Home /News /eye-catcher /સપનામાં આવતી આ વસ્તુઓ આપે છે અશુભ સંકેત, ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેજો
સપનામાં આવતી આ વસ્તુઓ આપે છે અશુભ સંકેત, ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેજો
સ્વપ્નશાસ્ત્ર
સપનાઓ સંકેત આપે છે એ તો જાણીતી બાબત છે. પણ સપનામાં જો કેટલીક ચોક્કસ ચીજો જોવા મળે તો એનો ખાસ અર્થ થતો હોય છે. જાણો કઈ ચીજો સ્વપ્નમાં આવે તો અશુભ કહેવાય છે.
જો તમે સપનામાં ઝાડ કપાતા જોઈ રહ્યા છો, ખુદને ઊંચી જગ્યાએથી પડતા જોઈ રહ્યા છો, ઘુવડ જોઈ રહ્યા છો, આત્માનો અવાજ સાંભળો અથવા ડોકટર અને ગધેડો દેખાય તો તે ગંભીર ઘટનાનો સંકેત આપે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આ 8 પ્રકારના સપનાનો શું અર્થ હોય છે, તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
સપનામાં આત્માનો અવાજ સંભળાવો
સપનામાં કોઈ મૃત વ્યક્તિ અથવા આત્મા જોવા મળે તો, તે ખૂબ જ અશુભ સંકેત હોઈ શકે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આ પ્રકારનું સપનું આવવું તે તમને ગંભીર બિમારી હોવાનો સંકેત આપે છે.
સપનામાં જાન જોવી
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં જાન જોવા મળે તો તે આવનારા સમયમાં મુશ્કેલીઓ વધવાનો સંકેત આપે છે. સપનામાં જોવા મળતી જાનમાં જો તમે જ દુલ્હા છો તો, તેને વધુ અશુભ માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર આ પ્રકારના સપના તમને મૃત્યુ સમાન કષ્ટ આપી શકે છે.
સપનામાં ઘુવડ જોવું
જો તમને સપનામાં ઘુવડ જોવા મળે છે, તો તમારે સાવચેત થઈ જવું જોઈએ. સપનામાં ઘુવડ જોવા મળે તો તે શોક સમાચાર તરફ ઈશારો કરે છે અથવા તમે ગંભીર બિમારીનો શિકાર થઈ શકો છો.
સપનામાં ઝાડ કપાતું જોવું
જો તમને સપનામાં ઝાડ કપાતું જોવા મળી રહ્યું છે, તો તે ધનનું નુકસાનનું થવાનો સંકેત આપે છે. ઉપરાંત આરોગ્ય સંબંધિત ગંભીર બિમારી અથવા ઘરની વડીલ વ્યક્તિનું મૃત્યુ થવાનો સંકેત હોઈ શકે છે.
સપનામાં ખુદને ઉંચાઈએથી પડતા જોવું
જો તમે સપનામાં ખુદને ઉંચાઈએથી પડતા જોઈ રહ્યા છો, તો તમને અશુભ સંકેત આપે છે. માનવામાં આવે છે કે, આ પ્રકારનું સપનું જોવા મળે તો ધનનું નુકસાન અથવા આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે.
સપનામાં ગધેડો જોવા મળવો
સપનામાં ગધેડો જોવા મળે છે તો તે અશુભ સંકેત આપે છે. સપનામાં ગધેડો દેખાય તો તેને મૃત્યુનું સૂચક માનવામાં આવે છે.
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો તમે સપનામાં ખુદનો જન્મદિવસ ઊજવો છો, તો તે તમારી ઉંમર ઓછી હોવાનો સંકેત આપે છે. જે અકાળે મૃત્યુ થવાનો ઈશારો આપે છે.
સપનામાં ડોકટર જોવા મળવો
જો તમને સપનામાં ડોકટર અથવા હોસ્પિટલ દેખાય છે, તો તે જલ્દી બિમાર થવાનો સંકેત આપે છે. જો તમે તાજેતરમાં જ આ પ્રકારનું સપનું જોયું છે, તો તમારે સાવચેત થઈ જવું જોઈએ અને પોતાના આરોગ્ય પર ધ્યાન આપવું જોઈએ.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર