Home /News /eye-catcher /New York Historical Suicide: 86મા માળેથી મહિલાએ લગાવી મોતની છલાંગ, તો પણ મરી નહીં! દુનિયાની સૌથી ચર્ચિત આત્મહત્યા

New York Historical Suicide: 86મા માળેથી મહિલાએ લગાવી મોતની છલાંગ, તો પણ મરી નહીં! દુનિયાની સૌથી ચર્ચિત આત્મહત્યા

પ્રતીકાત્મક ફોટો

New York Historical Suicide: અમેરિકા (US)ની મહિલાએ પોતાનો જીવ લેવા માટે 86મા માળેથી ઝંપલાવ્યું, પણ તેનું નસીબ એવું કે તે બચી ગઈ. આ ઇતિહાસની સૌથી ચર્ચિત આત્મહત્યા (Well Known suicide incidents)ની ઘટના રહી છે. તમે પણ આ રસપ્રદ આત્મહત્યા વિશે જાણીને હસી પડશો.

વધુ જુઓ ...
Ajab Gajab: દુનિયામાં ઘણાં એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં વ્યક્તિ આત્મહત્યા (suicide) કરવાનો પ્રયત્ન કરે પણ બચી જાય. પરંતુ અમેરિકા (United States News)માં એક મહિલાની આત્મહત્યાના કેસમાં તો ખરેખર ચમત્કારિક બચાવ થયો છે. મહિલાએ પોતાનો જીવ લેવા માટે 86મા માળેથી ઝંપલાવ્યું, પણ તેનું નસીબ એવું કે તે બચી ગઈ. આ ઇતિહાસની સૌથી ચર્ચિત આત્મહત્યા (Well Known suicide incidents)ની ઘટના રહી છે. તમે પણ આ રસપ્રદ આત્મહત્યા વિશે જાણીને હસી પડશો.

જિંદગીથી હારીને મોતને અપનાવવાનો નિર્ણય લેનારાની આ ઈચ્છા ત્યાં સુધી પૂરી નથી થઈ શકતી, જ્યાં સુધી ખુદ નિયતિ આવું ન ઈચ્છે. અમેરિકાની 29 વર્ષની મહિલા એલ્વિટા એડમ્સ (Elvita Adams)ની કહાણી સાંભળીને તમે પણ આ વાત માનવા મજબૂર થઈ જશો. નહિંતર 1000 ફૂટની ઊંચાઈએથી કૂદકો માર્યા બાદ કોણ બચે?

જિંદગીથી કંટાળીને કર્યું સુસાઇડ

આત્મહત્યાની આ ચર્ચિત (Most Talked Suicide) ઘટના આજની નથી, પણ તે 1979માં 2 ડિસેમ્બરે બની હતી. અમેરિકાની ડ્રીમ સિટી ન્યૂયોર્ક (New York Historical Suicide)માં સ્ટ્રગલ કરી રહેલી એલ્વિતા એડમ્સે પોતાની ખરાબ આર્થિક સ્થિતિને લીધે આત્મહત્યાનું પગલું લેવાનો નિર્ણય લીધો હતો. તેની નોકરી છૂટી ગઈ હતી અને ઘરનું ભાડું ચૂકવવાના પણ તેની પાસે પૈસા ન હતા. એવામાં ડિપ્રેશનમાં આવીને તેણે ન્યૂયોર્કની જાણીતી એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ (Empire State Building)ના 86મા માળેથી છલાંગ લગાવી. ત્યાંથી કૂદકો મારતા પહેલા તેણે વિચારી લીધું હતું કે આ તેની જિંદગીની અંતિમ ક્ષણ છે.

આ પણ વાંચો: 'દુનિયાની સૌથી કદરૂપી મહિલા' તરીકે ફેમસ થયેલી મહિલાની જીવની જાણી કહી ઉઠશો 'સૌથી સુંદર વ્યક્તિ'!

પછી જે થયું, એ ચમત્કાર હતો!

એલ્વિતાએ તો મૃત્યુને વહોરવા માટે ઝંપલાવી દીધું, પણ કુદરતે તેની આત્મહત્યા ઇતિહાસના પાને લખી નાખી. વાત એમ છે કે, એલ્વિતા કૂદી તો મરવા માટે હતી, પરંતુ અતિશય પવનને લીધે ફક્ત 20 મિનિટ નીચે આવ્યા બાદ તેનું શરીર હવાના પ્રેશરથી પાછું બિલ્ડિંગમાં જવા લાગ્યું. રસપ્રદ વાત એ છે કે તે ફક્ત 85મા માળ સુધી જ પહોંચી હતી, જ્યારે તે પાછી બિલ્ડિંગમાં પહોંચી. ઘટનામાં તે ઈજાગ્રસ્ત થઈ, પણ તેનું મૃત્યુ ન થયું. જ્યારે તેની આંખ ખૂલી તો તે ફક્ત દર્દ અનુભવતી હતી. આ જ કારણ છે કે જ્યારે વર્ષો બાદ પણ આત્મહત્યાનો ઉલ્લેખ થાય છે તો અમેરિકાનો આ કિસ્સો આપોઆપ યાદ આવી જાય છે.
First published:

Tags: Ajab Gajab, OMG News, Shocking news, Suicide case, Trending news, અજબગજબ