અહીં નિર્વસ્ત્ર થઈ ઘરનું કામ કરતી નોકરાણીઓની માગમાં વધારો !

અહીં નોકરાણીઓ નિર્વસ્ત્ર થઈ ઘરનું કામ કરે છે

News18 Gujarati
Updated: September 14, 2018, 6:32 PM IST
અહીં નિર્વસ્ત્ર થઈ ઘરનું કામ કરતી નોકરાણીઓની માગમાં વધારો !
અહીં નોકરાણીઓ નિર્વસ્ત્ર થઈ ઘરનું કામ કરે છે
News18 Gujarati
Updated: September 14, 2018, 6:32 PM IST
કોઈ પણ દેશમાં ઘરમાં કામ કરવા આવનારી મહિલા જો ન આવે તો ઘરના બધા પરેશાન થઈ જાય છે. ઘરને રોજિંદા જીવનમાં સાફ-સુથરું અને વ્યવસ્થિત રાખવા તેમનો મહત્વનો ભાગ હોય છે. આજે લગભગ બધાં ઘરમાં નોકરાણીઓ કામ કરવા આવતી હોય છે. કેટલાક દેશોમાં આની એજન્સીઓ પણ હોય છે, જે બધાને નોકરાણી પૂરી પાડે છે. ફક્ત આપણા દેશમાં જ આવી એજન્સી નથી. બ્રિટનમાં ઘરમાં કામ કરવાવાળી નોકરાણીની બહુ માગ છે, પણ ત્યાં થોડી અલગ રીતની છે. અહીં ઘરનું કામ નિર્વસ્ત્ર થઈ સંભાળે એવી નોકરાણીની માગ વધુ છે.

આવા સમાચાર તમને અલગ લાગશે, પણ આ વાત તદ્દન સાચી છે. બ્રિટનમાં કપડાં પહેર્યાં વગર કામ કરતી નોકરાણીઓની માગમાં દિવસે દિવસે વધતી જાય છે. આ નોકરાણીને એક કલાક કામના રૂ.4500-રૂ.5000 મળે છે. લંડનમાં લૂરા નામની એક મહિલા ન્યૂડ ક્લીનર્સ નામની કંપની ચલાવે છે. કંપનીની એવી કોશિશ છે કે ઓછી ઉંમરની છોકરીઓને આ કામ ન મળે. આ જોબ એવી મહિલાઓને ઓફર કરાય છે, જેમના વિચારો ખુલ્લા હોય અને પ્રકૃતિપ્રેમી હોય.

ઘરમાં નિર્વસ્ત્ર થઈ કામ કરનારી મહિલાઓને પણ આ કામની કોઈ ફરિયાદ નથી. તેમનું તો એવું કહેવું છે કે કંપની તેમનું પૂરેપૂરું ધ્યાન રાખે છે અને જે ઘરમાં કામ કરવા જાય ત્યાં પોતાને સુરક્ષિતતાનો અનુભવ થાય છે. આ મહિલાઓ જે ઘરમાં કામ કરવા જાય છે એના સભ્યોને પહેલેથી જ કંપની આ વિશે પૂરી માહિતી આપી દે છે. કંપની પોતાના ક્લાયન્ટને સારી રીતે એવું સમજાવી દે છે કે ન્યૂડ થઈ કામ કરનારી મહિલાને સ્પર્શ કરવાનો કે ખરાબ વ્યવહાર કરવાનો અધિકાર કોઈને નથી. શરૂઆતમાં મહિલાઓ ભલે થોડી પરેશાન હોય, પણ પછી ડર ધીમે ધીમે દૂર થઈ મુક્ત મને સહજ રીતે કામ કરતી જોવા મળે છે.
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...