ફેમસ ઇન્સ્ટાગ્રામ સ્ટારની નાનકડી ચૂકથી ગયો જીવ, ખતરનાક પર્વત પર ઝરણાં પાસે લેતી હતી Selfie

Photo-Instagram

6000 ફેન્સની સાથે તેની ડેરિંગ સેલ્ફી (Dangerous Selfie) શેર કરવાની ચાહતમાં એક ઇન્સ્ટાગ્રામ સ્ટાર (Instagram Star)એ જીવ ગુમાવ્યો છે. 32 વર્ષિય Sofia Cheung સાથે આ ઘટના સેલ્ફી લવર્સ (Selfie Lovers) માટે એક બોધ પાઠ છે.

 • Share this:
  6000 ફેન્સની સાથે તેની ડેરિંગ સેલ્ફી (Dangerous Selfie) શેર કરવાની ચાહતમાં એક ઇન્સ્ટાગ્રામ સ્ટાર (Instagram Star)એ જીવ ગુમાવ્યો છે. 32 વર્ષિય Sofia Cheung સાથે આ ઘટના સેલ્ફી લવર્સ (Selfie Lovers) માટે એક બોધ પાઠ છે.

  સોશિયલ મીડિયા (Social Media) પર શૉ ઓફ કરવાંનાં ચક્કરમાં ક્યારેક એવી ભૂલ થઇ જાય કે તેનાંથી જીવ જોખમમાં મુકાઇ જાય છે. હાલમાં એક સેલ્ફી લવરે તેની ફેન ફોલોઇંગ વધારવાં માટે એવી હરકત કરી નાંખી કે તેનો જીવ જ જતો રહ્યો. Instagram Star Sofia Cheungની એક નાનકડી ભૂલથી તેને જીવ ગુમાવ્યો છે. હાલમાં તેનાં સ્ટંટ નહીં પણ મોતનાં સમાચાર ચર્ચામાં છે.

  હોંગકોંગ (Hong Kong)નાં Tsing Daiમાં 32 વર્ષિય સોફિયા 16 ફૂટની ઉંચાઇથી સેલ્ફી લેવા ગઇ હતી જ્યાં તેનાંથી નાનકડી ચૂક થઇ ગઇ અને થોડા સમયમાં જ જે આઘાતજનક ઘટના બની તેનાંથી ત્યાં હાજર સૌ કોઇને કંપારી છૂટી ગઇ.

  3 મિત્રો સાથે સોફિયા Ha Pak Lai નામનાં નેચરપાર્કમાં દિવસ વિતાવવાં ગઇ હતી .જ્યાં સેલ્ફીની શોખીન સોફિયાનાં ઇન્સ્ટાગ્રામ પર ખુબ બધા ફોલોઅર્સ છે. તેણે તેનાં પેજ પર તેનાં શોખ તરીકે પણ હાઇકિંગ, કાયકિંગ, એક્સ્પલોરિંગ, ફોટોગ્રાફી અને બહાર ફરવું લખ્યું છે. એવામાં આ ઘટના પણ તેનાં શોખનો જ એક ભાગ બની ગઇ. તે ત્યાં નેચરપાર્કમાં પહોંચતા જ ઝરણાંની ઉપર પહોંચી ગઇ.. જ્યાં તેણે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ વચ્ચે તેની નાનકડી ચૂકથી તેનો પગ લપસ્યો અને તે 16 ફૂટની ઉંચાઇથી નીચે પડી ગઇ.

  મિત્રોએ તેમની આંખો સામે સોફિયાને નીચે પડતા જોઇ. તેમણએ ઇમર્જન્સી સર્વિસ પણ બોલાવી. જોકે, હવે પેરા મેડિકલ્સ તેને લઇ હોસ્પિટલ પહોંચી ગયા અને તેને ત્યાં હજાર ડોક્ટર્સને મૃત જાહેર કરી. તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેણે તેનાં બાયોમાં લખ્યું છે, - Life should be fun not dumb, પણ તેના મોતે દુનીયાને જણાવી દીધુ કે, કેવી રીતે એક નાનકડી ભૂલ તમારી સુંદર જીંદગી આપની પાસેથી છીનવી લે છે. આખરે ફોટોમાં તેનાં અકાઉન્ટમાં કૂલ 6,314 ફોલોઅર્સ છે. લોકો સોફિયા અંગે જાણીને ભાવૂક પણ થાય છે. નાનકડી ઊંમરમાં સોફિયા આ દુનીયામાંથી ચાલી ગઇ છે. સોફિયા સાથે બનેલી આ ઘટના સેલ્ફી લવર્સ માટે એક બોધ જેવું છે.
  Published by:Margi Pandya
  First published: