Home /News /eye-catcher /

OMG! આંખો મીંચ્યા વિના સતત એક કલાક સુધી સૂરજ સામે જોતા રહ્યા, 70 વર્ષના વૃદ્ધે બનાવ્યો રેકોર્ડ

OMG! આંખો મીંચ્યા વિના સતત એક કલાક સુધી સૂરજ સામે જોતા રહ્યા, 70 વર્ષના વૃદ્ધે બનાવ્યો રેકોર્ડ

ઉત્તર પ્રદેશના રહેવાસી આ વૃદ્ધની સાધનાએ નેશનલ રેકોર્ડ બનાવી નાખ્યો છે. (Image credit- Facebook)

Man Stares into the Sun: તમને સાંભળીને નવાઈ લાગશે કે આપણા દેશની એક વ્યક્તિએ પૂરા કલાક સુધી સૂર્ય તરફ એકીટસે જોવાનો કારનામો બતાવ્યો છે. 70 વર્ષના રિટાયર્ડ સરકારી ઓફિસર એમએસ વર્મા સતત એક કલાક સુધી સૂરજને કોઈ ચશ્મા પહેર્યા વગર જોતા રહ્યા.

વધુ જુઓ ...
    સૂરજના તાપને સહન કરવું કોઈના ગજાની વાત નથી. સૂર્યના આકરા કિરણો (Man Stares into the Sun) તરફ તો તમે પાંચ સેકન્ડ પણ ન જોઈ શકો. તમને સાંભળીને નવાઈ લાગશે કે એક વ્યક્તિએ પૂરા કલાક સુધી (Man Stares into the Sun without blinking) સૂર્ય તરફ એકીટસે જોવાનો કારનામો બતાવ્યો છે. આપણા જ દેશના એક વડીલે સૂરજથી આંખ મિલાવાનો અદભુત રેકોર્ડ (Man Sets National Record) બનાવી નાખ્યો છે.

    70 વર્ષના રિટાયર્ડ સરકારી ઓફિસર એમએસ વર્મા એક કલાક સુધી સૂરજને કોઈ ચશ્મા પહેર્યા વગર જોતા રહ્યા. આ દરમ્યાન તેમણે પોતાની આંખો પણ નથી પટપટાવી. ઉત્તર પ્રદેશના રહેવાસી આ વૃદ્ધની સાધનાએ નેશનલ રેકોર્ડ બનાવી નાખ્યો છે. તેમણે ડોક્ટરોની હાજરીમાં આ રેકોર્ડ બનાવ્યો અને પોતાનું નામ ઇન્ડિયાઝ બુક ઓફ રેકોર્ડ્સ (India’s Book of Records)માં નોંધાવી નાખ્યું.

    25 વર્ષથી કરી રહ્યા છે પ્રેક્ટિસ

    એમએસ વર્મા (Mr. MS Verma)નો આ રેકોર્ડ એમ જ નથી બન્યો. તેઓ છેલ્લા 25 વર્ષથી આની પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ એક ગુરુજીથી પ્રભાવિત થઈને આ કરતબ કરવા ઇચ્છતા હતા. આ માટે તેમણે ડોક્ટરો અને ઇન્ડિયાઝ બુક ઓફ રેકોર્ડ્સ (India’s Book of Records) ના પ્રતિનિધિઓની હાજરીમાં સીધા સૂરજની સામે બેઠાં અને 1 કલાક સુધી આંખ પટપટાવ્યા વિના તેની તરફ જોતાં રહ્યા. ડોક્ટરો મુજબ તેમની આંખો સંપૂર્ણ સ્વસ્થ છે.

    આ પણ વાંચો: World's most expensive Jumper: 30 લાખમાં વેંચાઈ રહ્યું છે આ સ્પેશ્યલ સ્વેટર, જાણો તેમાં એવું તો શું ખાસ છે?

    આ પહેલા એક વ્યક્તિએ 10 મિનિટ સુધી એકીટસે સૂરજ બાજુ જોઈને આ રેકોર્ડ બનાવ્યો હતો, પણ એમએસ વર્માનો રેકોર્ડ આનાથી ઘણો આગળ છે. તેઓ હવે પોતાના આ કારનામાને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness World Records)માં નોંધાવવા માગે છે.

    આ પણ વાંચો: Cute bride video: ‘મને લહેંગો નથી પહેરવો, હું તો જીન્સમાં ફેરા ફરીશ’, દુલ્હનના લગ્નનો વિડીયો વાયરલ

    આરોગ્ય માટે ફાયદાકારક છે Sungazing

    કહેવાય છે કે સૂરજ તરફ સતત જોવાથી આંખોમાં દર્દ થવા લાગે છે અને રેટીના ડેમેજનું જોખમ પણ હોય છે. તો પણ આ 70 વર્ષના વૃદ્ધને કોઈ મુશ્કેલી થઈ નથી. એક કલાક આંખ ખુલ્લી રાખીને સૂરજ તરફ જોયા બાદ તેમણે હસતા-હસતા ફોટો પણ પડાવ્યો. તેઓ સૂર્યને જોવાના ફાયદા પણ જણાવે છે. કેટલાક યોગગુરુ પણ આ રીતે સૂર્ય તરફ જોવાની પ્રેક્ટિસને આંખો માટે ઉપચાર ગણાવે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ajab gajab news, India Book of Record, Interesting News, OMG News, અજબગજબ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन