જન્મતાંની સાથે જ બાળકે ડોકટરની પકડી આંગળી, તસવીર વાયરલ

News18 Gujarati
Updated: January 23, 2019, 3:50 PM IST
જન્મતાંની સાથે જ બાળકે ડોકટરની પકડી આંગળી, તસવીર વાયરલ
ડિલીવરી દરમિયાન ગર્ભમાંથી નીકળેલા બાળકે ડોકટરની પકડી આંગળી

ડિલીવરી દરમિયાન ગર્ભમાંથી નીકળેલા બાળકે ડોકટરની પકડી આંગળી

  • Share this:
મહિલાની ડિલીવરી દરમિયાન અનેકવાર આશ્ચર્યજનક ઘટનાઓ જોવા મળે છે, પરંતુ કૅલિફોર્નિયા, અમેરિકામાં કંઈક એવું બન્યું છે જે સમગ્ર વિશ્વમાં આશ્ચર્યજનક છે, માત્ર ડૉક્ટર જ નહીં પૂરી દુનિયાને આશ્રયચકિત કરી દીધા છે. કેલિફોર્નિયામાં એક મહિલાની સિઝરિયન ડિલિવરી થઈ રહી હતી, અને આ સમય દરમિયાન, ગર્ભાશયની બહાર આવતા બાળકે ડૉક્ટરની આંગળી પકડી હતી. આ જોઈને, માત્ર ડૉક્ટર જ નહીં, પરંતુ સમગ્ર સ્ટાફ આશ્ચર્ય પામ્યો હતો. આ છોકરીના પિતાએ આ ક્ષણને કૅમેરામાં કેદ કરી લીધી હતી, જે સમગ્ર વિશ્વમાં વાયરલ થઇ હતી.

આ કહાની અમેરિકાની ગ્લૈડેલ શહેરમાં રહેનારી રૈંડી અટકિંસ અને તેમની પત્ની એલિસિયાની છે. ઓક્ટોબર 2012માં પ્રેગનેન્સી પીરિયડ પૂર્ણ થયા બાદ એલિસિયા ડિલીવરી માટે હોસ્પિટલ પહોંચી હતી. ડોકટરે નોર્મલ ડિલીવીરનો ઇન્કાર કરતા મહિલાએ સિઝેરિયન ડિલીવરી કરવાની વાત કરી. આ દરમિયાન જ્યારે ડોકટર્સ તેમનું કામ કરી રહ્યાં હતા. તો એવું કંઇક થયું કે ડોક્ટર્સના હાથ રોકાઇ ગયા અને ત્યા હાજર તમામ લોકો ચોંકી ગયા. ઓપરેશન દરમિયાન જેવી જ બાળકીનો હાથ બહાર આવ્યો તો તેને ડોકટરની આંગળી પકડી લીધી.આ બધું જોઈને, ડૉક્ટર તરત જ મહિલાના પતિને બોલાવે છે, જેમણે આ ક્ષણે કેમેરામાં તરત જ તેનો ફોટો પાડ્યો હતો.

આ એક બનાવ છે જેના વિશે ડૉક્ટરો અઠવાડિયા માટે વાત કરી શકે છે. ડૉક્ટરે પોતાના માટે પણ એક તસવીરની પ્રિન્ટ કાઢીને રાખી હતી. ડૉક્ટરની આંગળી પકડનારનું નામ નેવાહ રાખ્યુ. જેનો અર્થ સ્વર્ગ થાય છે. આ નામ સ્વર્ગનો અંગ્રેજી શબ્દ હેવનને વિરુદ્ધમાં લખવાથી બનાવવામાં આવ્યો હતો.
First published: January 23, 2019, 3:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading