શિકાર માટે ઘાસની અંદર ઘાત લગાવીને કેટલા વાઘ છુપાઈને બેઠા છે? શોધી આપો

News18 Gujarati
Updated: March 15, 2020, 9:09 AM IST
શિકાર માટે ઘાસની અંદર ઘાત લગાવીને કેટલા વાઘ છુપાઈને બેઠા છે? શોધી આપો
IFS અધિકારી સુશાંત નંદાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શૅર કરીને પડકાર ફેંક્યો છે. (Twitter Image)

કેટલાક લોકોને તસવીર ફોટોશૉપ લાગી તો કેટલાકે તો થોડીક જ વારમાં વાઘો શોધી આપ્યા!

  • Share this:
નવી દિલ્હી : ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS)ના અધિકારી સુશાંત નંદા (Susanta Nanda)એ પોતાના ટ્વિટર (Twitter) હેન્ડલ પર એક તસવીર શૅર કરીને પડકાર ફેંક્યો છે કે તેમાં કેટલા વાઘ દેખાઈ રહ્યા છે. તસવીરમાં જોઈ શકાય છે કે ઊંચું ઘાસ ઉગેલું છે. નંદા પહેલા પણ ટ્વિટર પર વન્ય જીવો (Wild Life) સાથે જોડાયેલી તસવીરો મૂકતા રહ્યા છે.

તેઓએ ટ્ટિટર પર વધુ એક તસવીર શૅર કરી જેમાં એક વાઘ (Tiger) ગાઢ ઝાડીઓની વચ્ચે જોવા મળી રહ્યો છે. તેઓએ લખ્યું કે, 'છલ અને ગેરમાર્ગે દોરવાની' આ સારી રીતે છે. શું તમે જણાવી શકશો કે જમણી તસવીરમાં કેટલા વાઘ જોવા મળી રહ્યા છે.

તેની પર એક ટ્વિટર યૂઝરે તસવીર સ્પષ્ટ ન હોવાની વાત કહી તો સુશાંત નંદાએ વધુ એક તસવીર શૅર કરી અને પૂછ્યું કે હવે જણાવો આપને કેટલા વાઘ દેખાયા.અનેક લોકો આ તસવીરને જોઈ વિચારમાં પડી ગયા અને અનેક લોકોએ તો વાઘ શોધવાનો પ્રયાસ જ છોડી દીધો.

પરંતુ કેટલાક લોકોએ ઘાસમાં છુપાયેલા આ વાઘોને શોધવામાં જરાય મોડું ન કર્યું.

આ પણ વાંચો, Corona Effect: ઘરોમાં કેદ ઈટલીના લોકો માટે પૉર્ન સાઇટે Free કર્યું પ્રિમિયમ કન્ટેન્ટ

જોકે, કેટલાક લોકોએ આ તસવીરને ફોટોશૉપ (Photoshop)થી તૈયાર કરી હોવાની વાત કહી.

મૂળે, શરીબ પર આવેલી પટ્ટીઓ વાઘોને સોનેરી ઘાસમાં છુપાવવા માટે મદદ કરે છે અને એવામાં આ વાઘોને દૂરથી જોઈ શકવું સરળ નથી હોતું.

આ પણ વાંચો, આ ગામમાં બેન્ડ-વાજા સાથે ભેંસના બચ્ચાની થઈ મુંડનવિધિ, જાણો કારણ
First published: March 15, 2020
વધુ વાંચો
अगली ख़बर