નવી દિલ્હી: ઇન્ડોનેશિયામાં એક મહિલા ગુમ થઈ ગઈ હતી, પરંતુ જ્યારે પરિવારજનોએ તેને શોધવાનો પ્રયાસ કર્યો તે મહિલા તે સ્થળે મળી તેની કલ્પના પણ નકરી શકાય. હકીકતમાં, શનિવારે પોલીસે જણાવ્યું હતું કે, ઇન્ડોનેશિયન મહિલા પોતાના શાકભાજીના બગીચામાં દેખરેખ રાખી રહી હતી, ત્યારબાદ તે અચાનક અદ્રશ્ય થઇ ગઇ. બાદમાં જ્યારે શોધ કરવામાં આવી ત્યારે તે એક વિશાળ અજગરના પેટમાંથી મળી આવી.
54 વર્ષીય વા તિબાની બોડી તે સમયે મળી, જ્યારે ગ્રામવાસીઓએ સાત મીટર (23 ફૂટ) લાંબા અજગરના પેટને કાપ્યુ, ગ્રામવાસીઓ જ્યારે મહિલાની શોધ કરી રહ્યા હતા તે સમય દરમિયાન તેમને એક અજગર જોવા મળ્યો હતો જેનુ પેટ ફુલાયેલુ દેખાયુ હતુ. જેના પરથી લોકોને શંકા ગઇ કે હોઇ શકે કે મહિલાને આ અજગર ગળી ગયો હશે.
સ્થાનિક પોલીસ વડાએ જણાવ્યું હતું કે, સ્થાનિક રહેવાસીઓને શંકા હતી કે અજગર મહિલાને ગળી ગયો હતો, તેથી તેઓએ તેને મારી નાખ્યો. ત્યારબાદ તેને બગીચામાંથી બહાર લઈ જવાંમાં આવ્યો. ત્યાર બાદ પેટને કાપી નાખવામાં આવ્યુ તેમાથી પીડિત મહિલાનો મૃતદેહ મળ્યો હતો.
શક્રવારની રાતે જયારે મહિલા ઘરે પરત ન ફરી ત્યારે પરેશાન પરિવારજનોની સાથે લગભગ 100 લોકોએ શોધખોળ શરૂ કરી હતી. ગામવાસીઓએ પીડિત વુમન તિબાના સૅન્ડલ અને તેમની નજીક 30 મીટરના અંતરે એક અજગર મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયા અને ફિલિપિન્સમાં સામાન્ય રીતે છ મીટરના લંબાઈનો અજગર જોવા મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર