કોઈપણ ઘર ખરીદવા માટે સૌથી પહેલા તેની લંબાઈ, પહોળાઈ, ઈન્ટેરિયર અને લોકેશન જોવામાં આવે છે. યુકેના કિંગ્સ્ટન અને ચેલ્સિયામાં બનેલી મિલકતની કિંમત મૂલ્ય £800,000 એટલે કે ભારતીય ચલણમાં 5 કરોડથી વધુ છે. આશ્ચર્યની વાત એ છે કે, આ ફ્લેટ માત્ર 13 ફૂટનો છે, છતાં તેની કિંમત આકાશને સ્પર્શી રહી છે.
આ મિલકત ખૂબ જ સુંદર છે. જોકે તેની લંબાઈ માત્ર 13 ફૂટ છે. ઘર બહારથી જેટલું સાંકડું દેખાય છે, પરંતુ તેમાં ઈન્ટેરિયરનો ભાગ એટલો જ સુંદર અને વિશાળ છે. ઘરનો સૌથી પહોળો વિસ્તાર આગળથી પાછળ તરફ 13 ફૂટ છે. Purple Bricks દ્વારા વેચવામાં આવેલા આ ફ્લેટમાં સ્ટોરેજની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ઘરના ડિઝાઇનરને શાનદાર નંબર મળવા જોઈએ.
ઘર એક ફિલ્મ પ્રોપ જેવું છે
આ ઘર એક ફિલ્મ પ્રોપ (Filmy Prop) જેવું લાગે છે. ઘરની બહાર બિલકુલ જગ્યા નથી. જો કે, ઘરની અંદર પ્રવેશતા જ, ત્યાં સફેદ દિવાલો અને મોટી બારીઓ સાથે કોરિડોર છે. ફ્લેટમાં બે ડબલ બેડ રૂમ, એક મોટો લિવિંગ રૂમ અને શાવર રૂમ છે. આશ્ચર્યની વાત એ છે કે, આટલી નાની જગ્યા વચ્ચે પણ એક નાનો બગીચો બનાવવામાં આવ્યો છે. ઘરને સ્માર્ટ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી એક નાનો ફ્લેટ પણ મોટો દેખાય.
ઘર થર્લો સ્ક્વેર (Thurloe Square)માં બનાવવામાં આવ્યું છે. અહીં નજીકમાં જ સાઉથ કેન્સિંગ્ટન (South Kensington) ટ્યુબ સ્ટેશન છે અને તેની સામે જ એક સુંદર પાર્ક છે. આ જ કારણ છે કે લોકો નાની જગ્યા માટે પણ મોટી રકમ ચૂકવવા તૈયાર છે. આ મિલકત પર્પલ બ્રિક્સ દ્વારા વેચવામાં આવી રહી છે. ઘરની એક બાજુ ડોક્ટરનું સર્જરી ક્લિનિક છે, જ્યારે બીજી બાજુ હેરડ્રેસીંગ સલૂન છે. આ 5 માળનું ઘર 1034 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે અને તેને એક અનન્ય આકર્ષણ મિલકત તરીકે વર્ણવવામાં આવી છે. આ પહેલા પણ ઇંગ્લેન્ડમાં માત્ર 1.66 મીટરનું સાંકડું ઘર 60 કરોડ રૂપિયાથી વધુમાં વેચાયું હતું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર