Video : ગુસ્સે ભરાયેલો હાથી બિસ્મિલ્લા ખાંની શરણાઇ અને હરિપ્રસાદની વાંસળી સાંભળીને શાંત થયો

Video : ગુસ્સે ભરાયેલો હાથી બિસ્મિલ્લા ખાંની શરણાઇ અને હરિપ્રસાદની વાંસળી સાંભળીને શાંત થયો
ઇન્દોર પ્રાણીસંગ્રહાલય

આ હાથીએ ગુસ્સામાં આવીને લક્ષ્મી નામની હાથણી પર હુમલો કર્યો હતો અને એટલા જોરથી ટક્કર મારી હતી કે બિચારીની કિડની ક્ષત્રિગ્રસ્ત થઇ હતી.

  • Share this:
    ઇન્દોર. કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં એક ગાંડાતૂર થયેલા હાથી (Elephant) ને કાબૂમાં લાવવા માટે તેને મ્યૂઝિક થેરેપી આપવામાં આવી. અને નવાઇની વાત એ છે કે ગુસ્સે ભરાયેલો હાથી આ સંગીત સાંભળીને ડોલવા લાગ્યા. હાથી પર તેની સકારાત્મક અસર જોવા મળી. હાથી મોતી નાનપણથી જ ઇન્દોરના પ્રાણીસંગ્રહાલયમાં રહે છે. તેને લાંબા સમય સુધી સાંકળથી બાંધીને રાખવામાં આવ્યો છે. પણ જેમ જેમ મોતી મોટો થઇ રહ્યો છે. તેને સાચવવો પ્રાણીસંગ્રહાલય માટે મુશ્કેલ બની રહ્યા છે.

    7 જાન્યુઆરી અને 23 ઓગસ્ટે બે વાર તે ગુસ્સેમાં આવીને વાડાને તોડી ફોડી નાંખ્યો હતો. મોતીના ગુસ્સાને શાંત કરવા માટે અનેક પ્રયોગ કરવામાં હવે તેના વાડામાં મ્યુઝિક સિસ્ટમ લગાવવામાં આવી છે. તે રોજ 3-4 કલાક સંતૂર, વાંસણી અને શરણાઇની ધૂન સાંભળે છે. અને હવે તેની પર તેનો સકારાત્મક પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે. હવે તેનો સ્વભાવ પહેલા જોવા ગુસ્સેલ નથી રહ્યો.



    પ્રાણીસંગ્રહાલયના મેનેજર ડૉ.ઉત્તમ યાદવે જણાવ્યું કે ગુસ્સેલ હાથી મોતીને આ મ્યુઝિક થેરેપી 25 ઓગસ્ટથી આપવામાં આવી રહી છે. તેના વાડામાં લગાવવામાં આવેલા મ્યૂઝિક સિસ્ટમથી તેને રોજના ચારથી ત્રણ કલાક બિસ્મિલ્લા ખાનની શરણાઇ, પંડિત હરિપ્રસાદ ચૌરસિયાની વાંસળીની સાથે સંતૂરવાદન સંભળાવવામાં આવે છે. હવે તેનો ગુસ્સો શાંત થવા લાગ્યો છે. તેનું ચિડિયાપણું પણ ઓછું થઇ ગયું છે. અને તેનું અકારણ ગુસ્સે થવું હવે અનેક હદે કાબુમાં છે.


    ડૉક્ટરો મુજબ મ્યૂઝિક થેરેપી શરૂ કર્યાના બે દિવસ પહેલા મોતીએ પોતાના વાડાની દિવાર તોડી દીધી હતી. અને તે જોર જોરથી ચીસો પાડી રહ્યો હતો. તેને પકડમાં લાવવા માટે પ્રાણીસંગ્રહાલયના કર્મચારીઓને ભારે મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું. આ પછી મેનેજમેન્ટે તેને મ્યૂઝિક થેરેપી આપવાનો નિર્ણય કર્યો. વળી તેના રમવા માટે જેસીબી અને ટ્રકના ટાયરને રાખવામાં આવ્યા. જેથી તે રમવામાં વ્યસ્ત રહે.

    વધુ વાંચો : Photos : પશુઓમાં દૂધની ક્ષમતા વધારશે આ ખાસ ચોકલેટ, પશુપાલકો માટે આવી આ ખાસ ચોકલેટ

    કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયના ચિકિત્સકોનું કહેવું છે કે હાથીમાં ઉંમર સાથે ગુસ્સો વધે છે. મોતી આ પ્રાણીસંગ્રહાલયમાં ગત 40 વર્ષથી છે. તે વર્ષોથી દર્શકોનો ફેવરેટ છે. તેણે 14 ડિસેમ્બર 2019માં ગુસ્સામાં આવીને લક્ષ્મી નામની હાથણી પર હુમલો કર્યો હતો અને એટલા જોરથી ટક્કર મારી હતી કે બિમારીની કિડની ક્ષત્રિગ્રસ્ત થઇ હતી. દસ દિવસ ઉપચાર પછી લક્ષ્મી નામની તે હાથણીની 24 ડિસેમ્બર 2019ના રોજ મોત થઇ હતી.

    મોતી આ પછી પણ અનેક વાર વાડામાં ઉત્પાત મચાવી ચૂક્યો છે. જો કે મ્યૂઝિક થેરેપીની અસરથી તે હવે પહેલા કરતા થોડો શાંત થયો છે. જેથી પ્રાણીસંગ્રહાલયના લોકોને ખુશી વ્યક્ત કરી છે. વધુમાં લોકો હાલ તેને સંગીત સાંભળતા મસ્તીમાં ઝૂમતો જોઇને ખુશ પણ છે.
    Published by:Chaitali Shukla
    First published:September 11, 2020, 16:20 pm