Home /News /eye-catcher /‘મારું નામ Kovid છે અને હું વાયરસ નથી’, Kovid Kapoor નામનો ભારતીય આંત્રપ્રિન્યોર બન્યો ઇન્ટરનેટ સેન્સેશન, જાણો તેમના નામનો અર્થ

‘મારું નામ Kovid છે અને હું વાયરસ નથી’, Kovid Kapoor નામનો ભારતીય આંત્રપ્રિન્યોર બન્યો ઇન્ટરનેટ સેન્સેશન, જાણો તેમના નામનો અર્થ

Kovid Kapoorએ પોતાના નામનો અર્થ જણાવ્યો. (Image credit-Twitter/@KovidKapoor)

Indian entrepreneur Kovid Kapoor: બેંગલુરુ સ્થિત આંત્રપ્રિન્યોર Kovid Kapoor Holidify નામની એક કંપનીના કો-ફાઉન્ડર છે. તેમણે પોતાના બાયોમાં લખ્યું છે કે, ‘મારું નામ Kovid છે, અને હું વાયરસ નથી.’

Indian entrepreneur Kovid Kapoor: ‘વોટ્સ ઇન અ નેમ?’ એવું વિલિયમ શેક્સપિયર (William Shakespeare) ભલે કહેતા હોય, પણ નામમાં ઘણું બધું છે એ સૌથી વધુ ભારતીય આંત્રપ્રિન્યોર (Indian entrepreneur) સિવાય કોઈને નહીં સમજાય કારણ કે, તેનું નામ Kovid છે. જી હા, તમે સાચું સાંભળ્યું. કોવિડ (Covid) બાદથી દુનિયામાં ઘણું પરિવર્તન જોવા મળ્યું છે. આપણે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, હાઇજીન સાથે જીવવાનું શીખી લીધું છે. છેલ્લા બે વર્ષોમાં દરેકની જિંદગીમાં ફેરફાર થયા છે, પણ Kovid Kapoor નામની વ્યક્તિના જીવનમાં શું પરિવર્તન આવ્યું કે મુશ્કેલી થઈ, એ અનુભવ ખુદ Kovidએ શેર કર્યો છે.

બેંગલુરુ સ્થિત આંત્રપ્રિન્યોર Kovid Kapoor Holidify નામની એક કંપનીના કો-ફાઉન્ડર છે. તેમણે તાજેતરમાં જ કોવિડ બાદ તેમના નામને લઈને દુનિયા શું વિચારવા લાગી એ અંગે ટ્વિટ કરી.

તેમણે પોતાના બાયોમાં પણ લખ્યું છે કે, ‘મારું નામ Kovid છે, અને હું વાયરસ નથી.’ (My name is Kovid and I'm not a virus) આ શાહરુખ ખાનના ‘મારું નામ ખાન છે, અને હું આતંકવાદી નથી’ ડાયલોગની યાદ અપાવે છે.



કપૂર પોતાની ટ્વિટમાં લખે છે કે જ્યારે તેઓ ભારતમાં પહેલી વખત કોવિડ બાદ બહાર ગયા તો ઘણાં બધા લોકો તેમનું નામ જાણીને આશ્ચર્ય વ્યક્ત કરતા હતા. તેમણે ઉમેર્યું કે, ભવિષ્યની વિદેશની ટ્રીપ પણ મજેદાર રહેવાની છે!



પોતાના નામનો અર્થ જણાવ્યો

એ પછી તેમણે પોતાના નામનો અર્થ પણ જણાવ્યો. તેમણે ટ્વિટર પર લખ્યું કે તેમનું નામ ‘કોવિદ’ છે, ના કે કોવિડ. આ શબ્દ હનુમાન ચાલીસામાંથી લેવામાં આવ્યો છે. જેનો મતલબ થાય છે ‘વિદ્વાન’.’



યુઝર્સે આવી કમેન્ટ કરી

એક યુઝરે લખ્યું કે કેવું લાગશે જ્યારે કોઈ એવું કહેશે કે Kovidજી તમને મળીને બહુ સારું લાગ્યું. તો અન્ય યુઝર્સે લખ્યું કે, ‘તમે તો બહુ ફેમસ થવાના છો’, ‘વર્ષ 2020થી બધા તમારા નામનો જાપ કરી રહ્યા છે.’

આ પણ વાંચો: Viral Video: જાવેદ હબીબે થૂંક નાખીને મહિલાના વાળ કાપ્યા! ટ્રોલ થતાં આવો જવાબ આપ્યો

જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2020માં એક સમાચાર હતા કે, યુકેમાં રહેતા એક માણસનું નામ ‘કોરોના’ (Corona) છે. જ્યારે તે વ્યક્તિ લોકોને પોતાનું નામ કહેતો ત્યારે તેમને થતું કે ‘કોરોના’ મજાક કરી રહ્યો છે. પછી તે લોકોને પોતાની આઈડી કાર્ડ બતાવતો.
First published:

Tags: Ajab Gajab, COVID-19, Trending news, Twitter

विज्ञापन