woman story: પાણી માથાં ઉપર ત્યારે નીકળ્યું જ્યારે એ વ્યક્તિએ મહિલા દ્વારા બનાવવામાં આવેલા ભોજનના વખાણ કરવાના બદલે તેની ખામીઓ કાઢવાનું શરું કર્યું હતું. તેને મેસેજ કરીને કુકિંગ સ્કિલ્સ સુધારવાની નવી નવી રીતો મોકલવા લાગ્યો હતો.
કોઈ વ્યક્તિ જો દુઃખી હોય તો બાકીના લોકો તેની મદદ કરવી એ પોતાની જવાબદારી સમજે છે. આવું જ કંઈ વિચારીને એક મહિલાએ પોતાના પતિના મિત્રની પત્નીનું કેન્સરના (Wife's cancer died) કારણે મૃત્યું થયું તો તેને રસોઈ બનાવીને જમવાનું મોકલવાનો નિર્ણય કર્યો હતો. સોશિયલ મીડિયા સાઈટ રેડિટ (Social Media site Reddit) ઉપર મહિલાએ પોતાની કહાની લોકો સાથે શેર કરતા લખ્યું હતં કે પોતાના પતિના મિત્રના ખરાબ સમયમાં સાથ આપતા તે જમવાનું બનાવીને (food for husband friend) મોકલવા લાગી હતી.
મહિલાના પ્રમાણે પાણી માથાં ઉપર ત્યારે નીકળ્યું જ્યારે એ વ્યક્તિએ મહિલા દ્વારા બનાવવામાં આવેલા ભોજનના વખાણ કરવાના બદલે તેની ખામીઓ કાઢવાનું શરું કર્યું હતું. તેને મેસેજ કરીને કુકિંગ સ્કિલ્સ સુધારવાની નવી નવી રીતો મોકલવા લાગ્યો હતો.
મહેમાનો માટે જમવાનું બનાવવા માટે પણ કરતો હતો મેસેજ વાત આટલાથી ખતમ ન થઈ એ વ્યક્તિ મહિલાને મેસેજ કરીને પોતાનું જમવાનું બનાવવા માટે તો કહેતો હતો પરંતુ સાથે સાથે ડિનર પાર્ટી ઉપર બોલાવેલા મહેમાનો માટે પણ જમવાનુ બનાવવાનું કહેતો હતો. ત્યારબાદ મહિલાએ તેને રિપ્લાય આપવાનું બંધ કરી દીધું હતું. બીજીવાર એ વ્યક્તિએ મહિલાને જમવાનું બનાવવા માટે કહ્યું તો મહિલાએ ચોખ્ખી ના પાડી દીધી હતી.
પતિએ કહ્યું મિત્રની માફી માંગ મહિલાએ વધુમાં લખ્યું હતું કે, જ્યારે આખી ઘટનાની જાણકારી મહિલાના પતિને થઈ તો તેણે દોસ્તની માફી માંગીને બધું સરખું કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ મહિલાએ કહ્યું કે એ આવું બિલકુલ પણ નહીં કરે. અને તેના દોસ્ત માટે જમવાનું પણ નહી બનાવે.
" isDesktop="true" id="1109236" >
તેણે વધુમાં જણાવ્યું કે ત્યારબાદ તેના પતિએ તેને કહ્યું કે તે ઓવરરિયેક્ટ કરી રહી છે. એક દુઃખી વ્યક્તિના મુશ્કેલ સમયમાં મદદ ન કરીને અસંવેદનાશીલ વર્તન કરી રહી છે. જોકે આ પોસ્ટ ઉપર હજારો લોકે પોતાની સલાહ આપી હતી. અને લખ્યું કે તમારો પતિ પોતાના દોસ્ત માટે જમવાનું બનાવવા માંગતો હોય તો તે જાતે પણ બનાવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર