મુસાફરે નિર્વસ્ત્ર થઈને વિમાનમાં ચઢવાનો કર્યો પ્રયાસ, કારણ રસપ્રદ

News18 Gujarati
Updated: March 27, 2019, 11:32 AM IST
મુસાફરે નિર્વસ્ત્ર થઈને વિમાનમાં ચઢવાનો કર્યો પ્રયાસ, કારણ રસપ્રદ
વિમાનમાં ચઢવાનો પ્રયાસ કરનાર મુસાફર

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે નિર્વસ્ત્ર હાલતમાં રહેલા મુસાફરના આગળનો મુસાફર કોઈ જ ચિંતા કે પરેશાન થયા વગર શાંતિથી લાઈમાં ઉભો છે.

  • Share this:
મોસ્કો : રશિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મુસાફર સંપૂર્ણ નિર્વસ્ત્ર હાલતમાં ફ્લાઇટમાં ચઢવા માટે રાહ જોઈને લાઈનમાં ઉભો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે મુસાફરો ફ્લાઇટમાં ચડવા માટે લાઇનમાં ઉભા છે. આ તમામ મુસાફરોની સાથે એક મુસાફર સંપૂર્ણ નિર્વસ્ત્ર હાલતમાં ખૂબ જ ધીરજ સાથે ઉભો છે. લાઇન ધીમે ધીમે આગળ વધી રહી છે ત્યારે આ વ્યક્તિને લાઇન ક્રોસ કરતો પણ જોઈ શકાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિએ તેના ગળામાં લોકેટ જેવી કોઈ વસ્તુ પહેરી રાખી છે. આ વસ્તુને તે ચુંબન પણ કરે છે. એવું લાગી રહ્યું છે કે આ દરમિયાન તે પ્રાર્થના કરી રહ્યો હતો.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે નિર્વસ્ત્ર હાલતમાં રહેલા મુસાફરના આગળનો મુસાફર કોઈ જ ચિંતા કે પરેશાની વગર શાંતિથી લાઈનમાં ઉભો છે.

રશિયાના સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે વ્યક્તિએ મોસ્કોના Domodedovo એરપોર્ટ ખાતેથી ઉરલ એરલાઇન્સની ફ્લાઇટમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, વ્યક્તિ વિમાનમાં ચડે તે પહેલા જ એરપોર્ટના સ્ટાફે તેને અટકાવ્યો હતો. બાદમાં તેને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો.સ્થાનિક મીડિયાના જણાવ્યાા પ્રમાણે વ્યક્તિએ એવો દાવો કર્યો હતો કે, કપડાંને કારણે વિમાનમાં મુસાફરી દરમિયાન શરીર હવામાં ઉડી શકે છે, આથી કપડાં પહેર્યા વગર જ મુસાફરી કરવી હિતાવહ છે.

એરપોર્ટ પર હાજર લોકોના કહેવા પ્રમાણે આ વ્યક્તિએ જાહેરમાં જ પોતાના કપડાં ઉતારી નાખ્યા હતા. તે દારૂ પીધેલી હાલતમાં બિલકુલ ન હતો.

રશિયાના આંતરિક બાબતોના મંત્રીના જણાવ્યા પ્રમાણે 38 વર્ષીય યુવક યાકુત્સકનો નિવાસી છે, પરંતુ તે મોસ્કોમાં રહે છે.
First published: March 27, 2019, 11:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading