Home /News /eye-catcher /કલાકારની કમાલ, રામ રામ લખીને બનાવ્યું સ્કેચ પેઇન્ટિંગ, જોઈને જ થઈ જશો ભાવવિભોર

કલાકારની કમાલ, રામ રામ લખીને બનાવ્યું સ્કેચ પેઇન્ટિંગ, જોઈને જ થઈ જશો ભાવવિભોર

jay shree ram

Instagram ના એક વિડીયોમાં એક કલાકારનું અદભુત કામ નજરે પડી રહ્યું છે. વિડીયોમાં કલાકાર પોતાની અદભૂત કૌશલ્યના આધારે રામ દરબારની પેઇન્ટિંગ બનાવતી જોવા મળે છે. પેઇન્ટિંગ જોઈને તમે એક મિનિટ માટે ચોંકી જશો.

    Ram Ram Sketch Painting: સોશિયલ મીડિયા પર યુઝર્સઓના ખુબ જ ચઢિયાતા ભાવનાત્મક, રસપ્રદ અને રમુજી કન્ટેન્ટ જોવા મળે છે, જે તમને કલાકો સુધી વ્યસ્ત રાખે છે. આમાંના કેટલાક વિડીયો આપણો દિવસ બનાવી દે છે, તો કેટલાક હૃદયને સ્પર્શી જાય છે. હાલમાં જ એક એવો જ વિડીયો સામે આવ્યો છે, જે આ દિવસોમાં લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. આ વિડીયોમાં કલાકારનું આર્ટવર્ક જોઈને તમે પણ તેના ફેન થઈ જશો.

    કલાકારનું નામ ડોક્ટર શિવાની મંદા

    આ વિડીયોમાં એક મહિલા પોતાની પેઇન્ટિંગ પૂર્ણ કરવા માટે અનેક રંગીન સ્કેચ પેનનો ઉપયોગ કરતી જોવા મળે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કલાકાર ખૂબ જ ખાસ અંદાજમાં રામ દરબારનો સ્કેચ બનાવી રહી છે. વિડીયોમાં મહિલા અલગ-અલગ રંગની સ્કેચ પેનથી રામ-રામ લખીને આ પેઇન્ટિંગ પૂર્ણ કરી રહી છે. આ શાનદાર પેઈન્ટિંગ બનાવનાર કલાકારનું નામ ડોક્ટર શિવાની મંદા છે, જે જોધપુરની રહેવાસી છે. જણાવવામાં આવી રહ્યું છે કે શિવાની મંદાએ પેન્ટબ્રશ અને રંગીન પેન્સિલની મદદથી દેવનાગરી લિપિમાં 'રામ' શબ્દને એક લાખ અગિયાર વાર લખીને આ પેઇન્ટિંગ તૈયાર કરી છે.






    આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. આ વિડીયોને અત્યાર સુધીમાં 9.5 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. 1 મિલિયનથી વધુ લોકોએ આ વિડીયોને પસંદ કર્યો છે. વિડીયો જોયા બાદ લોકો કલાના વખાણ કરતા થાકતા નથી. આ સાથે અદ્ભુત પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

    આ પણ વાંચો: હાથ પરની આ રેખા પરથી નક્કી થાય છે લગ્નજીવનનું ભવિષ્ય, જાણો તમારા પાર્ટનર સાથે જામશે કે નહીં

    એક યુઝરે લખ્યું, 'શાનદાર કામ. તમારા મહાન કાર્યને સલામ. તે સરળ નથી. હું તમારી ધીરજની કદર કરું છું. અન્ય એક યુઝરે લખ્યું, 'ખૂબ જ સુંદર.

    ત્રીજા યુઝરે લખ્યું, 'કેટલી પ્રતિભા છે. ખુબ સુંદર.' અન્ય યુઝરે લખ્યું, 'વાહ, આ અદ્ભુત છે. એક યુઝરે કહ્યું, અદ્ભુત કલા છે. અને આ કલા ભાગ્યે જ જોવા મળે છે. લોકો શિવાની નંદાની આ અદભુત કલાને ખુબ જ બહોળા પ્રમાણમાં પસંદ કરી રહ્યા છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Ajab gajab news, Dharma, Lord Ram, Religion, અજબ ગજબ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन