લો બોલો! તસ્કરો આખે આખું ATM મશીન ઉપાડી ગયા, બનાવ સીસીટીવીમાં કેદ

બનાવી સીસીટીવીમાં કેદ.

તસ્કરોએ પહેલા એક જ્વેલરી શૉપ તોડવાનો પ્રયાસ કર્યો હતો, તેમાં સફળતા ન મળતા એટીએમ મશીનને ઉખાડીને સાથે લઈ ગયા હતા.

 • Share this:
  નવી દિલ્હી: સીસીટીવી કેમેરાનું ચલણ વધવાને કારણે પોલીસ (Police)ને અનેક ગુનાઓનો ભેદ ઉકેલવામાં ખૂબ મદદ મળી રહી છે. ખાસ કરીને ચોરીના બનાવોમાં સીસીટીવી (CCTv) ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ દરમિયાન તેલંગાણામાંથી એક આઘાતજનક બનાવ સામે આવ્યો છે. અહીં તસ્કરો આખે આખું એટીએમ મશીન (ATM Machine) લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવ રાજ્યના એડિલાબાદ શહેર ખાતે શુક્રવારે વહેલી સવારે બન્યો હતો.

  વિગતે વાત કરીએ તો વહેલી સવારે ત્રણ વાગ્યે કેટલાક તસ્કરો કાર લઈને આવી પહોંચ્યા હતા. જે બાદમાં કલેક્ટર ચોક ખાતે આવેલા એક એટીએમ મશીનને દુકાનમાંથી ઉઠાવી ગયા હતા. તસ્કરોએ એટીએને દોરડું બાંધીને ખેંચી લીધું હતું. આ બનાવ અડિલાબાદ ટાઉન-2 પોલીસ સ્ટેશન નજીક બન્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, તસ્કરોએ પહેલા દેવીચંદ ચોક ખાતે એક જ્વેલરી શૉપ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓને તેમાં સફળતા મળી ન હતા. જે બાદમાં તેઓ એક એટીએમ મશીનને ઉખાડીને સાથે લઈ ગયા હતા.

  આ પણ વાંચો: લાંબા ગાળા માટે સોના પાછળની દોડ કેટલી ફાયદાકારક? શું યોગ્ય વળતર મળશે?

  પોલીસે આ અંગે જણાવ્યું હતું કે,"એટીએમ મશીનની ચોરી કરીને ભાગેલા ચોરોએ વાહન અને એટીએમ મશીનને શહેરની બહારના વિસ્તારમાં રેઢા મૂકી દીધા હતા. પોલીસના વાહનને જોઈને તસ્કરો એટીએમ લઈને જે કારમાં જઈ રહ્યા હતા તેને મૂકીને ફરાર થઈ ગયા હતા." આ બનાવ બાદ પોલીસના ઊચ્ચ અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજ પરથી તસ્કરોની શોધી કાઢવા માટે પ્રયાસ હાથ ધર્યાં છે.

  આ પણ વાંચો: યુવતીને લગ્નની લાલચે પ્રેમજાળમાં ફસાવી, બે વર્ષ સુધી શારીરિક સંબંધ રાખી તરછોડી દેતા યુવતીને આપઘાત

  સામાન્ય રીતે એવું જોવા મળે છે કે તસ્કરો એટીએમ તોડીને તેમાંથી પૈસા ઉઠાવી જતા હોય છે. આ માટે ઘણી વખત એટીએમને ગેસ કટરથી કાપવામાં આવ્યાના બનાવો પણ સામે આવ્યા છે. પરંતુ અહીં તો એસબીઆઈનું આખે આખું એટીએમ તસ્કરો ઉઠાવી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે ગુરુવારે રાત્રે એટીએમમાં 20 લાખ રૂપિયા જેટલી કેશ જમા કરવામાં આવી હતી. જોકે, તસ્કરોએ બાદમાં એટીએમની કેશ બોક્સ કાઢી લીધું હતું અને ગાડી તેમજ અન્ય સામાન મૂકીને ફરાર થઈ ગયા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published: