આ પક્ષી ભગવાન શિવનો છે અવતાર! જોતા જ થાય છે ધનનો લાભ

ઇન્ડિયન રોલર બર્ડ (Indian Roller Bird) એટલે કે નીલકંઠ ભારત સહિત એશિયાના અન્ય ઘણા ભાગોમાં જોવા મળે છે

ભારતીય રોલર પક્ષી(Indian Roller Bird) એટલે કે નિલકંઠ(Neelkanth Bird) ભારત સહિત એશિયાના અન્ય ઘણા ભાગોમાં જોવા મળે છે. જાણો આખરે આ પક્ષીને ભગવાન શિવ (Lord Shiva Name)નું નામ કેવી રીતે મળ્યું અને તેને 'ખેડૂતરક્ષક' (Farmer's Keeper)શા માટે કહેવામાં આવે છે.

  • Share this:
    'નીલકંઠ, તું વાદળી રહેજે, દૂધ-ભાતનુ ભોજન કરજે, અમારી વાત રામને કહેજે', આ લોકપક્તિ ઉત્તર ભારતમાં ખૂબ પ્રખ્યાત છે. પણ શું તમે જાણો છો કે આ કહેવત કોના માટે કહેવામાં આવે છે અને શા માટે ભગવાન શિવ (Lord Shiv) એટલે કે નીલકંઠ અને ભગવાન રામ (Lord Ram)નો ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો છે?

    વિશ્વમાં ઘણા પક્ષીઓ છે જે માનવ ધાર્મિક આસ્થાનું પ્રતીક છે. ભારતમાં અનેક પક્ષીઓને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. આવા જ એક પક્ષીની પૂજા ભગવાન શિવની જેમ કરવામાં આવે છે. આ પક્ષીનું નામ નીલકંઠ(Neelkanth) છે.

    ઇન્ડિયન રોલર બર્ડ (Indian Roller Bird) એટલે કે નીલકંઠ ભારત સહિત એશિયાના અન્ય ઘણા ભાગોમાં જોવા મળે છે. તેમના સંબંધિ યુરોપિયન રોલર મધ્ય એશિયા, મધ્ય પૂર્વ અને મોરોક્કોમાં મળી આવે છે. દેખાવમાં સુંદર, નીલકંઠ પક્ષી ભારતીયોની ધાર્મિક આસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પક્ષી સાથે જોડાયેલી માન્યતાઓ પણ એકદમ રસપ્રદ છે.

    આ પણ વાંચો: ‘Taarak Mehta…’ પોપટલાલ પોતાનું અધૂરું સપનું પૂરું કરવા શાકભાજી વેચશે? જાણો શું છે સમગ્ર મામલો

    કેવી રીતે મળ્યું ભગવાન શિવનું નામ?
    પક્ષીનું નામ નીલકંઠ, ભગવાન શિવના નામ પરથી રાખવામાં આવ્યું છે. સમુદ્ર મંથન દરમિયાન જ્યારે ઝેરથી લથબથ કળશ બહાર આવ્યો ત્યારે ભગવાન શિવે તેને દુનિયાને બચાવવા માટે પીધું હતું, જે પછી તેમના ગળાનો રંગ વાદળી થઈ ગયો. આ કારણસર તેમને નીલકંઠ કહેવામાં આવ્યા. વાદળી હોવાને કારણે આ પક્ષીને ભગવાન શિવનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. તેથી જ તેને ભારતમાં નીલકંઠ કહેવામાં આવે છે.

    આ પણ વાંચો: RIP Puneeth Rajkumar: બાળપણથી લઈને યુવાની સુધી, નહીં જોયા હોય પુનિતના આ Photos

    દશેરા પર નીલકંઠને જોવુ શુભ સંકેત
    દશેરા (Dussehra) પર નીલકંઠને જોવું ખૂબ શુભ માનવામાં આવે છે. દશેરા પર જે કોઈ આ પક્ષી જુએ છે તેને ધનલાભ થાય છે અને તેનું નસીબ ચમકે છે. તેની પાછળ એક વાર્તા પણ છે. વાસ્તવમાં દશેરાના દિવસે ભગવાન રામે નીલકંઠ પક્ષીને જોયા બાદ જ રાવણની હત્યા કરી હતી. આ કારણે પક્ષીને પણ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.

    આ પણ વાંચો: VIDEO: દાતાર પર્વતની સુંદરતાને ચાર ચાંદ લાગ્યા; મહંત ભીમબાપુ અને સેવકોની મહેનત રંગ લાવી!

    ખેડૂતોનો રક્ષક!
    25થી 27 સેન્ટીમીટર લાંબુ આ પક્ષી એક પાંખના ખૂણાથી બીજી પાંખ સુધી 65-74 સેમીની પાંખો ધરાવે છે. આ પક્ષી ચકલી કરતાં 10 ગણું મોટું હોઈ શકે છે. નીલકંઠ પક્ષીને 'ખેડૂતોના રક્ષક' તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું કારણ એ છે કે પક્ષી જંતુઓને ખાઈને પાક પરના જંતુઓથી મુક્ત કરે છે. નીલકંઠ હવે લુપ્ત થવાના આરે છે. આ પક્ષીની ઘટતી વસ્તીએ તેને જોવાનું મુશ્કેલ બનાવ્યું છે.
    Published by:Riya Upadhay
    First published: