્યું બાળક, સામેથી આવતી હતી બસ...સર્તક કરતો Video

અકસ્માતની તસવીર

રોડ સેફ્ટીને લઇને સભાન થવું જરૂરી છે. રાખો આ વાતનું ધ્યાન

 • Share this:
  કાર ચલાવતી વખતે ગાડીના ગેટ સરખી રીતે બંધ રાખવા કેટલા જરૂરી છે તે વાત તમને આ વીડિયો જોઇને ચોક્કસથી સમજાઇ જશે. તેમાં પણ જો તમારા નાના બાળકો હોય તો ખાસ આ વીડિયો જુઓ. અને ચાઇલ્ડ લોકો અને બાળકોની સેફ્ટી વિષે ખાસ વિચારો. આ વીડિયો આઇપીએસ ઓફિસરે (IPS Officer) સોશિયલ મીડિયા (Social Media) પર વીડિયો શેર કર્યો છે. જેમાં એક વ્યક્તિ ઝડપથી વળાંક પર ગાડી ચલાવી રહ્યો છે. અને વળાંક પર જ ગાડીનો દરવાજો અચાનક ખૂલી જાય છે અને બાળક નીચે પડી જાય છે.બાળક રસ્તા પર ઊભો થાય ને ગાડી રોકાઇને તેને કોઇ મદદ કરવા આવે તે પહેલા જ ચારે બાજુ બસ, રીક્ષા જેવા વહાનો તેની તરફ આવવા લાગે છે. પણ વળાંક હોવાથી અને વહાન ચલાવનાર ડ્રાઇવરોની સર્તકાથી આ તમામ લોકો બ્રેક મારે છે. અને બાળક બસ, રીક્ષા અને પાછળથી આવતી બીજી બસથી આબાદ બચી જાય છે.

  અને એટલામાં જ કાર ચાલક ગાડીથી નીકળી બાળકને બચાવી લે છે. આસપાસથી એક બે બીજા લોકો પણ બાળકને બચાવવા દોડી આવે છે. જો કે સીસીટીવીમાં આ ઘટના કેદ થઇ જાય છે. જે જોનો વીડિયો જોઇને તમે પણ અચરજમાં મુકાઇ જશો કે બાળક કેટ કેટલી જગ્યાએથી આબાદ વચી જાય છે. પણ આવું થતું જ નહીં તો કાર ચાલક ચાઇલ્ડ લોક અને ચાઇલ્ડ સીટ જેવા જરૂરી કેમ પહેલીવારમાં કરી લેત. તમે જ્યારે પણ બાળકો સાથે કે ગાડી ચલાવો છો કારના તમામ ગેટ બંધ છે, ચાઇલ્ડ લોક ઓન છે કે નહીં ખાસ ચકાસો. આ રોડ સ્ફેટી તમારા ભવિષ્ય માટે સારી છે.  આ વીડિયોને સૌથી પહેલા 26 ડિસેમ્બરે યૂટ્યૂબ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે આ વીડિયો કેરળનો છએ. આ વીડિયોને ખાલી ટ્વિટર પર જ અત્યાર સુધીમાં લગભગ 8 હજાર વાર જોવામાં આવ્યો છે. લોકો પણ આ વીડિયોને જોઇને અચરજમાં મુકાઇ ગયા છે. આ વીડિયોને ટ્વિટર પર પકંજ નૈન આઇપીએસ ઓફિસર મૂક્યો છે. જે પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રોડ સેફ્ટીને લઇને સભાન થવાની વાત ઉચ્ચારી છે.
  Published by:Chaitali Shukla
  First published: