24 કલાકમાં એક વ્યક્તિને કોરોનાની રસીના 10 ડોઝ મળ્યા, આરોગ્ય મંત્રાલયમાં થયો હોબાળો!
24 કલાકમાં એક વ્યક્તિને કોરોનાની રસીના 10 ડોઝ મળ્યા, આરોગ્ય મંત્રાલયમાં થયો હોબાળો!
પૈસાની લાલચમાં આવીને એક વ્યક્તિએ 24 કલાકમાં વેક્સિનના 10 ડોઝ લઈ લીધા હતા. (પ્રતિકાત્મક તસવીર AP)
Corona Vaccination: કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન (Corona New Variant Omicron)ની એન્ટ્રી બાદ હવે વિશ્વના મોટાભાગના દેશો પ્રયાસ કરી રહ્યા છે કે, તમામ નાગરિકોને રસીના બંને ડોઝ મળવા જોઈએ. કેટલાક દેશોમાં જ્યાં રસીનો ડોઝ પૂરો થઈ રહ્યો છે, તો કેટલાક દેશો એવા છે જ્યાં કોરોનાનો બૂસ્ટર ડોઝ લાગુ કરવામાં આવી રહ્યો છે.
કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન (Corona New Variant Omicron)ની એન્ટ્રી બાદ હવે વિશ્વના મોટાભાગના દેશો પ્રયાસ કરી રહ્યા છે કે, તમામ નાગરિકોને રસીના બંને ડોઝ મળવા જોઈએ. કેટલાક દેશોમાં જ્યાં રસીનો ડોઝ પૂરો થઈ રહ્યો છે, તો કેટલાક દેશો એવા છે જ્યાં કોરોનાનો બૂસ્ટર ડોઝ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ બધાની વચ્ચે ન્યૂઝીલેન્ડથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. રસીના 2 ડોઝ મળવાથી લોકો ચિંતિત છે અને ન્યુઝીલેન્ડના એક વ્યક્તિને 24 કલાકની અંદર કોરોના રસીના 10 ડોઝ લગાવી લીધા છે.
કોરોનાની રસી એકસાથે મેળવવાનો આ કદાચ પહેલો કેસ છે. આ વાત સામે આવ્યા બાદ ન્યુઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રાલયમાં હડકંપ મચી ગયો છે. કોવિડ-19 વેક્સિન અને ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામના ગ્રુપ મેનેજર એસ્ટ્રિડ કોર્નિફે માહિતી મેળવ્યા બાદ કહ્યું કે, આ સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે અને આટલી બધી રસી લેવાથી તેણી જોખમમાં આવી શકે છે. આ ઘટના કયા વિસ્તારની છે તેની માહિતી જાહેર કરવામાં આવી નથી.
સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, આ વ્યક્તિએ એક જ દિવસમાં અનેક રસીકરણ કેન્દ્રોની મુલાકાત લીધી અને કોરોનાની 10 રસી લઈ લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વ્યક્તિને દરેક ડોઝ માટે પૈસા મળતા હતા, જેમાં તે અલગ-અલગ રસીકરણ કેન્દ્રોમાં ગયો અને 10 ડોઝ લીધા. ન્યુઝીલેન્ડના આરોગ્ય વિભાગ માટે આ એક ચોંકાવનારી બાબત હતી કારણ કે, જે લોકોના નામની વ્યક્તિએ રસી લીધી હશે, તેઓને રસી ન મળી હોવા છતાં તેઓને રસી અપાયેલા લોકોમાં ગણવામાં આવશે.
ઓકલેન્ડ યુનિવર્સિટીના રસીકરણ નિષ્ણાત હેલેન પેટોઈસ-હેરિસે જણાવ્યું હતું કે કોઈ અભ્યાસમાં આટલી મોટી સંખ્યામાં રસી લેવાની અસર અંગેનો ડેટા સામેલ કરવામાં આવ્યો નથી, તેથી 10 ડોઝ લેનાર વ્યક્તિના સ્વાસ્થ્ય પર શું અસર થશે, તે કહી શકાય નહીં. અગાઉ બ્રાઝિલમાં પણ એક વ્યક્તિને રસીના નિર્ધારિત ડોઝ કરતાં વધુ ડોઝ મળ્યા હતા. સદનસીબે, તેમના પર રસીની કોઈ આડઅસર થઈ ન હતી. આ વ્યક્તિએ 10 અઠવાડિયાની અંદર રસીના 5 ડોઝ લીધા હતા.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર