Home /News /eye-catcher /

Viral: દુનિયાની પહેલી 'Infinity Train', ઈંધણ નહીં પૃથ્વીની શક્તિથી ચાલશે રેલ!

Viral: દુનિયાની પહેલી 'Infinity Train', ઈંધણ નહીં પૃથ્વીની શક્તિથી ચાલશે રેલ!

અનંત સમય માટે ઇંધણ વિના ચાલી શકે છે ઇન્ફિનિટી ટ્રેન

Train Can Recharge Itself: ઓસ્ટ્રેલિયામાં આવી ટ્રેન (Infinity Train) બનાવવામાં આવી રહી છે, જેમાં ડીઝલ, કોલસો કે અન્ય કોઇપણ ઇંધણનો ઉપયોગ કરવામાં આવશે નહીં અને ટ્રેન પૃથ્વીની ઉર્જાથી પોતાને ચાર્જ (Train Can Recharge with Gravity) કરી શકશે.

વધુ જુઓ ...
    કલ્પના કરો કે જો વાહનો કોઈપણ બળતણ વિના જાતે જ ચાર્જ થતા રહે તો તે કેટલું સારું હશે! હવે રસ્તા પર દોડતા વાહનો વિષે તો કહી શકાય તેમ નથી, પરંતુ આવી ટ્રેન (Train Can Recharge Itself) ચોક્કસ બનાવવામાં આવી રહી છે, જે કોઈપણ પરંપરાગત ઈંધણ (Infinity Train) વિના ચાલી શકે છે. આ માટે ન તો કોલસો કે ડીઝલની જરૂર પડશે પરંતુ ટ્રેન પૃથ્વીની શક્તિથી ચાલી શકશે એટલે કે ટ્રેન ગુરુત્વાકર્ષણ (Train Can Recharge with Gravity)થી રિચાર્જ કરી શકશે.

    આ ટ્રેન ઓસ્ટ્રેલિયાની એક માઈનિંગ કંપની બનાવી રહી છે. તે અનંત સમય માટે ઇંધણ વિના ચાલી શકે છે તે હકીકતને કારણે આ ટ્રેનને ઇન્ફિનિટી ટ્રેન કહેવામાં આવે છે. એક એડવાન્સ એન્જિનિયરિંગ ફર્મે પણ ટ્રેન બનાવવા માટે કામ શરૂ કરી દીધું છે. આ પ્રકારની ટ્રેનનો સૌથી મહત્વનો ફાયદો એ છે કે પ્રદૂષણનું સ્તર ઘટાડશે અને ટ્રેનના રિફ્યુઅલિંગની ઝંઝટ પણ સમાપ્ત થશે.

    ટ્રેન બળતણ વિના ચાલતી રહેશે
    ઑસ્ટ્રેલિયાના આ પ્રોજેક્ટ દ્વારા શૂન્ય ઉત્સર્જન થશે અને આયર્ન ઓછામાં ઓછા ખર્ચે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાશે. માઇનિંગ કંપની ફોર્ટેસ્ક્યુએ વિલિયમ્સ એડવાન્સ એન્જિનિયરિંગ ખરીદીને આ ટેક્નોલોજી પર કામ શરૂ કર્યું છે. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી વખતે જ ચાર્જ થશે અને આ એનર્જી તેની બેટરીમાં સેવ થશે. ટ્રેક પર દોડતી વખતે તેને ચાર્જ કરવામાં આવશે, તેથી તેની ઊર્જા ક્યારેય સમાપ્ત થશે નહીં. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તેની ઊર્જાનો આધાર હશે.



    આ પણ વાંચો: Viral: ખાધેલા સફરજન જેવો કેમ છે Apple કંપનીનો લોગો? નહિ જાણતા હોવ આ ખાસ કારણ

    સફરમાં કેવી રીતે થશે ચાર્જ?
    ટ્રેનના 244 કોચમાં 34,404 ટન આયર્ન ઓર ભરવામાં આવશે. આના કારણે ટ્રેન ભારે થઈ જશે અને જ્યારે ટ્રેન માલસામાન ખાલી કરીને પાછી ફરશે ત્યારે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા ચાર્જ કરવામાં આવશે. સામાન લોડ અને અનલોડ કર્યા પછી પણ ટ્રેન સરળતાથી ચાર્જ થઈ જશે.

    આ પણ વાંચો: Viral: ખાવાનું ખાતી વખતે રડવા લાગે છે માણસ! વિચિત્ર બિમારી વિષે જાીને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા

    ફોર્ટેસ્ક્યુના સીઈઓ એલિઝાબેથ ગેઈન્સ અનુસાર, ઈન્ફિનિટી ટ્રેન વિશ્વની શ્રેષ્ઠ, સૌથી શક્તિશાળી અને સક્ષમ ઇલેક્ટ્રિક ટ્રેન હશે. તેનાથી ડીઝલનો ઉપયોગ બંધ થઈ જશે. ઘણી આધુનિક કારમાં રિજનરેટિવ બ્રેકિંગ પણ હોય છે, જે બ્રેક મારતી વખતે ઘર્ષણમાંથી ઉર્જા ઉત્પન્ન કરે છે, આ જ ટેક્નોલોજીનો ઉપયોગ હવે ટ્રેનો માટે કરવામાં આવશે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: OMG News, Technology news, Trains, Viral news, અજબગજબ

    આગામી સમાચાર