Home /News /eye-catcher /

OMG! કિશોરને ઈન્સ્ટાગ્રામ પર ફાંસીનું રીલ્સ બનાવવું પડ્યું ભારે, પગ લપસ્યો અને ગયો જીવ

OMG! કિશોરને ઈન્સ્ટાગ્રામ પર ફાંસીનું રીલ્સ બનાવવું પડ્યું ભારે, પગ લપસ્યો અને ગયો જીવ

પ્રતિકાત્મક તસવીર

OMG- ઈન્દોર (Indore)માં 10માં ધોરણના એક વિદ્યાર્થીને સોશ્યલ મીડિયા (Teen Hangs Himself for Reels) પર વિડીયો બનાવવાની લત ભારે પડી છે. વિદ્યાર્થી ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા માટે ફાંસી લગાવવાનો વિડીયો (Hanging Vedio on Instagram) બનાવી રહ્યો હતો. તેણે ફાંસીનો ફંદો લટકાવ્યો અને તેના સાથીઓ વિડીયો બનાવી રહ્યા હતા.

વધુ જુઓ ...
    ઈન્સ્ટાગ્રામ પર વિડીયો (Instagram Reels) બનાવવાનું ભૂત આજે યુવાનોના માથા પર ખૂબ નાચી રહ્યું છે. પરંતુ ઘણી વખત આ જ ભૂત તેમના જીવ માટે જોખમ ઊભું કરી દે છે. તેવામાં હાલમાં જ માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઈન્દોર (Indore)માં 10માં ધોરણના એક વિદ્યાર્થીને સોશ્યલ મીડિયા (Teen Hangs Himself for Reels) પર વિડીયો બનાવવાની લત ભારે પડી છે. વિદ્યાર્થી ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા માટે ફાંસી લગાવવાનો વિડીયો (Hanging Vedio on Instagram) બનાવી રહ્યો હતો. તેણે ફાંસીનો ફંદો લટકાવ્યો અને તેના સાથીઓ વિડીયો બનાવી રહ્યા હતા. અચાનક કિશોરનો પગ ખુરશી પરથી લપસી ગયો અને વિડીયો બનાવવા માટે તૈયાર કરેલો ફંદો ગળામાં ફસાઇ જતા પોતાના જીવથી હાથ ધોઇ બેસ્યો.

    આ પણ વાંચો-Interesting: ખાસ વાંદરાઓ માટે બનાવાયો છે બ્રીજ, ઝાડ-છોડ અને હરિયાળીથી ભરપૂર

    બાળકો પાસે બનાવી રહ્યો હતો વિડીયો

    ઈન્દોરના હીરા નગરમાં રહેતો આદિત્ય નામનો ધોરણ 10નો વિદ્યાર્થી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવી રહ્યો હતો. કોલોનીના બાળકોને એકઠા કરી તેનો ફાંસી લગાવતો વિડીયો ઉતારવા કહ્યું હતું. વિદ્યાર્થીએ ફિલ્મના ગીત પર એક્ટિંગ શરૂ કરી અને પછી ખુરશી પર ચઢીને ફાંસી લગાવવાની એક્શન કરવા લાગ્યો. પરંતુ તેની આ એક્ટિંગ હકીકત બની ગઇ અને ખુરશી પરથી પગ લપસી જતા આદિત્યને સાચે ફાંસી લાગી ગઇ. જે બાદ તેનું મોત નીપજ્યું હતું.

    આ પણ વાંચો: ઘરના બગીચામાં બેઠી નખ પર કલાકારી બતાવે છે છોકરી, વિશ્વભરમાં મળી માન્યતા

    લગ્નમાં ગયા હતા માતા-પિતા

    આ દુર્ઘટના સમયે આદિત્યના માતાપિતા લગ્ન સમારંભમાં રતલામ ગયા હતા. તેનો નાનો ભાઇ રાજદિપ શાળાએ ગયો હતો. આ બનાવ બાદ વિડીયો ઉતારી રહેલા બાળકો ગભરાઇને નાસી ગયા અને ગળું ઘૂંટાવાથી આદિત્યનું મોત નીપજ્યું. બનાવના પગલે પોલીસે મોબાઇલ ફોન કબજે કરી લીધો છે અને તપાસ શરૂ કરી છે.

    આ પણ વાંચો: Viral: ગાય ગળી ગઈ સોનાની ચેઈન, ડોક્ટરોએ મેટલ ડિટેક્ટરથી શોધી કાઢી! જાણો સમગ્ર મામલો

    સોશિયલ મીડિયાની લતથી પરેશાન હતા પિતા

    મૃતકના પિતાએ જણાવ્યા અનુસાર, તેઓ પણ આદિત્યને લાગેલી આ સોશ્યલ મીડિયાની લતથી પરેશાન હતા. તેમણે થોડા સમય પહેલા જ તેના ફોનમાંથી આવી અનેક એપ્સ ડિલીટ કરાવી હતી, જેના પર વિડીયો બનાવીને અપલોડ કરી શકાતા હતા.

    મુંબઇમાં પોલીસે કિશોરનો કર્યો હતો અરેસ્ટ

    થોડા સમય પહેલા જ મુંબઇમાં ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર ઈરફાન ખાનને પોલીસે સ્વજાતને નુકસાન પહોંચાડવા અને આવું કન્ટેન્ટ પ્રોમોટ કરવા બદલ અરેસ્ટ કર્યો હતો. વિડીયોમાં પ્રેમમાં રીજેક્ટ થયા બાદ તે ટ્રેન સાથે ટકરાય છે તેવું દર્શાવ્યું હતું. આ વિડીયો વાયરલ થયા બાદ બાંદ્રા પોલીસે તેની ધરપકડ કરી હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Social media, Viral Post, ઇન્દોર, ગુનો

    આગામી સમાચાર