અતિ સુંદર હોવાથી નથી મળતી નોકરી, મહિલાનો દાવો- ઇન્ટરવ્યૂ દરમિયાન મને તાકી રહે છે લોકો

અતિ સુંદર હોવાથી નથી મળતી નોકરી, મહિલાનો દાવો

Instagram Model નો દાવો છે કે, તેની સુંદરતા (Model Doesn't get job)ને કારણે તેને નોકરી નથી મળતી. જ્યારે પણ તે નોકરી માટે જાય છે ઇન્ટરવ્યું (Interviewers Flustered by her look) લેનારા તેને તાકી રહે છે.

 • Share this:
  નોકરી ન મળવાનું કારણ ફક્ત આપની પાસે લાગવગ ન હોવી, ભ્રષ્ટાચારનાં આપ વિરોધી હોવા કે પછી વધુ એપ્લિકેશન અને ઓછી જગ્યા ન હોઇ શકે. અમેરિકાની એક મોડલને નોકરી ન મળવાનું કારણ જાણી આપ વિચારમાં પડી જશો. નોર્થ કેરોલિના (North Carolina)ની રહેવાસી એમી કુપ્સ (Amy Kupps)નું કહેવું છે કે, તે જ્યારે પણ જોબ ઇન્ટરવ્યૂ (Job Interview) આપવાં જાય છે ત સામે બેઠેલાં લોકો તેને તાકી રહે છે.

  32 વર્ષની એમી કુપ્સ (Amy Kupps)નો દાવો આપને વિચિત્ર લાગશે. પણ તેનું કહેવું છે કે, તે 9-5ની સામાન્ય નોકરી કરવાં ઇચ્છે છે. પણ તેની અપાર સુંદરતા અને બોલ્ડનેસ તેમાં અડચણ ઉભી કરે છે. જ્યાં પણ તે ઇન્ટરવ્યૂં આપવાં જાય છે ત્યાં પુરુષ ઇન્ટરવ્યૂઅર તેની સુંદરતાનો દિવાનો થઇ જાય છે અને તેને જોયા જ કરે છે.

  આ પણ વાંચો-મોત સામે જોઇ જોક્સ સંભળાવતો હતો અફઘાની કોમેડિયન, તાલિબાનીઓએ કાપી નાંખ્યું ગળુ

  North Carolinaની એમી કુપ્સ પહેલાં ઇતિહાસની શિક્ષિકા હતી. આ વચ્ચે તેની સાથએ કામ કરનારા ટીચર્સને તેનાં Only Fans Model હોવાની માહિતી મળી અને તેને આ નોકરી છોડવી પડી હતી. આ નોકરી છોડ્યાં બાદ તે જ્યાં પણ જોબ માટે ઇન્ટરવ્યૂ આપ્યાં પણ એમીનું કહેવું છે કે, તે એટલી બધી આકર્ષક છે કે તે જ્યાં પણ જાય છે તેને નોકરી મળતી નથી. તે ખુબજ કોન્ફિડન્ટ છે. જે ઇન્ટરવ્યૂઅર સહન નથી કરી શકતાં. એમીનું કહેવું છે કે, ગત કેટલાંક વર્ષોમાં રીટેલ વર્ક માટે અપ્લાય કર્યું હતું. પણ તેને નોકરી ન મળવાં પર માલૂમ થયું કે, તેની બોલ્ડનેસ જ તેની દુશ્મન બની ગઇ છે.  પુરુષોને સહન નથી થતી તેની સુંદરતા- એમીએ તેનાં જોબ ઇન્ટરવ્યૂમાં એક્સપીરિયન્સ શેર કરતાં કહ્યું કે, ટીચિંગ કરિઅરથી છુટ્યા બાદ તેણએ સ્ટોરમાં નોકરી કરવાં ટ્રાય કર્યો, કાર માર્કેટિંગ માટે ટ્રાય કર્યો અને હેલ્થ ઇશ્યોરન્સ સેક્ટરમાં પણ નોકરી કરી.

  આ પણ વાંચો-Pictures: 90 મિનિટ સુધી પાછળ પડ્યો ભુખ્યો દીપડો, શાહુડીએ હંફાવી દીધો

  આ જગ્યાઓ પર તેનાં એક્સપીરિયન્સ આશરે એક જેવો જ હતો. જ્યાં કોઇપણ પુરુષ ઇન્ટરવ્યૂઅર એમીને જોઇને નર્વસ થઇ જતા કે પછ તેને તાકતાં રહેતાં. હાલમાં એમી OnlyFan Model તરીકે તેની Bold Photo શેર કરીને ખાસા પૈસા કમાઇ લે છે.
  Published by:Margi Pandya
  First published: