OMG! કેબમાં સાયકલ, LCDથી લઈને આ ચીજો છોડી જાય છે ભારતીય

ગ્રાહક પહેલાથી જ પીક સમયમાં કેબની કિંમતોમાં વધારાથી પરેશાન છે, એવામાં કેન્દ્ર સરકારના આ નવા નિયમ બાદ પ્રજાને ઝટકો લાગી શકે છે.

  • Share this:
    આપણે ભારતીયો કેબમાં યાત્રા કરીએ તે દરમિયાન માત્ર ફોન જ નથી ભુલી જતા પરંતુ બાળકોની થ્રી-વ્હીલ સાયકલ, LCD ટીવી, બેગ, ઝીંગા માછલી પણ ભૂલી જાય છે. આવી ઘણી જ કહાનીઓ આપણને જોવા મળે છે.

    એપ આધારિત ટેક્સી સેવા આપનાર ઉબેરે એક સર્વેક્ષણમાં આવી ઘણી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. જ્યા ભારતીયો LCD ટીવી સુધી કેબમાં ભૂલી જાય છે. કંપનીના બીજા ખોયા-પાયા રિપોર્ટ અનુસાર કેબમાં સામાન ભુલનાર અને છોડનાર ભારતીયો પુરા એશિયામાં અવ્વલ સ્થાન પર છે. ભારતમાં સૌથી વધારે સામાન ભૂલનારા લોકોમાં બેંગલુરૂ અને દિલ્લી એનસીઆર છે.

    ભારતીયોની આ હાલત સિંગાપુર, મનીલા અને મેલબર્ન શહેરોના લોકોથી પણ આગળ છે. એશિયા પ્રશાંત ક્ષેત્રમાં 10 એવા શીર્ષ દેશોની સૂચીમાં મુંબઈ અને હેદરાબાદનું નામ પણ સામેલ છે. આટલું જ નહિં શુક્રવાર અને સોમવારે સામાન છોડવાની ઘટના સામાન્ય છે. લોકો શનિવાર અને રવિવારે પણ સામાન છોડવાની ઘટનાઓ સામાન્ય દિવસના મુકાબલે વધારે જોવા મળે છે.

    રિપોર્ટ અનુસાર લોકોના સામાન ભૂલી જવાની સૌથી વધારે ઘટના સવારે 5થી 6 વાગ્યા વચ્ચે અથવા તો બપોરના 1થી સાંજે 4 વાગ્યા વચ્ચે નોંધાઈ છે. જ્યા પુરા એશિયા પ્રશાંતમાં ભારત અવ્વલ ભૂલક્કડ દેશ છે. જ્યારે શહેરોના મામલામાં બેંગલુરૂ સૌથી આગળ છે.
    Published by:Nisha Kachhadiya
    First published: