વૉશિંગટન: જુડવા (Twins) બાળકોનો જન્મ થાય તે નવી વાત નથી પરંતુ અમેરિકા (US)ના આ કેસ જરા ખાસ છે. અહીં જુડવા બાળકોનો જન્મ તો થયો પરંતુ તેના જન્મ આપનારી માતા અલગ અલગ હતી! આ કહાની અમેરિકાની 31 વર્ષીય મહિલા કેલ્સી પીયર્સ (Kelsi Pierce)ની છે, જે માતા બની શકતી નહતી. કેલ્સીએ અનેક પ્રયાસ કર્યાં પરંતુ શારીરિક તકલીફોને કારણે તેણી ગર્ભધારણ કરી શકતી ન હતી. આથી કેલ્સીની માતા આગળ આવી હતી અને પુત્રી માટે પોતે ગર્ભધારણ કરવાનો નિર્ણય કર્યો હતો. ખાસ વાત તે એ છે કે આ દરમિયાન કેલ્સી પણ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી.
મિનસોટામાં રહેતી કેલ્સીને મેડિકલની મદદ પછી પણ ગર્ભધારણમાં સફળતા મળતી ન હતી. જે બાદમાં કેલ્સીએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો હતો. ટેસ્ટમાં માલુમ પડ્યું કે કેલ્સીનું ઑસ્ટ્રેજન સ્તર ખૂબ ઓછું છે, તેણી બાળક સંભાળવા માટે શારીરિક રીતે તૈયાર નથી. ડૉક્ટરને તપાસ દરમિયાન માલુમ પડ્યું કે કેલ્સીના ફેલોપિયન ટ્યૂબ્સમાં બ્લૉકેજ છે. પોતાની દીકરીનું દર્દ જાણીને તેની 52 વર્ષીય માતા લીસા રદરફોર્ડ પણ મિશિગનથી અહીં આવી પહોંચી હતી.
લીસાએ એક મેગેઝિનમાં વાંચ્યું હતું કે કેવી રીતે એક 50 વર્ષીય મહિલાએ તેની દીકરી માટે ગર્ભધારણ કર્યું હતું. ધ મિરરના રિપોર્ટ પ્રમાણે કેલ્સીએ જણાવ્યું કે તેણીની માતાએ આવી જ રીતે મદદ કરવાની વાત કરી હતી. કેલ્સીને શરૂઆતમાં માતાની વાતને મજાકમાં લીધી હતી પરંતુ બાદમાં તેણીએ માતાના આઇડિયા પર પુર્નવિચાર કર્યો હતો.
પહેલી જાન્યુઆરીથી બદલાશે આ 10 નિયમ
લીસાને કેલ્સી અને તેના પતિ કાઇલના બાળકોના એમ્બ્રિઓ આપવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે માર્ચ મહિનામાં કેલ્સી પણ ગર્ભવતી થઈ હતી. જે બાદમાં માતા અને દીકરી બંને ગર્ભવતી હોવાના સમાચાર આવ્યા હતા. જોકે, કેલ્સીને આ વાત ઘણી વિચિત્ર લાગે છે. થોડા સમય પહેલા બંને મહિલાઓએ બે બાળકીઓને જન્મ આપ્યો છે. બંને બાળકીના જન્મ અલગ અલગ મહિનામાં થયો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર