દિવાળી બોનસના નામે મીઠાઈથી પરેશાન છે પ્રાઇવેટ કંપનીના કર્મચારી! આવા Memes થઈ રહ્યા છે Viral

તસવીર સાભારઃ Twitter

દર વર્ષે દિવાળી ગિફ્ટના નામે ડ્રાય ફ્રુટ્સ અને મીઠાઈ - આ વલણનો મજાક ઉડાવવા માટે સોશિયલ મીડિયા યૂઝર્સે Memesનો આશરો લીધો

 • Share this:
  નવી દિલ્હીઃ દિવાળી (Diwali 2020) ભારત (India)માં ઉજવાતો એક એવો તહેવાર (Festival) છે જેમાં દરેક વ્યક્તિને કોઈક ને કોઈક ગિફ્ટનો ઇંતજાર હોય છે. પોતાના મનમાં આવી જ ઈચ્છા રાખતા હોય છે પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓ, જેને દર વર્ષે ગિફ્ટના નામે ડ્રાય ફ્રુટ્સ (Dry Fruits) અને મીઠાઈ (Sweet) મળે છે. કંપનીના આ વલણનો મજાક ઉડાવવા માટે સોશિયલ મીડિયા (Social Media) યૂઝર્સે મીમ્સ (Memes)નો આશરો લીધો છે. ખાસ વાત એ છે કે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત અનેક રાજ્ય સરકારોએ સરકારી કર્મચારીઓને દિવાળીનું બોનસ (Diwali Bonus) આપવાનો નિર્ણય લીધો છે.

  હવે આવી પરિસ્થિતિ સાથે પોતાને જોડીને પ્રાઇવેટ કંપનીઓના કર્મચારી પોતાની દિવાળી ગિફ્ટને લઈને સોશિયલ મીડિયા પર રિએક્ટ કરી રહ્યા છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર એવા યૂઝર્સ જોવા મળ્યા જે સરકારી અને પ્રાઇવેટ કંપનીઓથી મળનારા બોનસ અને ગિફ્ટની તુલના કરી રહ્યા છે. તેના માટે તેમણે ફિલ્મી ડાયલોગ્સની મદદ લીધી છે.

  આ પણ વાંચો, માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે સોના-ચાંદીના સિક્કા બહાર પાડ્યા, દિવાળીએ અહીંથી ખરીદી શકો શકો છો

  આ પણ વાંચો, નવા અવતારમાં આવ્યો Vivoનો આ 3 કેમેરાવાળો દમદાર સ્માર્ટફોન, મેળવો ઓફર્સની ભરમાર

  ખાસ વાત એ છે કે કંપનીઓ પણ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે કારણ કે આપણે પહેલા જ વર્ષ 2020નો 90 ટકા હિસ્સો કોરોના વાયરસના ડરથી પસાર કર્યો છે. એવા પણ અનેક કર્મચારી છે જેઓએ આ મહામારીના કારણે પોતાની નોકરીઓ પણ ગુમાવી દીધી છે. બીજી તરફ અનેક કંપનીઓની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે કામ બંધ કરવું પડ્યું છે.

  આ પણ વાંચો, ISISના આતંકીઓએ 50 લોકોના માથા વાઢી દીધા, જંગલમાંથી મળ્યા શરીરના અંગો

  જોકે સરકારી નોકરી કરી રહેલા કેન્દ્રના કર્મચારીઓને પ્રી રૂપે કાર્ડના માધ્યમથી 10 હજાર રૂપિયાનું ફેસ્ટિવલ એડવાન્સ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત આ કાર્ડનો ખર્ચ પણ સરકાર પોતે જ ભોગવશે. કર્મચારીને આ રકમ માટે કોઈ વ્યાજ નહીં આપવું પડે અને 10 હપ્તામાં ચૂકવવાના રહેશે.
  Published by:Mrunal Bhojak
  First published: