જે ઉંમરમાં બાળકો ઠીકથી બોલતા પણ નથી તે ઉંમરમાં જો કોઇ બાળક દેવી-દેવતા, કારના લોગો, અલગ અલગ રંગ, અંગ્રેજી વર્ણમાળા અને પ્રાણીઓને સારી રીતે ઓળખવા લાગે તો તમે શું કહેશો કે આ બાળક ખરેખરમાં હોશિયાર છેને. હૈદરાબાદમાં આવો જ એક બાળક છે જે હાલ દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ બાળક તેવું કંઇ કરે છે કે લોકો પણ આશ્ચર્યચકિત થઇ જાય છે. 1 વર્ષ 9 મહિનાના આદિથ વિશ્નાથ ગૌરશેટ્ટી પોતાના તેજ મગજના કારણે દુનિયાના આટલી નાની ઉંમરે ખાસ ઓળખ બનાવી છે. તમને જણાવી દઇએ કે આદિથની શાર્પ મેમરીના કારણે તેની પર 5 રેકોર્ડ પણ છે.
જે ઉંમરમાં બાળકો મોબાઇલ અને ટીવી રમે છે તે ઉંમર આદિથના મન કંઇક બીજું જ શીખવામાં લાગ્યું છે. તેને ભણવાનો શોખ છે. અને તેને નવું નવું જાણવું ગમે છે. પહેલા તો આદિથના માતા-પિતા પણ આ વાતથી અજાણ હતા. પણ એક દિવસ આદિથની માએ તેને કેટલાક સવાલ પુછ્યા જેના આદિથ આટલી નાની ઉંમરે સાચા જવાબ આપ્યા.
આ પછી આદિથના માતા પિતાએ તેને અલગ અલગ મામલે જાણકારી આપી. જેમ કે રંગ, પ્રાણીઓના નામ, ફૂલો, આકૃતિ અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ. જે જાતો જ આદિથ તેને યાદ કરી લેતો. આજે આદિથની શાર્પ મેમરીના કારણે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તથા તેલુગુ બુક ઓફ રિકોર્ડમાં તથા અન્ય નેશનલ રેકોર્ડ તેની પાસે છે.
આદિથની મા સ્નેહિતે ન્યૂઝ એજન્સી એએનઆઇને જણાવ્યું કે આદિથ હવે નામથી સ્થાનિક અને દૂર સગા કે અન્ય લોકોને પણ ઓળખવા લાગ્યા છે. આદિથે પોતાની શાર્પ યાદશક્તિની વર્લ્ડ બુક ઓફ રિકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. બાળકની આ સફળતા જોઇને તેના માતા પિતા પણ ખૂબ જ ખુશ છે.
Published by:Chaitali Shukla
First published:October 09, 2020, 14:55 pm