ભારતની સૌથી મોંઘી 'ભીમ' ભેંસ, દરરોજ 1 કિલો ઘી, 25 લિટર દૂધ અને 1 કિલો કાજૂ બદામ ખાય છે

આ છે વિશ્વની સૌથી મોંઘી 'ભીમ' ભેંસ

વર્ષ 2019 ના પુષ્કર મેળામાં ભેંસનું વજન 1,300 કિલોગ્રામ હતું, અત્યારે ભેંસનું વજન 1,500 કિલોગ્રામ છે. માત્ર બે વર્ષમાં આ ભેંસની કિંમતમાં રૂ. 3 કરોડનો વધારો થયો છે. પહેલા આ ભેંસની કિંમત રૂ. 21 કરોડ હતી, આ વર્ષે ભેંસની કિંમત રૂ. 24 કરોડ થઈ ગઈ છે.

  • Share this:
    જોધપુરમાં દર વર્ષે પાલતુ પ્રાણીઓના પ્રદર્શન માટે મેળાનું આયોજન કરવામાં આવે છે. જોધપુરના હજારો લોકો આ મેળામાં ભાગ લે છે. આ મેળામાં ભીમ નામની 1,500 કિલો વજન ધરાવતી ભેંસની કિંમત રૂ. 24 કરોડ છે.

    ભીમ નામની ભેંસના માલિકનું નામ અરવિંદ જાંગીડ છે. તેમણે જણાવ્યું કે, એક અફઘાન શેખે આ ભેંસ માટે રૂ. 24 કરોડની ઓફર આપી હતી. ત્યારબાદ ભેંસના માલિક અરવિંદ જાંગીડે તેમને જણાવ્યું કે, તેઓ આ મેળામાં ભેંસની હરાજી કરવા માટે નથી લાવ્યા. ભેંસની નસલનાં સંરક્ષણ વિશે લોકોમાં જાગૃતતા લાવવા માટે તેઓ ભેંસને મેળામાં લાવ્યા છે.

    ભીમ ભેંસ 14 ફૂટ લાંબી અને 6 ફૂટ ઊંચી છે. આ ભેંસની જાળવણી માટે માસિક રૂ. 2 લાખનો ખર્ચ કરવામાં આવે છે. આ ભેંસ દરરોજ એક કિલો ઘી અને 25 લિટર દૂધનો વપરાશ કરે છે. ભેંસને દરરોજ એક કિલોગ્રામ કાજૂ-બદામ પણ આપવામાં આવે છે.

    આ પણ વાંચો-સ્કૂલના બાથરૂમમાં વિદ્યાર્થીને મળ્યો ખૂફિયા રસ્તો, અંદર નજર કરતાં જ તેના હોશ ઉડી ગયા!

    વર્ષ 2019 ના પુષ્કર મેળામાં ભેંસનું વજન 1,300 કિલોગ્રામ હતું, અત્યારે ભેંસનું વજન 1,500 કિલોગ્રામ છે. માત્ર બે વર્ષમાં આ ભેંસની કિંમતમાં રૂ. 3 કરોડનો વધારો થયો છે. પહેલા આ ભેંસની કિંમત રૂ. 21 કરોડ હતી, આ વર્ષે ભેંસની કિંમત રૂ. 24 કરોડ થઈ ગઈ છે. ભેંસના માલિક આ ભેંસને વેચવા માટે તૈયાર નથી. અન્ય ભેંસ જેમ કે, યુવરાજ ભેંસ કે જેની કિંમત રૂ. 9 કરોડ અને સુલતાન ભેંસ કે જેની કિંમત રૂ. 21 કરોડ કરતા પણ ભીમ ભેંસની કિંમત ખૂબ જ વધારે છે. ભીમ ભેંસ સૌથી મોંઘી ભેસ છે.

    ભીમના માલિક ભેસને વર્ષ 2018 અને 2019માં પુષ્કર મેળામાં લઈ ગયા હતા અને ત્યાં આ ભેંસે અનેક પુરસ્કાર જીત્યા છે. ભીમ ભેંસના માલિક ભેંસને બાલોતરા, નાગોર, દહેરાદૂન જેવા અનેક મેળામાં લઈ ગયા હતા, ત્યાં પણ આ ભેંસે અનેક પુરસ્કાર જીત્યા છે.

    આ પણ વાંચો-આવું છે ભારતનું પાતાળ લોક, જમીનથી 3,000 મીટર નીચે વસેલી છે અદ્ભૂત દુનિયા

    અરવિંદ જાંગીડ ભીમ ભેંસના શુક્રાણુ અન્ય પશુપાલકોને વેચે છે અને તેની ખૂબ જ માંગ જોવા મળી રહી છે. આ શુક્રાણુથી જન્મ લેતા વાછરડાનું વજન 40થી 50 કિલોગ્રામ હોય છે અને તે જ્યારે પુખ્ત થાય ત્યારે તે દિવસનું 20થી 30 લિટર દૂધ આપે છે. ભીમના 0.25 ml (એક પેનની રિફિલ જેટલું સીમન) સીમનની કિંમત રૂ. 500 છે. ભીમના માલિક દર વર્ષે 10 હજાર યૂનિટથી વધુ રિફિલ વેચે છે અને એકવારમાં 4થી 5 ml જેટલું સીમન નીકળે છે.
    Published by:Margi Pandya
    First published: