હૈદરાબાદઃ તેલંગાના (Telangana)ના પાટનગર હૈદરાબાદ (Hyderabad)માં એક મહિલા દ્વારા ચોકીદાર (Watchman)ને ચંપલથી ફટકારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video on Social Media) થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, ઉગ્ર બોલાચાલી બાદ મહિલાએ એપાર્ટમેન્ટના ચોકીદારની ચંપલથી જોરદાર ધોલાઈ કરી દીધી. સ્થાનિક પોલીસે જણાવ્યું કે, ચોકીદાર રફીકની ફરિયાદ મળી ગઈ છે અને કોર્ટની મંજૂરી મળ્યા બાદ તેઓ કેસ નોંધી લેશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આ વીડિયો ચંદ્રનગરમાં આવેલા એક એપાર્ટમેન્ટનો છે, જે સોમવારે સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યો. સીસીટીવી ફુટેજ (CCTV Footage) મુજબ, મહિલા એક કારમાં આવી અને ત્યારબાદ ચોકીદાર અને તેની વચ્ચે કોઈ વાતને લઈ ઉગ્ર બોલાચાલી થઈ. પછી અચાનક મહિલાએ ચોકીદાર પર ચંપલોના વાર કરવાનું શરૂ કરી દીધું.
#WATCH Telangana: A woman thrashed a watchman after an alleged argument took place between them in Chandarnagar, Hyderabad on August 24.
Local police say that they have received a complaint from the watchman & after obtaining permission from the court, they will register a case. pic.twitter.com/LuYefrJzVV
ચોકીદાર અને મહિલાને વચ્ચે કઈ વાતને લઈ ઉગ્ર બોલાચાલી થઈ તે તો હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલા ગુસ્સે ભરાઈને ચોકીદારને પહેલા લાફો મારે છે, પછી ચંપલોથી મારઝૂડ કરવા લાગે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર