ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં 10મેનું શુ છે મહત્વ, જાણો એક જ ક્લિકમાં

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં 10મેનું શુ છે મહત્વ, જાણો એક જ ક્લિકમાં

  • Share this:
નવી દિલ્લી:  ભારતના ઇતિહાસમાં વર્ષ 1857ની ક્રાંતિનું મહત્વ અનેરું છે. આ ક્રાંતિના કારણે દેશમાં મસમોટા બદલાવોનો પાયો નખાયો હતો. આમ તો આ અલગ અલગ સ્થળે થયેલું આંદોલન હતું, પરંતુ જે સંજોગોમાં આંદોલન ઊભું થયું તેનાથી ખૂબ ઊંડી છાપ છૂટી હતી. અંગ્રેજોએ આ આંદોલનને ક્રાંતિકારી આંદોલન માનવાનો નનૈયો ભણી દીધો હતો. આ ક્રાંતિના પાયા એકાએક નહોતા નખાયા, તેની પાછળ તબક્કાવાર ઘટેલી ઘટનાઓ જવાબદાર હતી. આ દરમિયાન 10 મે 1857નો દિવસ આ ક્રાંતિ માટે ખૂબ મોટો દિવસ સાબિત થયો હતો.

10મી મેના રોજ થઇ હતી તેની શરૂઆતવર્ષ 1857ની 10મી મેના રોજ મેરઠની છાવણીમાં 85 જવાનોએ સાથે મળીને અંગ્રેજો સામે આંદોલન શરૂ કર્યું હતું. આ સાહસને ક્રાંતિનું પ્રથમ પગલું માનવામાં આવે છે. ઇતિહાસકારોનું કહેવું છે કે, આ નાનો-મોટો બળવો ન હતો. આ બળવા માટે ઘણા દિવસોથી તૈયારી ચાલતી હતી. આ તૈયારીમાં નાના સાહેબ, અજિમુલ્લા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે સહિતના મોટા નામ જોડાયેલા હતા.

Indian History, 1857 Revolution, Sepoy Mutiny, 10 May 1857, Meerut, First Indian Revolution for Independence, British Rule, East India Company,

આગની જેમ ફેલાઈ

10મી મેના રોજ મેરઠમાં બનેલા બનાવ બાદ અન્ય વિસ્તારોમાં પણ આંદોલન શરુ થવા લાગ્યું હતું. આ આંદોલનને માત્ર અંગ્રેજોની સેનામાં કામ કરનાર ભારતીય જવાનો જ નહીં, પરંતુ શ્રમિકો, ખેડૂતો અને આદિવાસીઓનું પણ સમર્થન મળ્યું હતું. ધીમે ધીમે આ વિરોધના મૂળ દેશના અન્ય ભાગોમાં પણ ફેલાઈ ગયા.

જવાનોને મળ્યું બધાનું સમર્થન

તમામ ઇતિહાસકારો 10 મેના રોજ મેરઠમાં થયેલા સૈન્ય બળવાને 1857ની ક્રાંતિનો પ્રારંભ માને છે. આ વાત અંગ્રેજો પણ સ્વીકારે છે. મેરઠમાં એક નાના તણખાએ આગનું સ્વરૂપ લઇ લીધું હતું. આસપાસના ગામમાં ક્રાંતિની આ આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી. અંગ્રેજોની સેનામાં સૈનિકોનો બળવો ક્રાંતિનો સંકેત હતો. અંગ્રેજો સામે ગુસ્સો તો તમામ વર્ગમાં હતો જ, તક મળતાં આ ગુસ્સો અંગ્રેજો ઉપર તૂટી પડ્યો હતો.

Indian History, 1857 Revolution, Sepoy Mutiny, 10 May 1857, Meerut, First Indian Revolution for Independence, British Rule, East India Company,

કોતવાલ ધનસિંહ

10 મેના થયેલા બળવામાં કોતવાલ ધનસિંહ ગુર્જરનું નામ ઉપસી આવ્યું હતું. મેરઠની સદર કોતવાલીની જવાબદારી તેમના શિરે હતી. ત્યાં વિદ્રોહના સમાચાર ફેલાતા જ આજુબાજુના ગામના લોકો એકઠા થવા લાગ્યા હતા. આ ટોળાના આગેવાન તરીકે ધનસિંહે જવાબદારી લીધી અને મેરઠની જેલ પર હુમલો કરી દીધો. તેમણે કેદીઓને આઝાદ કરી જેલને આગ લગાડી દીધી હતી. ત્યાર બાદ સૈનિકોએ દિલ્હી તરફ કુચ કરી હતી.

આજુબાજુના વિસ્તારમાં લોકોને હિંમત આવી

મેરઠની ઘટનાના સમાચારોએ આગની જેમ ફેલાવાને કારણે તેનાથી આસપાસના વિસ્તારોના સૈનિકો અને લોકોને પણ અંગ્રેજોની સામે ઉભા રહેવાની હિંમત મળી હતી. મેરઠ પછી બળવો કરનાર સૈનિકો દિલ્હી તરફ આગળ વધ્યા, જ્યાં તેમણે બહાદુર શાહ ઝફરને ભારતનો રાજા બનાવ્યો હતો. ટૂંક સમયમાં જ ક્રાંતિકારીઓએ ઉત્તર પશ્ચિમ પ્રાંતના ઘણા વિસ્તારો પર કબજો કર્યો હતો અને પૂર્વમાં અવધ સુધી પહોંચ્યા હતા.

અંગ્રેજોએ ભારે જોર લગાવ્યું

બળવા દરમિયાન અંગ્રેજોએ પણ ખૂબ જોર લગાડવું પડ્યું. જુલાઈના મધ્ય સુધીમાં તેઓએ કાનપુર પરત લઈ લીધું. સપ્ટેમ્બરના અંત સુધીમાં તો દિલ્હી પર ફરી કબજો કરી લીધો હતો. અલબત્ત આ ક્રાંતિને સંપૂર્ણ રીતે દબાવવામાં બે વર્ષ લાગ્યા હતા. અંતે બ્રિટન સરકારને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. આ માત્ર કંપની પાસેથી સત્તા લેવાની નહીં, પણ સંપૂર્ણ નવા કાયદા સાથે સરકાર સ્થાપવાની વાત હતી.
Published by:News18 Gujarati
First published:May 10, 2021, 23:05 pm

ટૉપ ન્યૂઝ