BMW-Audi છોડી બળદ ગાડા પર સવાર થઈ ફેક્ટરી જવા લાગ્યા આ ઉદ્યોગપતિ, જાણો કારણ

News18 Gujarati
Updated: June 8, 2020, 2:30 PM IST
BMW-Audi છોડી બળદ ગાડા પર સવાર થઈ ફેક્ટરી જવા લાગ્યા આ ઉદ્યોગપતિ, જાણો કારણ
કરોડો રૂપિયા અને અનેક લક્ઝરી કારો હોવા છતાંય આ ઉદ્યોગપતિ કેમ બળદ ગાડાનો ઉપયોગ કરી રહ્યા છે?

કરોડો રૂપિયા અને અનેક લક્ઝરી કારો હોવા છતાંય આ ઉદ્યોગપતિ કેમ બળદ ગાડાનો ઉપયોગ કરી રહ્યા છે?

  • Share this:
ઇન્દોરઃ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ની આર્થિક રાજધાની ઇન્દોર (Indore)ના એક જાણીતા ઉદ્યોગપતિ (Industrialist) બળદ ગાડા પર સવાર થતાં જોવા મળ્યા. તેઓ પાલદા (Palda) પોતાની ઓફિસ જઈ રહ્યા હતા, જ્યાં તેમની મોટી ફેક્ટરી છે. તેઓ આવ્યા હતા તો પોતાની એક લક્ઝરી કારમાં પરંતુ પાલદા પહોંચતા જ કાર પાર્ક કરી દીધી અને પછી બળદ ગાડામાં આગળની મુસાફરી માટે રવાના થયા. આવું એટલા માટે કારણ કે પાલદાના રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે. વરસાદના કારણે ખાડાઓમાં કીચડ ભરાઈ ગયો હતો.

ઈન્દોરના વિકાસની પોલ પાલદાના ઔદ્યોગિક ક્ષેત્રએ ખોલી દીધી છે. અનેક મોટી ફેક્ટરી હોવા છતાંય અહીંની હાલત ખરાબ છે. વિસ્તારમાં રસ્તો ન હોવાના કારણે ઉદ્યોગપતિ જ નહીં અહીંના નાના લોડર ઓટોવાળા પરેશાન છે. વરસાદના દિવસોમાં તેને ખાડા અને કીચડ ભરેલા રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ ભરેલું છે. ઉદ્યોગપતિ આમ તો દરરોજ BMW અને ઓડી જેવી કારથી ફેક્ટરી આવતા હતા. પરંતુ થોડો વરસાદ પડતાં જ તેમની કાર ઔદ્યોગીક વિસ્તારની બહાર જ કાર પાર્ક કરવી પડે છે.


આ પણ વાંચો, તમિલનાડુઃ હથિયાર લઈને હૉસ્પિટલમાં ઘૂસ્યા 4 હુમલાખોર, એક દર્દીની ગોળી મારી હત્યા

BMW બાજુમાં મૂકી બળદ ગાડાની સવારી

નિસર્ગ વાવાઝોડાના કારણે ઇન્દોરમાં બે દિવસ ભારતે વરસાદ પડતાં પાલદા ઔદ્યોગીક ક્ષેત્રના લોકોની મુશ્કેલી વધી ગઈ છે. દરરોજ BMW ઓડી જેવી કારથી ફેક્ટરી આવતાં ઉદ્યોગપતિ બળદ ગાડા પર સવાર જોવા મળ્યા.

ઉદ્યોગપતિનું શું કહેવું છે?

પાલદા ઔદ્યોગીક સંગઠનના સચિવ હરીશ નાગરનું કહેવું છે કે બે-ત્રણ દિવસના વરસાદમાં ક્ષેત્રની હાલત ખરાબ થઈ ગઈ છે. પાલદા ઔદ્યોગીક સંગઠન 9 વર્ષથી રસ્તો બનાવવાની માંગ કરી રહ્યું છે. પરંતુ આજ સુધી કંઈ નથી થયું. એવામાં બળદ ગાડા પર સવાર થઈને ફેક્ટરી પહોંચવું તેમની મજબૂરી છે.

આ પણ વાંચો, Solar Eclipse 2020: ક્યારે છે સૂર્ય ગ્રહણ અને ભારતમાં ક્યાં જોવા મળશે?

 
First published: June 8, 2020, 2:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading