Home /News /eye-catcher /

આ ગામમા પત્ની ગર્ભવતી થવા પર પતિ કરે છે બીજા લગ્ન, જાણો શું છે કારણ

આ ગામમા પત્ની ગર્ભવતી થવા પર પતિ કરે છે બીજા લગ્ન, જાણો શું છે કારણ

    આપણને સાંભળવામાં થોડુ વિચિત્ર લાગે છે, પણ એ વાત સાચી છે કે દેશમાં આવા અનેક ગામ છે, જ્યાં લોકો એક અથવા બે લગ્ન કરે છે. પરંતુ આમાં વધુ આશ્ચર્યજનક વાત છે આ લગ્ન પહેલી કે બીજી પત્નીની ઇચ્છાથી થાય છે. જી હા, તમે બરાબર વાંચ્યુ , આજે પણ આપણા દેશમાં આવા અનેક ગામ છે.

    રાજસ્થાનના બાડમેર જિલ્લાનું દેરાસર ગામ, જ્યાં લોકો તેમની પ્રથમ પત્નીની ગર્ભાવસ્થા બાદ બીજા લગ્ન કરે છે. જી હા, આ વાંચીને, તમને કદાચ વિચિત્ર લાગ્યું હશે કે જ્યારે તેની પત્ની ગર્ભવતી હોય ત્યારે બીજા લગ્ન વિશે શું વિચારે છે? પરંતુ વધુ આઘાતજનક વાત એ છે કે તે છોકરીઓ પણ લગ્નના પ્રથમ દિવસથી જાણે છે કે આ દિવસ ચોક્કસપણે આવશે! પતિ અને પત્નીના સંબંધનું એક અજબ રૂપ રાજસ્થાનના દેરાસર વિસ્તારમાં જોવા મળે છે. જ્યાં પત્નીના ગર્ભવતી થવા પર પતિ બીજા લગ્ન કરી લે છે. અહીં વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે અને બાડમેર વિસ્તારના દેરાસર ગામના લોકો આ રિવાજ માનતા આવે છે.



    બીજા લગ્ન રાજસ્થાનના બાડમેર વિસ્તારના દેરાસર ગામમાં આ રિવાજ વર્ષોથી ચાલતો આવે છે. જ્યાં લગ્ન કરીને આવનારી પત્નીને પણ ખબર હોય છે કે એક દિવસ તેનો પતિ બીજા લગ્ન ચોક્કસ કરશે. પત્ની જેવી ગર્ભવતી થાય છે તેની સાથે જ પતિ બીજી દુલ્હન લઈને આવે છે. આ વિસ્તારમાં એક કરતા વધારે લગ્ન કરવાનું પ્રચલન છે અને આ રિવાજ પાછળ મોટું કારણ પણ છે, જેને જાણીને તમે હેરાન થઇ જશો.



    પાણીની તકલીફ વધારે લગ્નનું કારણ ખરેખર રાજસ્થાનના આ વિસ્તામાં પાણીની ખુબ જ તકલીફ થઇ રહી છે. પાણીની સમસ્યા ને કારણે અહીંના પુરુષોએ બે - ત્રણ લગ્ન કરવા પડી રહ્યા છે. એવું એટલા માટે કારણકે પાણીની શોધમાં તેમને ઘરથી ઘણે દૂર જવું પડે છે. ઘણા કિલોમીટર સુધી ચાલતા જવું પડે છે અને માથામાં ઘડો મૂકીને લાવવું પડે છે. તેવી હાલતમાં ગર્ભવતી મહિલા આટલો ભાર સહન નથી કરી શકતી. પરંતુ પાણી વિના કામ ચાલી શકતું નથી. એટલા માટે પત્ની ગર્ભવતી થાય ત્યારે બીજી મહિલાની જરૂરત અનુભવાય છે. આ જરૂરત પુરી કરવા માટે પુરુષ બીજા લગ્ન કરે છે.

    રાજસ્થાન અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આ પરંપરા ચાલી રહી છે. રાજસ્થાનના બાડમેર સાથે સાથે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યાને વધારે લગ્ન કરવાની પ્રથા છે. મહારાષ્ટ્રના ઘણા ગામો એવા છે જ્યાં પાણીની સમસ્યાને કારણે પુરુષ એક કરતા વધારે લગ્ન કરે છે. મહારાષ્ટ્રમાં આવી પત્નીઓને (પાણીની બાઈ) કહેવામાં આવે છે.

    પાણી માટે એક કરતા વધારે લગ્ન મહારાષ્ટ્રના દેગણમલ વિસ્તારમાં પુરુષ ત્રણ થી ચાર લગ્ન પણ કરે છે. એવું એટલા માટે કારણે એક પત્ની ઘરે છોકરાઓની સંભાળ રાખી શકે. જયારે બીજી બે ત્રણ પત્નીઓ ઘર માટે જરૂરી પાણી લાવી શકે. હંમેશા એવું જોવા મળ્યું છે કે બીજી પત્ની ક્યાંતો વિધવા હોય છે અથવા તેને ઘર ઘ્વારા છોડી દેવામાં આવી હોય છે. કેટલાક વખત તો ઘરડા પુરુષો જુવાન છોકરીઓ સાથે લગ્ન કરે છે જેથી તે વધારે પાણી ભરીને લાવી શકે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Barmer, Water Crisis, રાજસ્થાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन