લૉકડાઉનમાં મોંઘી પડી Porscheની સવારી, પોલીસે યુવક પાસે કરાવી ઉઠક-બેઠક

લૉકડાઉનમાં મોંઘી પડી Porscheની સવારી, પોલીસે યુવક પાસે કરાવી ઉઠક-બેઠક
85 લાખની કાર લઈને ફરી રહેલા ઉદ્યોગપતિના દીકરાને ચાર રસ્તે દંડવામાં આવ્યો, જુઓ Video

85 લાખની કાર લઈને ફરી રહેલા ઉદ્યોગપતિના દીકરાને ચાર રસ્તે દંડવામાં આવ્યો, જુઓ Video

  • Share this:
    મનોજ રાઠોડ, ઈન્દોરઃ મધ્ય પ્રદેશના ઈન્દોર (Indore)માં લૉકડાઉન (Lockdown) દરમિયાન એક યુવકને Porscheની સવારી મોંઘી પડી ગઈ. માસ્ક પહેર્યા વગર ફરી રહેલા યુવક પાસે પોલીસ ઉઠક-બેઠક કરાવી અને માસ્ક પહેરવાની સલાહ પણ આપી. આ ઘટનાની તસવીરો અને વીડિયો (Social Media)માં ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

    કોરોના વાયરસ (Coronavirus)ના હૉટ સ્પૉટ (Hot Spot) બનેલા ઈન્દોરમાં એક યુવક 85 લાખની પોર્શ કંપનીની લક્ઝરિયસ કાર લઈને ફરવા નીકળ્યો હતો. તેને જોઈને પોલીસકર્મીઓ તેને રોકી દીધો. માસ્ક ન પહેરવાનું કારણ પૂછતા યુવકે સંતોષકારક જવાબ આપ્યો નહીં. બાદમાં પોલીસે યુવકને પાઠ ભણાવવા રસ્તા વચ્ચે કાન પકડીને તેની ઉઠક-બેઠક કરાવી અને હવેથી માસ્ક પહેરવા માટે ચેતવણી આપીને છોડી મૂક્યો.



    લક્ઝરી કારનો ચાલક ઉદ્યોગપતિનો દીકરો

    લક્ઝરી કાર ચલાવનારો યુવક ઇન્દોરના જાણીતા ઉદ્યોગપતિ દીપક દરિયાનીનો દીકરો સંસ્કાર દરિયાનની છે. આ કાર ઈન્દોરમાં આવેેલી આશા કન્ફેક્શનરી કંપનીના નામે રજિર્ટર્ડ છે જેના માલિક દીપક દરિયાની છે. આ કંપની ચોકલેટ બનાવવાનો કારોબાર કરે છે.


    આ પણ વાંચો, અમિતાભ બચ્ચનના રૂમમાં ઘસ્યું ચામાચીડિયું, આ રીતે કાઢ્યું બહાર, કહ્યું- કોરોના પીછો નથી છોડતો

    યુવકે કહ્યું, ખાવાના પેકેટ વહેંચીને ઘરે જઈ રહ્યો હતો

    યુવકનું કહેવું છે કે, તે ખાવાના પેકેટ વહેંચીને ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન પોલીસે તેને રોક્યો તો તેણે કાર સાઇડમાં ઊભી રાખી. પરંતુ સુરક્ષાકર્મીઓએ મારી એક વાત સાંભળી નહીં અને તેની સાથે ખરાબ વર્તન કર્યું. પોલીસકર્મીઓ તેની સાથે મારપીટ કરવા તૈયાર થઈ ગયા હતા. તેને ઉઠક-બેઠક કરવા કહ્યું. પોલીસકર્મીઓને તેણે જણાવ્યું કે કારની અંદર માસ્ક રાખ્યા છે પણ તેમણે તેની વાત માની નહીં.

    આ પણ વાંચો, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન થઈ ચૂક્યા છે બ્રેન ડેડઃ જાપાની મીડિયાનો દાવો
    Published by:News18 Gujarati
    First published:April 26, 2020, 15:03 pm

    ટૉપ ન્યૂઝ