Science News: જર્મની (Germany)માં વૈજ્ઞાનિકો (Scientists)એ લેબમાં કૃત્રિમ માનવ મગજ (Artificial Brain) બનાવ્યું છે. આ મગજ પાસે આંખો પણ છે. જોકે આંખો સંપૂર્ણ વિકસિત નથી. આ મિની બ્રેન (Mini Brain) માનવ સ્ટેમ સેલમાંથી વિકસાવવામાં આવ્યું છે. તે જર્મનીના ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમન જિનેટિક્સ (Institute of Human Genetics)ના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 5 અઠવાડિયાના ગર્ભની જેમ જ આ મીની બ્રેનમાં આંખો વિકસી છે. ભવિષ્યમાં આમાંથી ઘણી નવી વસ્તુઓ બહાર આવશે જે ઘણા રોગોની સારવારમાં મદદ કરશે.
મીની બ્રેન (Mini Brain) 3 મીમી પહોળું છે. તેમાં હાજર આંખો (Eyes) કોર્નિયા, લેન્સ અને રેટિના ધરાવે છે, જેની મદદથી તે પ્રકાશને જોઈ શકે છે. આ આંખો ન્યુરોન અને નર્વ ચેતાકોષોની મદદથી બ્રેન સાથે કમ્યુનિકેટ કરી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, લેબમાં તૈયાર થયેલ આ રેટિના ભવિષ્યમાં તે લોકો માટે ઉપયોગી થશે જે વસ્તુઓ જોઈ શકતા નથી.
જર્નલ સેલ સ્ટેમમાં પ્રકાશિત સંશોધન મુજબ, જ્યારે આ આંખો પર પ્રકાશના કિરણો ફેંકવામાં આવ્યા હતા, ત્યારે તેના સંકેતો મગજ (Brain) સુધી પહોંચ્યા હતા. આ સાબિત કરે છે કે આંખો જે જોઈ રહી છે, તે મગજ સુધી પહોંચી રહી છે.
ઉલ્લેખનીય છે કે, લેબમાં વિકસિત મગજમાં આવું પ્રથમ વખત જોવા મળ્યું છે.
આ અંગે સંશોધક ગોપાલકૃષ્ણને કહ્યું કે, મીની બ્રેનની મદદથી જાણી શકાશે કે ગર્ભના વિકાસ દરમિયાન જન્મજાત રેટિના સાથે જોડાયેલા ડિસઓર્ડરમાં રેતીના પર ખાસ પ્રકારની દવાઓનું ટેસ્ટિંગ કરવા પર આંખ અને મસ્તિષ્ક વચ્ચે કેવો તાલમેલ રહે છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, 60 દિવસમાં લગભગ 314 આવા મીની બ્રેન તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાંથી ત્રીજા ભાગના મીની બ્રેન સંપૂર્ણપણે વિકસિત હતા. તેઓ દેખાવમાં માનવ ભ્રૂણ જેવા હતા. તેઓ લાંબા સમય સુધી બ્લડ સપ્લાય ન મળવા પર નહોતા ટકી શક્યા. બ્લડ સપ્લાય ન થવા પર તેઓ અઢી મહિનામાં જ મૃત થઇ ગયા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર