31 લાખ રુપિયામાં ભારતનો સૌથી મોંઘો નંબર, કેરળના શખ્સે ખરીદ્યો

News18 Gujarati
Updated: February 8, 2019, 6:03 PM IST
31 લાખ રુપિયામાં ભારતનો સૌથી મોંઘો નંબર, કેરળના શખ્સે ખરીદ્યો
નંબર પ્લેટ માટે 31 લાખ રૂપિયા ખર્ય્યા

સમગ્ર દેશમાં કોઇ નંબર પ્લેટ માટે આટલી મોટી રકમ ચૂકવવામાં આવી હોય તેવું પહેલીવાર બન્યું છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: શોખ મોટી વસ્તુ છે. આ વાત આપણે અહીં એટલે કરી રહ્યાં છે કે, તિરુવનંતપુરમના એક ડિસ્ટ્રીબ્યુટરે તેની કાર Porsche 718 Boxsterની એક ખાસ નંબર પ્લેટ માટે 31 લાખ રૂપિયા ખર્ય્યા છે. આ રજિસ્ટ્રેશન નંબર KJ-01CK-1 છે.

અત્યાર સુધી ભારતના કોઇ રાજ્ય અથવા સમગ્ર દેશમાં કોઇ નંબર પ્લેટ માટે આટલી મોટી રકમ ચૂકવવામાં આવી હોય તેવું પહેલીવાર બન્યું છે. આ નંબર માટે હરાજી રાખવામાં આવી હતી. જ્યાં બોલી લગાડી તિરુવનંતપુરમના કે.એસ.બાલાગોપાલે આ રજિસ્ટ્રેશન નંબર ખરીદ્યું હતું.

પહેલાં આ રેકોર્ડ હરિયાણાના Mercedes-Benz S-Classના નામે હતું. આ કારના નંબર માટે 26 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. વાત કરીએ રજિસ્ટ્રેશન નંબર KJ-01CK-1ની તો તેની માટે રિઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર (RTO) દ્વારા કેરળના તિરુવનંતપુરમમાં હરાજી રાખવામાં આવી હતી. હરાજીની શરૂઆત 500 રૂપિયાથી થઇ હતી. બાલાગોપાલે 30 લાખ રૂપિયા સાથે બોલી જીતી હતી.

આ પણ વાંચો: દિવસમાં 5 રેસ્ટોરન્ટમાં ખાતી હતી આ છોકરી, હવે દેખાઇ છે આવી

વર્ષ 2017માં બાલાગોપાલે Toyota Land Cruiser માટે 19 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. ત્યારે બાલાગોપાલે રજિસ્ટ્રેશન નંબર KL-01CB-1 ખરીદ્યો હતો. બાલાગોપાલ દેવી ફાર્માના માલિક છએ. આ અગ્રણી દવા વિતરણ કંપનીમાંથી એક છે.

 
First published: February 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...