કોર્ટે પુત્ર અને પૂત્રવધૂને બે વર્ષની સજા ફટકારી, ખૂબ ખુશ થઈ માતા!

News18 Gujarati
Updated: July 23, 2019, 1:47 PM IST
કોર્ટે પુત્ર અને પૂત્રવધૂને બે વર્ષની સજા ફટકારી, ખૂબ ખુશ થઈ માતા!
પ્રતિકાત્મક તસવીર

ચુકાદા બાદ માતાએ કહ્યું કે, "આ ચુકાદો એવા દીકરાના ગાલે સણસણતો તમાચો છે જેઓ દૂધમાં પડેલી માખીની જેમ માતાપિતાને કાઢીને ફેંકી દેવા માંગે છે."

  • Share this:
સંજય તિવારી : હૈદરાબાદમાં એક વ્યક્તિ અને તેની પત્નીને કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી છે. અમિત કુમાર અને તેની પત્ની સવિતાએ ઘરડી માતાનું જીવવું હરામ કરી દીધું હતું. બંને અવારનવાર માતા પ્રેમા કુમારી સાથે મારપીટ કરતા હતા અને જીવથી મારી નાખવાની ધમકી આપતા હતા. મા ઘણા સમયથી બંનેનો અત્યાચાર સહન કરી રહી હતી, પરંતુ જ્યારે તેને માલુમ પડ્યું કે દીકરાએ ખોટી રીતે તેનું મકાન પોતાના નામે કરી લીધું છે ત્યારે તેની ધીરજ ખૂટી ગઈ હતી.

પતિના મોત બાદ શરૂ થયો ખતરનાક ખેલ

70 વર્ષની પ્રેમા કુમારીના બે દીકરા અને એક દીકરી છે. લગ્ન થતાં જ ત્રણેય બાળકો અલગ થઈ ગયા હતા. ઘરમાં ઘરડા મા-બાપ વધ્યા હતા. વર્ષ 2013માં પરિવારના મોભી અને પ્રેમા કુમારીના પતિ અમરુદ્ધ કુમારનું મોત થઈ ગયું હતું. ત્યાર બાદ પ્રેમા કુમારીના મોટા પુત્રની તેના મકાન પર નજર બગડી હતી. માતાની સેવા કરવાના બહાને તે ઘરે રહેવા આવી ગયો હતો. બાદમાં તેણે મકાન તેના નામે કરી લીધું હતું. પ્રેમા કુમારીને શરૂઆતમાં આ વાતની જરા પણ ખબર પડી ન હતી.

મકાન પોતાના નામે થયા બાદ અસલી રંગ બતાવ્યો

મકાન પોતાના નામે થયા બાદથી જ પુત્ર અમિત અને પુત્રવધૂ સવિતા માતાને ઘર બહાર કાઢવાનો કારસો ઘડવા લાગ્યા હતા, પરંતુ માતાએ ઘર છોડીને જવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં કળિયુગના પુત્રએ માતા પર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું હતું.

અમિત કુમાર અને તેની પત્ની
પ્રેમા કુમારીએ જણાવ્યું કે, "વહૂ ગાળો આપતી હતી, કંઇક બોલું તો દીકરો માર મારતો હતો." માતા દીકરાના અત્યાચારને પોતાનું નસિબ સમજીને ચૂપ રહેતી હતી. તેણે આ અંગેની ફરિયાદ નાના પુત્રને પણ કરી ન હતી. 2015ના વર્ષમાં જ્યારે રેવન્યૂ વિભાગના અમુક લોકો ઘરે આવ્યા ત્યારે માતાને માલુમ પડ્યું હતું કે દીકરાએ ઘર પોતાના નામે કરી લીધું છે. નિયમ પ્રમાણે પતિના મોત બાદ મકાન માતાના નામે ટ્રાન્સફર થવું જોઈતું હતું.

કેસ દાખલ થયો

માતા પ્રેમા કુમારીએ આ અંગેની જાણકારી નાના દીકરાને કરી હતી અને ત્યારબાદ નારેદમેટ પોલીસ મથકમાં મોટા દીકરા અને પુત્રવધૂ સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે અમિત કુમાર અને તેની પત્ની સવિતા સામે માતા પ્રેમા કુમારીને બંધક બનાવવા, અપમાનતિ કરવા, જીવથી મારી નાખવાની ધમકી આપવા અને બોગસ દસ્તાવેજ તૈયાર કરવાના આરોપમાં કેસ દાખલ કર્યો હતો.

આ કેસ મલકાજગિરી કોર્ટમાં ચાલ્યો હતો અને કોર્ટે પુત્ર અને પુત્રવધૂને દોષિત જાહેર કર્યા હતા. સાથે જ કોર્ટે અમિત કુમાર અને સવિતાને બે વર્ષની સજા અને રૂ. 20 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટના નિર્ણય પર માતાએ કહ્યું કે, "આનાથી એવા બાળકોને શીખ મળશે જે પોતાના માતાપિતાને ભાર સમજીને તેને દૂધમાંથી માખીને જેમ કાઢીને ફેંકી દેવા માંગે છે."
First published: July 23, 2019, 1:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading