ઇડલી કે આઇસક્રીમ? બેંગલુરુના રેસ્ટોરન્ટમાં આઇસ્ક્રીમ સ્ટિક પર પીરસાઇ રહી છે ઈડલી, લોકો અચંબિત

ઇડલીની તસવીર વાયરલ

Innovative food of Bengaluru: ટ્વિટર પર BrotherToGod નામના એક યૂઝરે આ અજીબ કોમ્બોની તસવીર શેર કરી છે.

  • Share this:
નવી દિલ્હી: આજકાલ ખાવાના શોખીનો માટે અનેક પ્રકારની ફૂડ આઇટમ (Food items) ઉપલબ્ધ છે. સમયની સાથે તેને પીરસવાની રીત પણ મોડર્ન બની રહી છે. તમે સોશિયલ મીડિયામાં અનેક એવા ફૂડ આઇટમ્સના ફોટાઓ જોયા હશે જેને સર્વ કરવાની રીતે (Serve food) તમને અચંબિત કર્યા હશે. ગ્રાહકોને આકર્ષવા આજકાલ આવા આઈડિયા ખૂબ ટ્રેન્ડમાં રહે છે. કારણે કે દરેક વ્યક્તિને કઈંક અલગ જોઈતું હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બેંગલુરુની એક રેસ્ટોરન્ટમાં ઇડલીને આઇસ્ક્રીમ સ્ટિક (Icecream Stick) પર બનાવી પીરસવામાં આવે છે.

પહેલી નજરે જોતા લાગશે આઇસ્ક્રીમ

પહેલી નજરે જોતા કોઇને પણ લાગશે કે તે ઈડલી નહીં પણ આઇસ્ક્રીમ છે. ટ્વિટર પર BrotherToGod નામના એક યૂઝરે આ અજીબ કોમ્બોની તસવીર શેર કરી છે. આ ફોટોમાં પ્લેટમાં ત્રણ ઇડલી છે, અને એક ઇડલી સાંભરમાં રાખેલી છે. આ સાથે જ સફેદ ચટણી પણ જોઇ શકાય છે. આ ફોટોમાં ઇડલીને આઇસ્ક્રીમ સ્ટિક પર રાખીને બનાવવામાં આવી છે.

અતરંગી સર્વિંગે ખેંચ્યુ લોકોનું ધ્યાન

સામાન્ય રીતે આપણે જે ઇડલી જોઇએ અને ખાઇએ છીએ તે ગોળાકાર હોય છે. પરંતુ રેસ્ટોરન્ટમાં પીરસાયેલી આ ઇડલી આઇસ્ક્રીમના આકારમાં બનાવવામાં આવી છે. પહેલી નજરે જોતા કોઇનો પણ મગજ ચક્કર ખાઇ જશે કે આ આઇસ્ક્રીમ અને સાંભર ચટણી છે. ઈડલી પીરસવાની આ અતરંગી રીતે સોશિયલ મીડિયામાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હાલ આ ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર અમુક લોકો આ વિચારને આવકારી રહ્યા છે, તો અમુક લોકો મજાક બનાવી રહ્યા છે.

વાયરલ થઈ હતી ફેન્ટા ઓમલેટ

ઓગસ્ટમાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ ફેન્ટા નાંખીને ઓમલેટ બનાવી રહ્યો હતો. સુરતના આ વાયરલ વીડિયોમાં ડિશને ફેન્ટા ઓમલેટ નામ અપાયું હતું. ઈન્ડિયા ઇટ મામાના લોગો સાથે વ્યક્તિ વિચિત્ર રીતે ફેન્ટા સાથે અલગ અલગ પ્રકારની ઇંડાની વાનગીઓ બનાવી રહ્યો હતો.અઢી મીનિટના આ વીડિયોમાં નેટિજન્સ અચંબિત થઈ ગયા હતા અને કૉમેન્ટ સેક્શનમાં આ ઘણા લોકોએ ગુસ્સો ઠાલવી રોષ પણ વ્યક્ત કર્યો હતો. આ વીડિયોને 1 લાખ વ્યૂઝ અને 2000 લાઈક્સ મળી હતી. જોકે, આ અતરંગી કોમ્બિનેશને લોકોને બે ક્ષણ માટે વિચારમાં મૂકી દીધા હતા.
Published by:Vinod Zankhaliya
First published: