Home /News /eye-catcher /

ગજબ! 'રબને મિલાદી જોડી', જુડવા બહેનોને મળી ગયા જુડવા પતિ, ચારેયને સાથે જોઈ તમે પણ આંખો ચોળશો

ગજબ! 'રબને મિલાદી જોડી', જુડવા બહેનોને મળી ગયા જુડવા પતિ, ચારેયને સાથે જોઈ તમે પણ આંખો ચોળશો

જુડવા બહેનો અને જુડવા ભાઈઓની પ્રેમ કહાની

અમેરિકા (America)ની બે જુડવા બહેનો (Identical Twin Sisters)ની કહાની સાંભળવી જોઈએ. તે પોતાના માટે જીવનસાથી (Twin Sisters Find Love in Twin Brothers)પણ જુડવા ભાઈઓ જ શોધતી હતી.

  Ajab Gajab : એવું કહેવામાં આવે છે કે, ભગવાને આપણા બધા માટે કોઈને કોઈ તો જોડી બનાવી છે. જો તમે આમાં માનતા નથી, તો તમારે અમેરિકા (America)ની બે જુડવા બહેનો (Identical Twin Sisters)ની કહાની સાંભળવી જોઈએ. આ બહેનોની ઈચ્છા હતી કે, તે એવા પતિ સાથે લગ્ન કરશે, જે તેમની જેમ જુડવા હોય. ભગવાને તેમની આ ઇચ્છા સાંભળી લીધી અને તેમને મેળવી દીધા બે જુડવા ભાઈઓ (Identical Twin Brothers) સાથે.

  આ જુડવા બહેનો અમેરિકાની છે. નાનપણથી, તે ઇચ્છતી હતી કે, તે બંનેને ક્યારેય અલગ થવું ન પડે. આ જ કારણ છે કે, તેમણે પોતાના માટે જીવનસાથી (Twin Sisters Find Love in Twin Brothers)પણ જુડવા ભાઈઓ જ શોધતી હતી. ઇચ્છતી હતી. ભગવાને આ 25 વર્ષીય બહેનોની ઇચ્છા સાંભળી અને હવે તે બંનેએ 29 વર્ષીય જોડિયા ભાઈઓ સાથે લગ્ન કરી દીધા છે. હવે ચારેય મળીને ખુશીથી જીવે છે.

  આ પણ વાંચો - કોલેજ સ્નાતકો માટે સારા સમાચાર! Infosys આ વર્ષે હજારો વિદ્યાર્થીઓને આપશે નોકરીઓ

  રબ ને મિલા દી જોડી

  ઓનલાઇન સાઇટ Mirror અનુસાર, વેનેસા અને કેરીસા ડી' અર્પિનો (Venessa and Kerissa D'Arpino)નો સંબંધ ખૂબ જ મજબૂત છે. તેમને નાનપણથી જ એક ઇચ્છા હતી કે, તેઓએ એક જ ઘરમાં લગ્ન કરવા જોઈએ, જેથી તેઓ અલગ ન થાય. જોકે, તેમને એ ખબર ન હતી કે, ભગવાને તેમના જેવા જ બે જોડિયા ભાઈઓની વ્યવસ્થા પહેલાથી જ કરી હતી. વેનિસા અને કેરીસ, જે પોતાને બહેનો કરતા એક બીજાને મિત્રો વધારે ગણે છે, તોઓ કહે છે - આપણે બંને એકબીજાને ખૂબ સારી રીતે સમજીએ છીએ અને અમને આનંદ છે કે, અમારા જીવનસાથી પણ આપણા જેવા જોડિયા છે. બંને બહેનોની મુલાકાત 29 વર્ષના જેકબ અને લુકાસ સીલબી (Jacob and Lucas Sealby) સાથે એક જીમ ટ્રેનરની નર્સ ક્લાઈન્ટ દ્વારા થઈ. તેમણે જ આ બે બહેનોને કહ્યું કે બે જોડિયા ભાઈઓ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા.

  આ પણ વાંચોPM kisan: ખેડૂતોને દર વર્ષે રૂ. 6000ની જગ્યા રૂ. 36000 મળશે, લાભ લેવા આટલું કરવું પડશે

  3 મહિનાના ડેટિંગ પછી લગ્ન

  વેનેસા અને કરીનાના જણાવ્યા અનુસાર, તેઓ ગયા વર્ષે જૂનમાં જ તેમના પતિને મળ્યા હતા. તેઓ તેમના વતન મેડફોર્ડમાં રહે છે. જેકબ અને લુકાસ સાથેની તેમની પહેલી મુલાકાત પછી જ તેમને લાગ્યું કે, તેઓ લગ્ન કરી શકે છે. આ ચારે લોકોએ મળીને 3 મહિના સુધી ડેટિંગ કર્યું. આ દરમિયાન તેમના પોતાના પાર્ટનર સાથે પ્રેમ થઈ ગયો અને તેમણે ટૂંક સમયમાં સંબંધને આગલા તબક્કામાં લઈ જવાનું વિચાર્યું. હવે આ ચારેય સાથે મળીને જીવે છે અને તેમના માટે આ કોઈ સ્વપ્ન પુરૂ થયાથી કંઇ ઓછું નથી.

  એ જુદી વાત છે કે, જ્યારે લોકો રસ્તા પર ચારેયને એક સાથે જતા જોતા હોય છે, ત્યારે તેઓને ક્યારેક લાગે છે કે, આ આંખોનો ભ્રમ છે અથવા તેમને ડબલ-ડબલ બધુ જોઈ રહ્યા હોય તેવું લાગે છે. જોકે, પાછળથી જ્યારે તેમને આ બે જોડી યુગલો વિશે ખબર પડે છે, ત્યારે તે સ્મિત કરે છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Ajab Gajab, Ajab gajab news, Bizarre, Bizarre Story, Twins, Weird news, Weird Story, અમેરિકા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन