Home /News /eye-catcher /આ કામમાં પણ આજની મહિલાઓ પુરુષો કરતાં આગળ નીકળી ગઈ

આ કામમાં પણ આજની મહિલાઓ પુરુષો કરતાં આગળ નીકળી ગઈ

પ્રતિકાત્મક તસવીર

    આજે વિજ્ઞાન, રમતગમત, મનોરંજન, આઇટી વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષો કરતાં આગળ નીકળી ગઈ છે. તાજેતરમાં એક એવો અહેવાલ આવ્યો છે કે આજકાલની મહિલાઓ દારૂ પીવામાં પુરુષો કરતાં આગળ નીકળી ગઈ છે. આખી દુનિયામાં એવી ગેરસમજ છે કે મહિલાઓ પુરુષો કરતાં ઓછો દારૂ પીએ છે. અહેવાલ એવું કહેવાયું છે કે વર્ષ 1999થી વર્ષ 2000 દરમિયાન જે મહિલાઓનો જન્મ થયો છે તે દારૂ પીવામાં પુરુષો સામે બરોબરની ટક્કર લઈ રહી છે. અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે મહિલાઓ દ્વારા દારૂના સેવનનો ગ્રાફ ઝડપથી ઉપર તરફ જઈ રહ્યો છે, તેઓ ઝડપથી પુરુષોને પાછળ છોડી શકે છે.

    મહિલાઓમાં વધી રહેલી દારૂની લતનો પ્રભાવ પણ સામે આવવા લાગ્યો છે. અમેરિકાના સરકારી રિપોર્ટના આંકડા મુજબ જાણવા મળે છે કે વર્ષ 2000થી વર્ષ 2015 દરમિયાન સિરોસિસને કારણે મરનારી મહિલાઓના આંકડામાં 50 ટકાનો વધારો થયો છે. આમાં મરનારી મહિલાઓની ઉંમર 45થી 64 જાણવા મળ્યું છે. અહેવાલમાં દારૂ પીને મરનારી 25થી 45 વર્ષની મહિલાઓના આંકડામાં વધારો નોંધાયો છે.

    વર્ષ 1999થી વર્ષ 2000 દરમિયાન જે મહિલાઓનો જન્મ થયો છે તે દારૂ પીવામાં પુરુષો સામે બરોબરની ટક્કર લઈ રહી છે.


    વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે પુરુષોની તુલનામાં મહિલાઓ પર દારૂનો ખરાબ પ્રભાવ વધુ પડે છે જેની પાછળ મુખ્ય કારણ છે આલ્કોહોલ ડિહાઇડ્રોગેનેજ (ADH) છે. તેઓ જણાવે છે કે દારૂ પીધા બાદ મહિલાઓના શરીરમાંથી નીકળનારા આલ્કોહોલ ડિહાઇડ્રોગેનેજની માત્રા સીમિત હોય છે. આલ્કોહોલ ડિહાઇડ્રોગેનેજ લીવરની બહાર નીકળે છે. જે અમારા શરીરમાં આલ્કોહોલને નબળું પાડવાનું કામ કરે છે. મહિલાઓના શરીરમાં પાણીની માત્રા કરતાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે જેને કારણે મહિલાઓ પર દારૂની ખરાબ અસર પડે છે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Drinking alcohol, સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन