દુબઈ: ઓમાનમાં સ્થિત એક ભારતીય નાગરિકે દુબઈ ડ્યુટી ફ્રી મિલેનિયમ મિલેયનેયર ડ્રોમાં 10 લાખ ડોલર ઇનામ જીત્યું.
ખાલીઝ ટાઇમ્સે જણાવ્યું હતું કે રઘુ ક્રિષ્નામૂર્તિ ડ્રો માં 10 લાખ ડોલર (લગભગ 70 કરોડ રુપિયા) જીતનાર 143માં ભારતીય બન્યા છે.
આ પહેલા 40 વર્ષીય રત્નેશ કુમાર રવિન્દ્રનારાયણ જીત્યા હતા.
બે ભારતીય નાગરિકો શ્રીનિવાસ કૃરામ અને મહરુફ બાબૂએ દુબઇ ડ્યૂટી ફ્રી ફાઇન સરપ્રાઇઝ ડ્રો માં બીએમડબલ્યૂ મોટરબાઇક્સ જીતી, જે મિલેનિયમ મિલેયનેયર ડ્રો બાદ યોજાઇ હતી.
ક્રૃરામે એક બીએમડબલ્યુ આર નાઈન ટી રેસર જીતી, જ્યારે બાબુએ એક બીએમડબ્લ્યુ આર નિનેટ અર્બન/ જીએસ જીતી હતી.